કપિલે રમી હતી 131 ટેસ્ટ મેચ, જાણો બર્થ ડે સ્પેશિયલમાં જાણી-અજાણી વાતો

‘ઓલરાઉન્ડર’ જે ટેસ્ટ ક્રિકેટમાં 400 થી વધુ વિકેટ અને 5000 થી વધુ રન બનાવવાનો અસાધારણ રેકોર્ડ ધરાવે છે, તે કેપ્ટન જેમણે ભારતને 1983 માં પ્રથમ વખત વર્લ્ડ કપ ચેમ્પિયન બનાવ્યું. આજે તે 62 વર્ષના થઈ ગયા. જી હા! દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવનો આજે જન્મદિવસ છે. આજના દિવસે જ 6 જાન્યુઆરી 1959 માં કપિલ દેવનો ચંદિગઢમાં જન્મ થયો હતો.

image source

કપિલ દેવે નવા વર્ષની શુભેચ્છા પાઠવી

કપિલ જેવો કોઈ ન પહેલા હતો ન આજે છે. સ્વિંગ બોલિંગ, ખૂબ ચુસ્ત ફિલ્ડિંગ અને તોફાની બેટિંગે તેને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર અને આક્રમક ખેલાડી બનાવ્યો. ગયા વર્ષે ઓક્ટોબરમાં કપિલ દેવને હાર્ટ એટેક આવ્યો હતો, ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે ઇમરજન્સી કોરોનરી એન્જીયોપ્લાસ્ટી કરાવી. કપિલની સફળ સર્જરી બાદ ચેતન શર્માએ સોશિયલ મીડિયા પર તેની તસવીર શેર કરી હતી.

image source

કપિલ દેવ હવે સંપૂર્ણપણે સ્વસ્થ છે. 2021 ના આગમનના એક દિવસ પહેલા તેણે એક વિડિયો સંદેશ દ્વારા તેના ચાહકોને શુભેચ્છા પાઠવી. આ વિડિયોમાં તેમને ઉત્સાહથી ભરેલા જોઈ શકાય છે, તેમણે કહ્યું – જે જતુ રહ્યું છે તે જતું રહ્યું, નવું વર્ષ આવ્યુ, દરેકને વર્ષની ખૂબ ખૂબ નવા શુભકામનાઓ.

કપિલે 131 ટેસ્ટ મેચ રમી હતી

image source

કપિલ દેવની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકીર્દી (1978–1994) 16 વર્ષની રહી. આ દરમિયાન તેણે 131 ટેસ્ટ મેચ રમી હતી. જો તેને 1984-85 માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ મેચમાંથી ‘ડ્રોપ’ કરવામાં ન આવ્યો હોત, તો તેની ટેસ્ટ કારકિર્દી સતત 132 ટેસ્ટ મેચની હોત. કપિલ દેવે સતત 66 ટેસ્ટ રમી હતી અને ત્યાર બાદ તેને ટીમમાંથી હટાવવામાં આવ્યા. પરંતુ તે એક ટેસ્ટ બાદ તે પાછા ફર્યા અને તે પછી તેણે સતત 65 ટેસ્ટ રમી.

કપિલને ટીમમાંથી બહાર કરતા ચાહકો થયા ગુસ્સે

image source

31 ડિસેમ્બર 1984 ના રોજ ઇંગ્લેન્ડ સામે શરૂ થયેલી કોલકાતા ટેસ્ટમાં કપિલનો સમાવેશ કરવામાં આવ્યો ન હતો, જેનાથી તેના ચાહકો ગુસ્સે થયા હતા. કપિલને બહાર રાખવા માટે તત્કાલીન કેપ્ટન સુનીલ ગાવસ્કરને જવાબદાર ઠેરવવામાં આવ્યો હતો. વાસ્તવમાં ઇંગ્લેન્ડની ટીમ ભારત પ્રવાસે 1984/85માં 5 ટેસ્ટ મેચની સિરીઝ રમી રહી હતી. ભારતે મુબઈમાં રમાયેલી પ્રથમ ટેસ્ટ જીતી હતી. પરંતુ આ પછી ભારત દિલ્હી ટેસ્ટ હારી ગયું. બીજી ઇનિંગમાં ભારતની હાર માટે કપિલ દેવની બેજવાબદાર બેટિંગને દોષી ઠેરવવામાં આવી હતી.

જ્યારે ટકવાની જરૂર હતી ત્યારે કપિલ આઉટ થયો

image source

કપિલ દેવ જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે વિકેટ પર ટકવાની જરૂર હતી. તે ઇંગ્લિશ સ્પિનર પેટ પોકોકની બોલિંગમાં મોટો શોટ મારવાના ચક્કરમાં આઉટ થઈ ગયો. તેમણે 6 બોલમાં 7 રનની ઇનિંગ્સ રમી જેમા તેણે એક સિક્સર ફટકારી હતી અને 4 મિનિટ ક્રિઝ પર ઉભા રહ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ