કપીલ શર્માની પત્ની ગીન્ની ચત્રાથની બેબી શાવર પાર્ટી
છેલ્લા ઘણા સમયથી કપીલ શર્માની પત્ની ગીન્નીની પ્રેગ્નન્સીના સમાચારોમાં ચર્ચામાં રહ્યા કરી છે. અને તેના માટે કપીલે શો પરથી થોડા દિવસની રજા લઈને બેબીમૂન માટે કેનેડાનો પ્રવાસ પણ કર્યો હતો. અને તેની કેટલીક તસ્વીરો પણ તેણે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર કરી હતી.
જો કે આ પહેલાં ગિન્ની અવારનવાર પાપારાઝીઓના કેમેરામાં પોતાનો બેબી બમ્પ ફ્લોન્ટ કરતી જોવા મળી હતી. થોડા સમય પહેલા તેણી પોતાની એક મિત્રના બેબીશાવરમાં પણ જોવા મળી હતી અને તે વખતે પણ તેણીની કેટલીક તસ્વીરો વાયરલ થઈ હતી.
તેમાં ધી કપીલ શર્મા શોના કલાકારો પોતપોતાના પાર્ટનર્સ સાથે જોવા મળ્યા હતા. આ ઇવેન્ટમાં કપીલની ગેંગ ખુબ જ મસ્તીના મૂડમાં જોવા મળી હતી. અને તેમણે ઘણીબધી સેલ્ફી પડાવીને સોશિયલ મિડિયા પર શેયર કરી હતી.
અને હવે ફરી પાછી કપીલની પત્ની ગીન્નીના બેબીશાવરની તસ્વીરો સોશયિલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. તાજેતરમાં એટલે કે 13મી ઓક્ટોબરે કપીલ શર્મા અને ગીન્ની ચત્રાથે બેબી શાવરની પાર્ટીનું આયોજન કર્યું હતું. કપીલ શર્માની પત્ની ગીન્નીની બેબીશાવર પાર્ટી અત્યંત ગ્લેમરસ રહી હતી.
આ બેબી શાવરમાં ટીવી સ્ટાર્સ માહી વીજ, ભાર્તી સિંહ, કૃષ્ણા અભિષેક, કાશ્મેરા શાહ અને બીજી ઘણી બધી જાણીતી હસ્તીઓ તેમજ તેમના નજીકના મિત્રો જોવા મળ્યા હતા.
કદપીલ શર્માએ પોતાના વિવાદાસ્પદ કમબેક પહેલાં જ ગિન્નિ ચત્રાથ સાથે ગત ડીસેમ્બરમાં લગ્ન કર્યા હતા જેમાં તેણે મુંબઈમાં પણ પોતાની ઇન્ડસ્ટ્રીના મિત્રો માટે રેસેપ્શન રાખ્યું હતું જેમાં ઘણી બધી જાણીતી બોલીવૂડ તેમજ ટેલિવઝન ઇન્ડસ્ટ્રીની હસ્તીઓએ હાજરી આપી હતી. હવે આવનારા એટલેકે 2019ના ડીસેમ્બરમાં તો તેમના ઘરે પારણું પણ બંધાઈ જશે.
જો કે આ બેબી શાવરની તસ્વીરો કપીલે પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેયર નહોતી કરી પણ તેના મિત્રો એવા ભારતી સિંહ તેમજ મ્યુઝીક આર્ટીસ્ટ ઝોરા રંધાવાએ પોતપોતાના ઇન્સ્ટા અકાઉન્ટ પર શેયર કરી હતી.
View this post on Instagram
રંધાવાએ બે તસ્વીરો શેયર કરી હતી જેના કેપ્શનમાં લખ્યું હતું, “બેબી શર્મા આવી રહ્યો છે. દરેક વ્યક્તિ તમારો પ્રેમ તેમજ શુભેચ્છા મારા મોટા ભાઈ કપીલ ભાઈ તેમજ ગીન્નીભાભીને પાઠવે. ભાવી મમ્મી-ડેડીને ખુબ બધા અભિનંદન.”
આ ઉપરાંત ટીવી એક્ટ્રેસ અને રીયાલીટી ટીવી હોસ્ટ કરણ ભાનુશાળીની પત્ની માહિવીજે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વિડિયો શેયર કરી હતી. તમને જણાવી દઈએ કે તેણીએ પણ તાજેતરમાં એક બાળકને જન્મ આપ્યો છે અને તેણી પોતાના મધરહૂડને ખુબ એન્જોય કરી રહી છે.
આ બેબી શાવરમાં ભારતી સિંહ, કૃષ્ણા અભિષેક અને તેની વાઈફ કાશ્મેરા શાહે ખુબ જ ધમાલ મચાવી હતી. કાશ્મેરા શાહે એક વિડિયો પણ શેયર કરી હતી જેમાં તેનો પતિ અને ભારતી સિંહ દૂધની બોટલમાંથી દૂધ પી રહ્યા હતા.
બેબી શાવરના એમ્બિયન્સને સુંદર ચમકીલા વિવિધ રંગના બલૂન્સ તેમજ ફ્લાવર્સથી સજાવવામાં આવ્યું હતું. કપીલની પત્નીએ પિંક ગાઉન પહેર્યું હતું અને માથા પર આર્ટિફિશિયલ ફ્લાવર્સ તેમજ બીડ્સનું ટીયારા પહેર્યું હતું. તેણી કોઈ રાજકુમારી જેવી લાગી રહી હતી.
આ ઇવેન્ટની એક એક તસ્વીર સોશિયલ મિડિયા પર વાયરલ થઈ રહી છે. ડીસેમ્બરમાં બાળક આવવાનું હોવાથી કપીલ થોડો સમય પોતાના બાળકને આપવા માગે છે અને માટે જ તે ડીસેમ્બરમાં રજા લેવા માટે હાલ ડબલ શિફ્ટ કરી રહ્યો છે અને એડવાન્સ શુટિંગ પણ કરી રહ્યો છે.
તમને જણાવી દઈએ કે કપીલ શર્મા ફર્શથી અર્શ પર અને અર્શથી ફર્શ પર અને હવે ફરી પાછો ફર્શથી અર્શ પર પહોંચી ગયો છે અને હાલ તે ભૂતકાળમાં કરેલી ભૂલોમાંથી શીખીને સતત આગળ વધી રહ્યો છે.
ધી કપીલ શર્મા શોની આ સિઝન સલમાન ખાન પ્રોડ્યુસ કરી રહ્યો છે એટલે કહી શકાય કે કપીલને આ ત્રીજો અવસર સલમાનખાનના હાથે મળ્યો છે જેમાં તે વાસ્તવમાં સારું પર્ફોમન્સ આપી રહ્યો છે. આવનારા સમયમાં તે પોતાના કોમેડી શો ઉપરાંત કેટલીક ફિલ્મોમાં પણ જોવા મળશે, જેમાં હાઉસફુલ 4, સાંડ કી આંખ અને મેડ ઇન ચાઈનાનો સમાવેશ થાય છે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ