અજય-કાજોલના ઘરમાં છે એકથી એક ચઢિયાતી ફેસિલિટી, અંદરની તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!

અજય દેવગન અને કાજોલ બોલિવુડનું પાવર કપલ કહેવાય છે. અજય દેવગન અને કાજોલે વર્ષ 1999માં 22 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા. અને હાલ બન્ને એક ખુશહાલ દામ્પત્ય જીવન જીવી રહ્યા છે.

image source

તમને જણાવી દઈએ કે કાજોલ અને અજય દેવગનનો મુંબઈના જુહુ વિસ્તારમાં એક બંગલો છે જેનું નામ છે શિવ શક્તિ.અજય દેવગન અને કાજલનો આ બંગલો મહેલથી જરાય ઓછો નથી. તેમના આ આલિશાન બંગલાની દીવાલો સફેદ છે તેમજ બંગલામાં વુડન વર્ક પણ ગજબનું કરવામાં આવ્યું છે.

image source

અજય અને કાજોલની દીકરી હાલ વિદેશમાં અભ્યાસ કરે છે એટલે હાલ કાજોલ અને અજય સાથે એમનો દીકરો યુગ પણ આ ઘરમાં રહે છે
કાજોલ સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ છે.એ અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના ઘરના ફોટા પોસ્ટ કરતી રહે છે.

image source

દિવાળીના અવસર પર અજય દેવગન અને કાજોલ પોતાના આશિયાનાને ખૂબ જ સુંદર રીતે શણગારે છે. દર વર્ષે દિવાળી વખતના એમના ઘરના ફોટા ખરેખર જોવાલાયક હોય છે

image source

કાજોલ અને અજયના આ બાંગ્લાનો દાદરો લાકડાનો બનેલો છે, જે ખૂબ જ સુંદર લાગે છે અને કાજોલના આ ઘરને એકદમ મહેલ જેવો લુક આપે છે.
કાજોલે પોતાના ઘરની દરેકેદરેક વસ્તુની સજાવટમાં ખાસ કાળજી રાખી છે. ઘરમાં કરવામાં આવેલું વુડન વર્ક પણ જોવાલાયક છે.

image source

અજય દેવગન અને કાજોલના ઘરમાં એક મોટો પૂજરૂમ પણ છે અને એમના આ પૂજરૂમમાં ભગવાન ગણેશની મૂર્તિ છે.

image source

અજય દેવગનના લગ્નને 21 વર્ષ પુરા થયા છે પણ બંને વચ્ચેનો પ્રેમ આજે પણ એવો ને એવો જ છે. કાજોલ અને અજય દેવગન બંને જ બોલિવુડના સફળ કલાકારોમાંના એક છે.અજય દેવગન અને કાજલ બોલીવુડ ના એ કપલ છે જેમની જિંદગીમાં પ્રેમ ખૂબ જ અલગ રીતે થયેલો છે.

image source

બંને લગભગ ૨૫ વર્ષ થી બોલીવુડ ઉપર રાજ કરતા આવી રહ્યા છે. કાજલ પણ બોલિવૂડમાં એવી જ રીતે સફળ થઈ નથી તેણે ફિલ્મોમાં ધીમે ધીમે પોતાની જગ્યા બનાવી અને ત્યારબાદ સફળતાના 25 વર્ષ પણ કાજોલે પૂરા કર્યા છે.

image source

અજય દેવગન ભલે ફિલ્મોમાં સિંઘમ ના એક્શન અને ગુસ્સાવાળો અવતાર જોવા મળતો હોય પણ અસલ જીવનમાં એ ખૂબ જ શાંત છે અને એમનો પરિવાર એમના માટે સર્વસ્વ છે.. .

image source

અજય પોતાની દીકરી ન્યાસાની ખૂબ જ નજીક છે અને એ ન્યાસાને ખૂબ જ પ્રેમ પણ કરે છે. પણ અજય એક શિસ્તના આગ્રહી પિતા છે. એ હંમેશા પોતાના બાળકોને સારા સંસ્કાર આપવાનું પસંદ કરે છે જ્યારે કાજોલ એક કડક સ્વભાવની માતા છે.

image source

અજય હાલ પણ ફિલ્મોમાં ખૂબ જ એક્ટિવ છે પણ એ સાથે જ તે પોતાના પરિવાર પર પણ ખાસ ધ્યાન આપે છે. બાળકોને કારણે કાજોલ હવે ફિલ્મી દુનિયાથી થોડી દૂર ચાલી જઈને બાળકોના ઉછેરમાં વ્યસ્ત છે. અને વધુ સમય ઘર પરિવારને આપવાનું પસંદ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ