જાણો શા માટે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહી છે શ્વેતા, આ ફની મીમ્સ જોઇને તમે પણ નહિં રોકી શકો તમારું હસવાનું

કોરોના કાળમાં લોકોની જીવનશૈલી અને કામ કરવાની રીત પણ બદલી ગઈ છે. તેમાં સૌથી મોટો ફેરફાર થયો છે ઓનલાઈન મીટિંગ કરવાનો. લોકો દેશના કોઈપણ ખુણામાં હોય તેઓ ઓનલાઈન મીટિંગથી જોડાય અને કામ કરી શકે છે. જો કે વર્ક ફ્રોમ હોમ અને આવી ઓનલાઈન મીટિંગોના ગેરફાયદા પણ હોય છે. ઘણીવખત આવા કામ દરમિયાન એવી ઘટના બની જાય છે જેના કારણે લોકો સોશિયલ મીડિયા પર ટ્રેંડમાં આવી જાય છે.

Zoom call recording triggered trend on social media #Shweta
image source

આવું જ કંઈક થયું છે તાજેતરમાં શ્વેતા સાથે. થયું એવું કે એક ઝૂમ મીટિંગનો ઓડિયો વાયરલ થયો છે જેમાં શ્વેતા નામની યુવતી પોતાના પ્રેમની સ્ટોરી શેર કરવા લાગે છે. આ સમય દરમિયાન તેનું માઈક ઓન હોય છે જેથી તેની સ્ટોરી ઝૂમ મીટિંગમાં જોડાયેલા 111 લોકો સાંભળી લે છે.

આ પ્રકારના ઓડિયો અનેકવાર વાયરલ થઈ ચુક્યા છે. જેમાં વધારો શ્વેતાએ કર્યો અને તેનું રેકોર્ડિંગ વાયરલ થયા બાદ હવે સોશિયલ મીડિયા પર શ્વેતા ટ્રેંડ થઈ છે અને સાથે જ મજેદાર મીમ્સ વાયરલ થયા છે.

શ્વેતા ટ્રેંડ થઈ તેનું કારણ છે કે એક ઝૂમ મીટિંગમાં 111 લોકો જોડાયેલા હોય છે. તે દરમિયાન ભુલથી શ્વેતા નામની યુવતીનું માઈક ઓન રહી જાય છે. આ દરમિયાન તેને કદાચ એ વાતનું ધ્યાન નહીં હોય અને તે ફોન પર તેની મિત્ર સાથે પોતાના અફેર, બોયફ્રેન્ડ અને અન્ય સીક્રેટ વાતો શેર કરવા લાગે છે. શ્વેતા જે વાતો કરે છે તે સાંભળીને મીટિંગમાં જોડાયેલા લોકો પણ શરમમાં મુકાય જાય છે તેઓ મીટિંગ દરમિયાન પણ બોલવા લાગે છે કે શ્વેતા માઈક બંધ કર પરંતુ તે તો ગોસિપ કરે જ રાખે છે.

આ ઓડિયો વાયરલ થયા બાદ ટ્વીટર પર શ્વેતા ટ્રેંડ થવા લાગી છે. ટ્વીટર પર શ્વેતા કલાકો સુધી ટ્રેડ કરતી રહી હતી. શ્વેતાએ કરેલી ગોપિસ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થવા લાગી છે. સોશિયલ મીડિયા પર આ રેકોર્ડિંગ સામે આવ્યા બાદ લોકો મીમ્સ દ્વારા પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. એક યૂઝરે મીમ શેર કરી અને લખ્યું છે કે પ્લીઝ શ્વેતા આગળની વાત જણાવ… બીજા એક યૂઝરે લખ્યું છે કે, ફિર સે કહો, કહેતે રહો, અચ્છા લગતા હૈ…

આ મીટિંગનો ઓડિયો વાયરલ થવાનું કારણ એ પણ છે કે કોઈએ આ વાતનું રેકોર્ડિંગ કરી શેર કરી દીધું હતું. જો કે આ વાત પરથી એક વાત એ પણ સાબિત થઈ છે કે મોટાભાગે ઓનલાઈન મીટિંગમાં જોડાયેલા લોકો માઈક ઓફ કરી અને પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ જતા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ