કુશાલ ટંડન અને ગૌહર ખાનની આ વાત જાણીને તમને પણ લાગશે નવાઇ, BFએ કર્યું કંઇક એવું કે…

ગૌહર ખાન અને જૈદ દરબારના લગ્નની વિધિ 22 ડિસેમ્બરથી શરૂ થઈ ગઈ હતી અને આ કપલ 25 ડિસેમ્બરના રોજ લગ્ન બંધનમાં બંધાઈ ગયા.એક્ટ્રેસના નિકાહ અને રીસેપ્શન સેરેમનીના ઘણા ફોટા સોશીયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જૈદ દરબારની બની ચુકેલી ગૌહર ખાન નિકાહ પછી પોતાના કામ પર નીકળી પડી છે અને અચાનક રસ્તામાં એમની મુલાકાત એમના એક્સ બોયફ્રેન્ડ સાથે થઈ ગઈ જેની કલ્પના ન તો ગૌહરે કરી હશે અને ના તો એમના એક્સ બોયફ્રેન્ડ કુશાલ ટંડને.

image source

સામાન્ય રીતે બ્રેકઅપ પછી કપલ્સ એકબીજાની દૂર થઈ જાય છે અને એકબીજાને મળવાથી બચે છે. જો ક્યાંક એકબીજાને મળી જાય તો એકબીજાને ઇગ્નોર કરવું જ યોગ્ય સમજે છે પણ ગૌહર અને કુશાલની થયેલી આ અચાનક મુલાકાત બંને માટે હેરાન કરી દેનારી હતી. ફ્લાઈટમાં સફર કરતી વખાતે અચાનક ગૌહર ખાનની મુલાકાત કુશાલ ટંડન સાથે થઈ ગઈ. સૌથી રસપ્રદ વાત છે કે બંનેની સીટ આજુબાજુમાં જ હતી. બસ પછી શું, આ મુલાકાતની પળને કુશાલે કેમેરામાં કેદ કરી લીધી.

image soucre

ફ્લાઈટમાં બેઠેલા કુશાલે એક વિડીયો બનાવ્યો જેમાં ગૌહર ખાન પણ દેખાઈ રહી છે. આ વીડિયોમાં એ ગૌહરને લગ્નની શુભકામનાઓ આપતા પણ દેખાઈ રહ્યા છે. વિડીયો બનાવતી વખતે કુશાલ કહે છે કે એ એક જગ્યાએ પોતાના કામથી જઇ રહ્યા હતા અને ફ્લાઈટમાં એમની મુલાકાત એમની જૂની મિત્ર સાથે થઈ, જેના લગ્ન હાલમાં જ થયા છે. એ કહે છે કે કદાચ મારે એમને રૂબરૂમાં જ લગ્નનું શુભેચ્છાઓ આપવાની હતી, હાય મારી કિસ્મત…એ સાથે જ એમને વિડીયો શેર કરીને લખ્યું છે કે “એક હસીન ઇત્તફાક”

image source

તમને જણાવી દઈએ કે બિગ બોસ 7માં કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલા કુશાલ ટંડન અને ગૌહર ખાનના રિલેશનશિપની ખબર મીડિયામાં ઘણી ચર્ચામાં હતી. શો દરમિયાન બિગ બોસના ઘરમાં જ બંનેને એકબીજા સાથે પ્રેમ થઈ ગયો હતો. બંને વચ્ચે સંબંધ બીગબોસના ઘરમાંથી બહાર આવ્યા પછી પણ થોડા સમય સુધી ચાલ્યો પણ થોડા સમય પછી બન્નેનું બ્રેકઅપ થઈ ગયું. બંને વચ્ચે બ્રેકઅપ કેમ થયું એની તો કોઈને ખબર નથી પણ બ્રેકઅપ પછી બન્નેએ મિત્રતા કરી લીધી હતી.

image source

બ્રેકઅપ પછી ગૌહર ખાનની સુંદરતાના વખાણ કરતા એમના એક ફોટા પર કુશાલ ટંડને કમેન્ટ કરી હતી જેનો રીપ્લાય આપતા ગૌહરે થેંક્યું સો મચ લખ્યું હતું. આ લેટેસ્ટ વિડીયોથી એ વાતનો અંદાજો તો લગાવી શકાય છે કે બ્રેકઅપ પછી પણ આ બંને વચ્ચે મિત્રતાનો સુંદર સંબંધ કાયમ છે.

image source

વાત કરીએ ગૌહર અને જૈદને નિકાહની તો બંનેના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. પોતાના નિકાહ દરમિયાન ગૌહર અને જૈદ ક્રીમ અને ગોલ્ડન કલરના આઉટફિટમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. ગૌહરે ક્રીમ કલરનો હેવી સેટ પહેર્યો હતો જેમાં ગોલ્ડન કલરની બોર્ડર ખૂબ જ સરસ લાગી રહી હતી. પોતાના બ્રાઇડલ લુકને કમ્પ્લીટ કરવા માટે ગૌહરે ગળામાં હેવી જવેલરી, હાથમાં વીંટી અને માથામાં ટીક્કો લગાવ્યો હતો. તો જૈદ પણ ક્રીમ અને વ્હાઇટ કલરના કુર્તા પાયજમાંમાં સરસ લાગી રહ્યો હો. લગ્ન દરમિયાન આ કપલ એકબીજાની સાથે ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા

image soucre

.તમને જણાવી દઈએ કે ગૌહર ખાન અને જૈદ દરબારની લવ સ્ટોરીની શરૂઆત લોકડાઉન દરમિયાન થઈ હતી. એ દરમિયાન બન્ને વચ્ચે પ્રેમનો એકરાર થયો અને કપલે જલ્દી જ લગ્ન કરી લેવાનો નિર્ણય કરી લીધો. જૈદ પોતાની વાઈફ ગૌહર કરતા ઉંમરમાં 12 વર્ષ નાના છે પણ બંને માટે ઉંમર કઈ ખાસ મહત્વ નથી રાખતી અને કપલ એકબીજાને અનહદ પ્રેમ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ