કમકમાટી ઉપડી જાય એવી સ્થિતિ, માણસાઈ મરી પરવારી, ગંગા ઘાટ પર મનફાવે એમ ક્યાંક પગ તો ક્યાંક હાથ રઝળી રહ્યાં છે

હાલમાં કોરોના કાળ ચાલી રહ્યો છે અને લોકોના ટપોટપ મોત થઈ રહ્યાં છે. ત્યારે હવે લોકોએ આ કપરાં કાળંમાં માનવતા પણ મૂકી દીધી હોય એવું લાગી રહ્યું છે. કારણ કે જે આ તસવીરો સામે આવી છે એ ખરેખર ભયાવહ છે. ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં ગંગા ઘાટથી આ સદીની સૌથી ભયાનક તસવીરો સામે આવી છે અને જેને જોઈને તમે નક્કી કરી શકો કે હાલમાં હાલત છું છે. સ્થિતિ 1918ના સ્પેનિશ ફ્લૂથી પણ બદતર છે એવું કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી. ઉન્નાવના બક્સરમાં ગંગાના કિનારે માત્ર 500 મીટરના વિસ્તારમાં અગણિત લાશ દફન છે.

image source

જો કે પરિસ્થિતિ ખાલી એવી નથી કે દઉન છે. એમાં દફન પણ એવી રીતે કે કોઈ લાશનો હાથ તો કોઈનો પગ કૂતરા ફાડી રહ્યા છે. ચારેબાજુ માનવ અંગ વિખરાયેલા પડ્યાં છે. ઉન્નાવમાં બક્સર ઘાટથી થોડે જ દૂર બીઘાપુરમાં શ્યામેન્દ્ર રહે છે. તેઓ જણાવે છે કે હવે દરરોજ ઘાટ પરથી લાશોને ખેંચીને કૂતરા તેમને રહેણાક વિસ્તાર સુધી લાવે છે. શ્યામેન્દ્ર આપણને વાકેફ કરે છે કે પહેલાં સામાન્ય દિવસોમાં દરરોજ 8થી 10 લાશોના જ અંતિમસંસ્કાર થતા હતા, પરંતુ હવે દરરોજ 100થી 150 લાશોને લઈને લોકો પહોંચે છે.

હવે આ લોકો પહોંચે એમાં હાલત એ થાય કે કેટલાક અંતિમસંસ્કાર કરે છે તો કેટલાક લાશને દફન કરીને જતા રહે છે. હાલંમાં નજારો એવો છે કે, ગંગા કિનારે આ ઘાટ પર જ્યાં સુધી નજર પડે છે ત્યાં તમને પીપીઈ કિટ, માસ્ક, ડેડબોડી કવર જ જોવા મળશે.

વાત ત્યાં સુધી છે કે અહીં ઉન્નાવની સાથે સાથે ફતેહપુર જિલ્લાના લોકો પણ શબના અંતિમસંસ્કાર કરવા પહોંચે છે. DM રવીન્દ્ર કુમારે સમગ્ર હકીકત વિશે વાત કરી હતી કે લાશોને દફન કરવાના મામલે તપાસ શું થઈ છે, SDMએ આ અંગેનો રિપોર્ટ માગ્યો છે. જરૂર પડશે તો લાશોના ફરીથી અંતિમસંસ્કાર કરવામાં આવશે. આ પહેલાં ઉન્નાવના શુક્લાગંજ ઘાટની સ્થિતિ વિશે પણ માહિતી બહાર આવી હતી અને લોકો જોતા રહી ગયા હતા.

ત્યાં પણ હાલત એવી હતી કે માત્ર 800 મીટરના વિસ્તારમાં 1200થી વધુ લાશ દફન છે. ઘાટના કિનારે રહેતા લોકો જણાવે છે કે મોટી સંખ્યામાં લોકો એવા આવી રહ્યા છે. કોઈ પાસે તો અંતિમસંસ્કાર માટે લાકડાં ખરીદવાની ક્ષમતા નથી. એવા લોકો અહીં ઘાટના કિનારે શબ દફન કરીને જતા રહે છે અને જેના કારણે હાલત આવી થઈ રહી છે.

image source

1918માં ફેલી ફ્લૂની મહામારીને સ્પેનિશ ફ્લૂ પણ કહેવામાં આવે છે, જે છેલ્લાં 500 વર્ષમાં ઈતિહાસની સૌથી ખતરનાક મહામારી હતી. એવું માનવામાં આવે છે કે આ મહામારીથી એ સમયે દુનિયાની એક તૃતીયાંશ આબાદી એટલે કે 50 કરોડ લોકો સંક્મિત થયા હતા. દુનિયાભરમાં એનાથી 5 કરોડથી વધુ મોત થયાં હતાં. એકલા ભારતમાં જ આ મહામારીએ 1.7 કરોડ લોકોનાં મોત નીપજ્યાં હતાં. ત્યારે હાલત હવે એના જેવી જ થવા લાગી છે. કારણ કે ત્યારે પણ આ રીતે તો લાશો નહોતી જ આવતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!