બોમ્બ બ્લાસ્ટ..જ્યારે પ્રિયંકા ચોપરા અને શાહરૂખ ખાન પર ટળી મોટી ઘાત, અને થોડા માટે બચી ગયા હતા કલાકાર.

બોલીવુડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને એકટર શાહરૂખ ખાને એમની ફિલ્મો અને કામથી લોકોનું દિલ જીતી લીધું છે. પ્રિયંકા ચોપરા અને શાહરૂખ ખાન એક સાથે ડોન ફિલ્મમાં પણ દેખાઈ ચુક્યા છે. પણ 17 વર્ષ પહેલા બંને કલાકારો સાથે એક ઘટના બની હતી જેના વિશે સાંભળીને કોઈપણ વ્યક્તિ ચોંકી ઉઠશે. વાત જાણે એમ હતી કે પ્રિયંકા ચોપરા અને શાહરૂખ ખાનથી થોડા ફૂટ દૂર જ એક બૉમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં બન્ને હેમખેમ બચી ગયા હતા. તો ચાલો તમને જણાવી દઈએ આ સમગ્ર ઘટના વિશે. આ વાતનો ખુલાસો ખુદ પ્રિયંકા ચોપરાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કર્યો હતો.

image soucre

પ્રિયંકા ચોપરાએ જણાવ્યું હતું કે વર્ષ 2004માં એ શાહરુખ ખાન, સેલિના જેટલી અને ઝાયેદ ખાન જેવા અમુક કલાકારો કોન્સર્ટ કરવા માટે યુએસ અને યુકે જેવા ઘણા દેશોમાં ગયા હતા. શ્રીલંકા પણ એમના સ્ફરનો એક ભાગ હતું. પણ જ્યાં બાકી દેશોમાં સ્થિતિ સામાન્ય હતી તો શ્રીલંકામાં બૌદ્ધ ભીક્સુ એમના કોન્સર્ટથી ખુશ નહોતા.

image soucre

બૌદ્ધ ભીક્સુઓના એક લોકપ્રિય સાધુની પુણ્યતિથીના દિવસે આ શો આવી રહ્યો હતો. પ્રિયંકા ચોપરાએ આગળ જણાવ્યું હતું કે આ બ્લાસ્ટે એમને સંપૂર્ણપણે હેરાન કરી મુખ્ય હતા. એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ કહ્યું કે શાહરુખ ખાન અને હું અમારા છેલ્લા ગીત માટે સ્ટેજ પર ડાન્સ કરી રહ્યા હતા પણ ડાન્સના સિક્વન્સ માટે અમારે અમારા આઉટફિટ બદલવાના હતા અને એ માટે અમારે બેકસ્ટેજ જવાનું હતું.

image soucre

પ્રિયંકા ચોપરાએ કહ્યું કે એ દરમિયાન અચાનક મેં એક બ્લાસ્ટનો અવાજ સાંભળ્યો. પહેલા તો મને લાગ્યું કે આ કદાચ સ્મોક બૉમ્બ હશે પણ પછી મને અહેસાસ થયો કે સ્મોક બોમ્બનો અવાજ આટલો મોટો નથી હોતો. એવામાં મેં ત્યાં જઈને જોયું તો ખબર પડી કે ઘણી બોડી જમીન પર જ પડેલી હતી. ત્યાં ભાગદોડ થઈ ચૂકી હતી અને પોલીસ કોઈપણ રીતે ભીડને મેનેજ કરવાની કોશિશ કરી રહી હતી.

image soucre

પ્રિયંકા ચોપરાએ કહ્યું કે હું એ વાતને લઈને ચોક્કસપણે નથી કહી શકતી કે એ એક સ્મોક બૉમ્બ હતો કે પછી અસલી બૉમ્બ હતો પણ જ્યારે હું બેકસ્ટેજ ગઈ તો શાહરુખ ખાન, સૈફ અલી ખાન, સેલિના જેટલી, ઝાયેદ ખાન અને બીજા લોકો આ બાબતે વાત કરી રહ્યા હતા. હું એ જાણી શકું કે આખરે થયું શુ હતું એ પહેલાં જ મને કારમાં બેસાડી દેવામાં આવી અને કોલંબો એરપોર્ટ પર પહોંચાડી દેવામાં આવી.

image soucre

પ્રિયંકા ચોપરાએ આગળ જણાવ્યું હતું કે આ ઘટના પછી હું બીમાર પડી ગઈ હતી. જ્યારે પ્રિયંકા ચોપરાને એ ખબર પડી કે એ બ્લાસ્ટ દરમિયાન શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપરા ફક્ત 6 ફૂટના અંતરે હતા. પ્રિયંકાએ ક્યારેય મોતને આટલા નજીકથી નથી જોયું. જ્યારે એ મુંબઈ પહોંચી તો એ ઘણી જ બીમાર થઈ ગઈ હતી. પ્રિયંકા ચોપરા જણાવે છે કે એમને ઘરે પહોંચતા જ એ બધા લોકો માટે પ્રાર્થના કરી જેમને આ ઘટનામાં પોતાના લોકોને ગુમાવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong