કોરોનાના કેસમાં રાહત..છેલ્લા 24 કલાકમાં 3.48 લાખ નવા દર્દીઓ મળ્યા, પણ આ વાતે વધારી ચિંતા, અમારી અપીલ છે હજુ પણ ધ્યાન રાખજો ખાસ

દેશમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. આ સાથે નવા કેસ કરતા રિકવરી રેટ વધ્યો છે. જેનાથી રાહત મળી છે. છેલ્લા 24 કલાકમા દેશમાં 3.48 લાખથી વધુ નવા કેસ થયા છે. એક દિવસમાં 3.55 લાખ લોકો રિકવર થયા છે. પરંતુ ચિંતાની વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 4 હજાર 198 લોકોના મૃત્યુ થયા છે.

દેશમાં રિકવરી રેટ વધ્યો

image source

કોરોનાના નવા કેસ કરતા દેશમાં રિકવરી રેટ વધી રહ્યો છે. એક જ દિવસમાં 3 લાખ 48 હજાર 389 કેસ વધ્યા છે. એક જ દિવસમાં દેશમાં 3 લાખ 55 હજાર 250થી વધુ લોકો સાજા થયા છે. એક જ દિવસમાં દેશમાં 4 હજાર 198 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે.
હાલ દેશમાં એક્ટિવ કેસ 36 લાખ 99 હજાર 661 થયા છે.

આ રાજ્યોમાં પણ ધીરે ધીરે ઘટી રહ્યા છે કેસ

image source

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 40 હજાર 956 કેસ ઘટ્યા છે. મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં 71 હજાર 966 લોકો સાજા થયા છે. કર્ણાટકમાં એક જ દિવસમાં 36 હજાર 510 કેસ આવ્યા છે. કેરળમાં 37 હજાર 290 કેસ, યુપીમાં 20 હજાર 445 કેસ તો દિલ્લીમાં 12 હજાર 481 કેસ, રાજસ્થાનમાં 16 હજાર 80 કેસ, પશ્ચિમ બંગાળમાં 20 હજાર 136 કેસ, મધ્યપ્રદેશમાં 9 હજાર 754 કેસ આવ્યા છે.

ગુજરાતમાં આવી છે કોરોનાની સ્થિતિ, રિકવરી રેટ વધતાં મળી રાહત

image source

છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાના દૈનિક કેસને લઇ રાહતના સમાચાર આવી રહ્યા છે. કોરોના મહામારી ગુજરાતમાં ધીરે-ધીરે હાંફી રહી હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 1 હજાર 990 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે વધુ 118 દર્દીના મોત નીપજ્યા છે. 24 કલાકમાં ગુજરાતમાં રેકોર્ડ બ્રેક અત્યાર સુધીના સૌથી વધુ એક જ દિવસમાં 15,198 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે.અત્યાર સુધીમાં રાજ્યના કુલ 8 હજાર 629 નાગરિકોનો કોરોના ભરખી ગયો છે. છેલ્લી સ્થિતિ પ્રમાણે રાજ્યમાં કુલ 1 લાખ 31 હજાર 832 દર્દી સારવાર હેઠળ છે.

image source

નાજુક સ્થિતિના કારણે 798 દર્દીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. જિલ્લાવાર નોંધાયેલા કેસની વાત કરીએ તો અમદાવાદમાં નવા 3 હજાર 127 કેસ સાથે 18 દર્દીના મોત, સુરતમાં નવા 1055 કેસ સાથે 13 દર્દીના મોત, વડોદરામાં નવા 1057 કેસ સાથે 10 દર્દીના મોત, રાજકોટમાં નવા 553 કેસ સાથે 11 દર્દીના મોત, જામનગરમાં નવા 516 કેસ, 11નાં મોત, ભાવનગરમાં નવા 364 કેસ સાથે 3 દર્દીના મોત, ગાંધીનગરમાં નવા 273 કેસ સાથે 3 દર્દીના મોત, જૂનાગઢમાં નવા 473 કેસ સાથે 10 દર્દીના મોત થયા છે.

સુરતમાં પણ કોરોનાની રફ્તાર ઘટી

image source

સુરતમાં એક મહિના બાદ કોરોના મામલે આંશિક રાહત મળી હોવાનું જાણવા મળ્યું છે. અહીં 35 દિવસ બાદ શહેરમાં 800 કરતા ઓછા કેસ નોંધાયા છે. ગઇકાલે શહેરમાં 790 પોઝિટિવ કેસ નોંધાયા છે અને પોઝિટિવ કરતા ડિસ્ચાર્જ થનાર કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ગઇકાલે 1712 દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. વિસ્તારોની વાત કરીએ તો હજુ પણ સુરતના રાંદેર, અઠવા અને કતારગામમાં સૌથી વધુ કેસ જોવા મળી રહ્યા છે. હાલમાં સુરતમાં કોરોનાના 11 હજાર 613 એક્ટિવ કેસ હોવાનું જાણવા મળ્યું છે.