ફક્ત 499 રૂપિયામાં આ કંપનીનું ઇલેક્ટ્રિક સ્કૂટર! જાણી લો જલદી આ તમામ માહિતી વિશે, નહિં તો રહી જશો

મોંઘવારી તો સૌને નડી રહી છે. ભલે ગમે તેટલો પૈસાદાર વ્યક્તિ હોય પણ 20 રૂપિયાની પાણીપુરીની ડિશના જ્યારે 30 રૂપિયા માંગવામાં આવે એટલે એક વખત તો એના મોઢેથી પણ નીકળી જ જાય કે હમણાં સુધી તો 20 જ રૂપિયા લેતા તા. અને મોંઘવારી કોઈ એક વિશેષ ક્ષેત્રમાં નથી વધી પરણતી આડી ઉભી અને ત્રાંસી બધી બાજુએ વધી છે. આપણે સૌ જાણીએ છીએ કે દેશમાં દિન પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલના ભાવો સતત વધી રહ્યા છે. ત્યારે સામાન્ય પ્રજાને હવે પેટ્રોલથી ચાલતા બાઈક ચલાવવા પોસાય તેમ નથી. સામે પક્ષે બાઈક બજારમાં પણ હવે ઇલેક્ટ્રિક સ્કુટરો આવી રહ્યા છે. ત્યારે ઓલા ઇલેક્ટ્રિક દ્વારા પણ પોતાના ઇલેક્ટ્રિક સ્કૂટર માટે બુકીંગ શરૂ કરવામાં આવ્યું છે.

ઓલા ઇલેક્ટ્રિક સ્કુટરે શરૂ કર્યું બુકીંગ

image soucre

Ola Electric એ ભારતમાં પોતાના પ્રથમ ઇલેક્ટ્રિક સ્કુટરનું બુકીંગ શરૂ કરી દીધું છે. ઘણા લાંબા સમયથી આ ઇલેક્ટ્રિક સ્કુટરની ભારતની બજારમાં રાહ જોવાઇ રહી હતી. કંપનીના ફાઉન્ડર ભાવીશ અગ્રવાલ દ્વારા સત્તાવાર રીતે ટ્વિટ કરીને આ બાબતની જાહેરાત કરાઈ છે.

માત્ર 499 રૂપિયામાં થશે બુકીંગ

image soucre

ઓલા સ્કૂટર માત્ર 499 રૂપિયામાં જ બુક કરી શકાય છે. આ રકમ પણ પૂર્ણ રીતે રિફાન્ડેબલ રાખવામાં આવી છે. કદાચ આ પ્રથમ વખત એવું બની રહ્યું છે જે ઇલેક્ટ્રિક સ્કુટરનું બુકીંગ કરવા માટે આટલી ઓછી રકમ રાખવામાં આવી હોય. કંપની આ ઇલેક્ટ્રિક સ્કુટરની ડિલિવરી પહેલા બુકીંગ કરાવનારના આધાર પર કરશે. એટલે કે જે લોકો સૌથી પહેલા આ ઇલેક્ટ્રિક સ્કૂટર બુક કરાવશે તેઓને તેની ડિલિવરી પણ એટલી જ વહેલા આપવામાં આવશે.

ભાવીશ અગ્રવાલએ કરી હતી ટેસ્ટ ડ્રાઇવ

image soucre

તાજેતરમાં જ આ સ્કુટરને અનેક વખત ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવી હતી. કંપનીના ફાઉન્ડર ભાવીશ અગ્રવાલે પોતે પણ આ સ્કુટરની ટેસ્ટ ડ્રાઇવ લીધી હતી અને આ સ્કુટરના લોન્ચિંગ બાબતે પણ થોડી ઘણી માહિતી શેયર કરી હતી.

વર્ષમાં એક કરોડ સ્કૂટર બનાવવાનું લક્ષ્ય

image soucre

ઓલા સ્કૂટર તમિલનાડુમાં બની રહેલી Futurefactory માં તૈયાર કરવામાં આવશે. કંપનીની આ ફેકટરી વિશ્વની સૌથી મોટી ઇલેક્ટ્રિક દ્વિચક્રી વાહન ઉત્પાદન ફેકટરી છે. અને તેની ક્ષમતા વર્ષના 1 કરોડ સ્કૂટર બનાવવા સુધીની છે. પહેલા ચરણમાં આ ફેકટરીમાં દર વર્ષે 20 લાખ ઇલેક્ટ્રિક સ્કૂટર તૈયાર કરવામાં આવશે. તાજેતરમાં કંપનીએ આ વાતને સમર્થન આપ્યું હતું કે ત
આ સ્કૂટરના પ્રથમ બે મિલિયન યુનિટનું વાર્ષિક ક્ષમતા હોવાનું ચરણ લગભગ પૂરું કરી નાખ્યું છે.

માત્ર 18 મિનિટમાં જ 50 ટકા બેટરી થઈ જશે ચાર્જ

image soucre

ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર માત્ર 18 મિનિટમાં જ શૂન્યથી 50 ટકા સુધી ચાર્જ થઈ જશે. આ બેટરી ચાર્જથી અંદાજે 75 કિલોમીટર સુધીની યાત્રા થઈ શકશે. ફૂલ બેટરી ચાર્જ થવા પર તેની રેન્જ અંદાજે 150 કિલોમીટર થઈ શકે તેવો અંદાજ છે. કંપની આ સ્કુટરમાં ફૂલ એલઇડી લાઇટિંગ, ફાસ્ટ ચાર્જીંગ, ફ્રન્ટ ડિસ્ક બ્રેક જેવા ફીચર્સ પણ આપી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong