રાજકોટમાં મ્યુકરમાઈકોસિસનો ખતરો ખુબ વધ્યો, હજુ વધારે 500 કેસ આવે તેવી શક્યતા, સિવિલની બે બિલ્ડિંગમાં વોર્ડ તૈયાર

હાલમાં ગુજરાતમાં જાણે કુદરત રૂઠી હોય એવું લાગી રહ્યું છે, કારણ કે હજુ કોરોના સામે લડાઈ બાકી છે ત્યાં તો બીજો રોગ આવીને ઉભો રહી ગયો. એ સાથે જ બાર સાંધે ત્યાં તેર તૂટે એવો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે સરકાર તેમની રીતે પ્રયત્ન કરી રહી છે કે આ રોગ સામે જજૂમી શકાય. ત્યારે હાલમાં શું પરિસ્થિતિ છે એના વિશે જો વાત કરવામાં આવે તો રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના કેસ વધી રહ્યા છે અને હાલમાં 200 દર્દી દાખલ છે. જોકે હજુ પણ આ સંખ્યા વધીને 500 થઈ જશે તેવી શક્યતા પણ સેવવામાં આવી છે.

image source

તંત્ર પણ આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સિવિલના તંત્રએ 250 બેડની ક્ષમતા વધારીને 500 બેડ કરી છે. તબીબી અધિક્ષક ડો. આર. એસ. ત્રિવેદીના જણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાંથી ઉપરાંત હવે બરોડામાંથી પણ દર્દીઓ મ્યુકરમાઈકોસિસની સારવાર માટે રાજકોટ આવી રહ્યા છે. જેથી ટ્રોમા સેન્ટરમાં 250 બેડની વ્યવસ્થા કર્યા બાદ હવે વધુ દર્દીઓ આવે તેવી શક્યતા હોવાથી ઓપીડી બિલ્ડિંગમાં બીજા બેડની વ્યવસ્થા કરી કુલ ક્ષમતા 500 બેડની કરવામાં આવી છે જેથી વધારે દર્દી આવે તો પણ એમની સારવાર કરવામાં વાંધો ન આવે.

image source

જો સ્ટાફ વિશે વાત કરીએ તો સર્જરી માટે પણ હાલ ત્રણ સર્જનો છે તેમજ ખાનગી હોસ્પિટલના તબીબો સાથે બેઠક કરીને તેમને સર્જરી કરવા માટેની વિનંતી કરી છે અને જેના કારણે તેઓ પણ તૈયાર થયા છે. ટૂંક સમયમાં નામો આપશે કે કોણ ક્યારે સેવા બજાવવા આવશે. હાલમાં તકલીફ એ છે કે મ્યુકરની બીજી તૈયારી તરીકે ઈન્જેક્શન સૌથી મોટી સમસ્યા છે પણ રાજકોટમાં વપરાશ વધુ હોવાથી 2.5 કરોડ રૂપિયાના ઈન્જેક્શન ખરીદાયા છે જેમાં જિલ્લા વહીવટી તંત્રએ ખૂબ જ બહોળો ભાગ ભજવ્યો છે. હવે તંત્ર પણ એ જ વિચારી રહ્યું છે કે જલદીથી જલદી લોકો સાજા થાય અને ગુજરાત ફરીથી નિરામય બને.

image source

ઉલ્લેખનીય છે કે કોરોનામાં અલગ અલગ ગાઈડલાઈન જારી કર્યા બાદ હાલમાં જેણે સૌથી વધુ ચિંતા જગાવી છે તે મ્યુકરમાઈકોસિસ માટે પણ ગાઈડલાઈન જારી કરી છે. આ ટ્રીટમેન્ટ પ્રોટોકોલ માટે આઈસીએમઆરે દેશના 14 તબીબને ક્રેડિટ આપી છે જેમાં રાજકોટની સિવિલ હોસ્પિટલના 4 તબીબ સુપરિન્ટેન્ડેન્ટ ડો. આર. એસ. ત્રિવેદી, પીડિયાટ્રિક્સ વિભાગના વડા ડો. પંકજ બૂચ, ઈએનટી વિભાગના ડો. સેજલ મિસ્ત્રી(ભટ્ટ) તેમજ ઈન્ટર્નલ મેડિસિન વિભાગના ડો. દીપમાલા બુધરાણી પણ સામેલ છે. આ ચારેય તબીબની રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવાઈ છે અને તમામે માત્ર 3 જ દિવસમાં સમગ્ર પ્રોટોકોલ તૈયાર કરી આઇસીએમઆરને મોકલી દીધો હતો તેમજ વીડિયો કોન્ફરન્સમાં પણ ચર્ચા કરી હતી અને બાદમાં સૂચનો માન્ય રાખ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!