Gold Price Today: સોનું ખરીદવા જતા પહેલા ચેક કરી લો આજના ભાવ, નહીં પડે મુશ્કેલી

અક્ષય તૃતિયાના દિવસે લોકો સોનાની ખરીદીને શુભ માને છે. આ સાથે લગ્નની સીઝન પણ ચાલી રહી છે. તેના કારણે સોનાની માંગ ઝડપથી વધી રહી છે. જો તમે પણ સોનું કે ચાંદી ખરીદવા ઈચ્છો છો તો જતા પહેલા આજના નવા ભાવ જાણી લો તે જરૂરી છે.

આવતીકાલે સોનું ખરીદવું મનાય છે શુભ

image source

અક્ષય તૃતિયાના દિવસે સોનું ખરીદવાનું શુભ માનવામાં આવે છે. લગ્નની સીઝન ચાલી રહી છે ત્યારે ગોલ્ડની માંગ પણ ઝડપથી વધી રહી છે. જો તમે સોનું કે ચાંદી ખરીદવા જઈ રહ્યા છો તો લેટેસ્ટ રેટ જાણો. મળતી માહિતી અનુસાર આજે સોનાના ભાવમાં 10 રૂપિયા પ્રતિ ગ્રામનો ઘટાડો થયો છે. આ સાથે 22 કેરેટનો ભાવ 44710 રૂપિયા તો 24 કેરેટ સોનાનો ભાવ 45 710 રૂપિયા પર આવ્યો છે.

દરેક જગ્યાએ અલગ અલગ હોય છે ભાવ

image source

સોના અને ચાંદીના ભાવ દરેક શહેરોમાં અલગ અલગ હોય છે. ચાંદીની વાત કરીએ તો આજે તેના ભાવમાં 370 રૂપિયાનો ઘટાડો આવ્યો છે. 1 કિલો ચાંદીનો ભાવ 71130 રૂપિયા પ્રતિ કિલો છે. તો જાણો કયા શહેરમાં કયા ભાવે વેચાઈ રહ્યું છે સોનું અને ચાંદી.

image source

22 કેરેટ સોનાની કિંમત

  • દિલ્હીમાં 45900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  • મુંબઈમાં 44720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  • ચેન્નઇમાં 45000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  • કોલક્તામાં 45800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
image source

24 કેરેટ સોનાની કિંમત

  • દિલ્હીમાં 49,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  • મુંબઈમાં 45,720 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  • ચેન્નઇમાં 49,090 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
  • કોલક્તામાં 49,560 રૂપિયા પ્રતિ 10 ગ્રામ
image source

ચાંદીની કિંમત

  • દિલ્હીમાં 71,130 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
  • મુંબઈમાં 71,130 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
  • ચેન્નઇમાં 76,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ
  • કોલક્તામાં 71,130 રૂપિયા પ્રતિ કિલોગ્રામ

આ રીતે ચેક કરો સોનાની શુદ્ધતા

image source

જો તમે સોનાની શુદ્ધતા જાણવા ઈચ્છો છો તો તમે આ માટે સરકારની તરફથી એક એપ બનાવાયું છે જેનું નામ છે . ‘BIS Care app’. તેની મદદથી તમે સોનાની શુદ્ધતા જાણી શકો છો. આ એપની મદદથી સોનાની શુદ્ધતાની તપાસ નહીં પણ તેની સાથેની ફરિયાદ પણ કરી શકાય છે. આ એપમાં જો સામાનનું લાયસન્સ, રજિસ્ટ્રેશન અને હોલમાર્ક નંબર ખોટો રહેશે તો તેની ફરિયાદ તરત કરી શકાય છે. આ એપની મદદથી ગ્રાહકને ફરિયાદ કરવાની જાણકારી પણ મળી રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!