કમર અને પેટની ચરબી વધારે હોય તો ખાસ વાંચી લો ‘આ’, અને જાણી લો કોરોનાની સારવારમાં શું થાય છે તકલીફ

ફિટનેસના પ્રતિક સમાન માનવામાં આવતી પાતળી કમર હવે કોરોના વાયરસની સારવાર દરમિયાન પણ કારગત રીતે ઉપયોગી નીવડી શકે છે. આવી જ રીતે જો કમર મોટી હશે તો આપે સમજી જવું જોઈએ કે, તે આપના માટે ચિંતાનો વિષય બની શકે છે.

image source

કોરોના વાયરસની સારવાર દરમિયાન આ વાત સામે આવી છે કે, જો કોઈ દર્દી અન્ય રોગથી પીડાઈ રહી છે તો તે દર્દીની સારવાર કરવામાં અને તે દર્દીને સ્વસ્થ થવામાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. વ્યક્તિનું જાડાપણું હવે કોરોના વાયરસની સારવાર માટે પણ ઘણો મહત્વપૂર્ણ પડકાર સાબિત થઈ રહ્યો છે. મેદસ્વિતા ધરાવતી વ્યક્તિને સ્વસ્થ થવામાં સામાન્ય દર્દી કરતા વધારે સમય લાગી રહ્યો છે, તેમજ મેદસ્વિતા ધરાવતા દર્દીઓને હાઈ વેન્ટીલેશન પ્રેશરની વધારે આવશ્યકતા રહે છે.

image source

ડોક્ટરનું કહેવું છે કે, એવા યુવાનો કે, જેમની કમર છેલ્લા એક વર્ષ દરમિયાન ચરબીના લીધે વધી ગઈ છે તેમને પણ એટલું જ જોખમ રહે છે જેટલું જોખમ કોઈ મેદસ્વી વ્યક્તિને હોઈ શકે છે. એવી વ્યક્તિ જેમનો બોડી માસ ઇન્ડેક્સ ભલે સારો હોય, તો પણ તેમની કમરના ભાગ પર ચરબી હોય છે તો તેમની તુલનાએ પાતળી કમર ધરાવતા દર્દીઓ કોરોના વાયરસથી જલ્દી સ્વસ્થ થઈ જાય છે.

image source

તેમજ હવે જયારે કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લ્હેર ગમે તે સમયે પોતાનું માથું ઊંચકી શકે છે ત્યારે ડોક્ટરનું કહેવું છે કે, લોકોએ પોતાના શારીરિક સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું જોઈએ, જેથી કરીને તેમને કોરોના વાયરસના ગંભીર પરિણામોનો સામનો કરવા માટે સક્ષમ હોય.

એક્સપર્ટસનું શું કહેવું છે?

image source

ગંભીર રોગોની સારવાર આપતા એક્સપર્ટ ડોક્ટર્સનું કહેવું છે કે, પેટ પર દબાણ આવી જવાના લીધે ફેફસાની ક્ષમતા ઘટી જાય છે. પેટ અને છાતીના ભાગ પર ચરબી ભેગી થઈ જવાના લીધે ફેફસા સંકોચાઈ જાય છે અને વ્યવસ્થિત રીતે ફૂલી શકતા નથી. મેદસ્વિતાથી પીડાઈ રહેલ દર્દીઓને લાંબા સમય સુધી બાઈપેપ (લાંબા સમય સુધી શ્વાસ લેવાની મુશ્કેલીથી પીડાઈ રહેલ દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવતું મશીન) અને વેન્ટીલેટરણી જરૂરિયાત હોય છે. જો દર્દીના પેટના ભાગ પર ચરબી ના હોય તો દર્દીની જલ્દી જ સ્વસ્થ થવાની શક્યતા વધી જાય છે.

image source

ડોક્ટર્સ ના મત મુજબ, કોરોના વાયરસની સર્વરમાં ફેફસાનું ફૂલવું એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે અને આ પ્રક્રિયા મેદસ્વિતા ધરાવતા દર્દીઓ અતે કરવું ખુબ જ પીડાદાયક રહે છે. મેદસ્વિતા ધરાવતા દર્દીઓ માટે પ્રોન પોઝીશનનો પણ પ્રયોગ કરી શકાય નહી. એટલું જ નહી જયારે આખો દેશ અત્યારના સમયમાં ઓક્સિજનણી અછત સામે સંઘર્ષ કરી રહ્યો છે ત્યારે ઓક્સિજન માસ્કનું કદ પણ મેદસ્વિતા ધરાવતા દર્દીઓ માટે એક પડકાર સમાન થઈ જાય છે, જે સામાન્ય રીતે પ્રાપ્ત થતું નથી. કોરોના વાયરસના કેસમાં હળવી મેદસ્વિતા પણ દર્દી માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!