અજાણ હશે સૌ કોઇ આ વાતથી, પ્રિયંકાએ ચોપરાએ લગ્ન પહેલા જ પોતાના સિક્યોરિટી ગાર્ડ પાસે…પૂરી વાત જાણીને તમે પણ ચોંકી ઉઠશો

એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા આજકાલ પોતાની બુકને લઈને ખૂબ જ ચર્ચામાં છે. હાલમાં જ એમની પહેલી બુક અનફિનિશડ રિલીઝ થઈ છે, જેમાં પ્રિયંકાએ પોતાની પર્સનલથી લઈને પ્રોફેશનલ લાઈફ વિશે ઘણા મજેદાર ખુલાસા કર્યા છે અને પોતાના જીવનની હકીકતને બધાની સામે લાવવાનો પ્રયત્ન કર્યો છે. અને હવે એક બીજો મજેદાર ખુલાસો સામે આવ્યો છે, જેમાં પ્રિયંકાએ જણાવ્યું છે કે એ નિકની જાસૂસી કરાવી ચુકી છે. તો ચાલો જાણી લઈએ શુ હતી આખી બાબત.

image source

હાલમાં જ પ્રિયંકાએ પોતાના એક ઇન્ટરવ્યૂમાં પતિ નિક જોનસ સાથે જોડાયેલી ઘણી રસપ્રદ વાતો શેર કરી છે. આ જ ઇન્ટરવ્યૂમાં પીસીએ જણાવ્યું છે કે લગ્ન પહેલા એ નિકની જાસૂસી પણ કરાવી ચુકી છે અને એવું કરવા પાછળનું કારણ પણ મજેદાર છે.

image soucre

આ ત્યારની વાત છે જ્યારે પ્રિયંકા અને નિક ડેટ કરી રહ્યા હતા અને બંનેને ડેટ કર્યાને થોડા જ મહિના વીત્યા હતા. પ્રિયંકા નિક સાથે લગ્ન કરવાનો નિર્ણય કરી ચુકી હતી પણ સાથે જ એ નર્વસ પણ હતી.એ દરમિયાન નિક પ્રિયંકા સાથે ઇન્ડિયા આવ્યા. એ પીસીની ફેમિલીને સરખી રીતે ઓળખતા પણ નહોતા.એવામાં નાઇકી એક દિવસ પ્રિયંકાની મમ્મી સાથે લંચનો પ્લાન બનાવ્યો. જો કે નિક પ્રિયંકાની માતાને ઓળખતા નહોતા તો એવામાં એમનું આમ પોતાની માતાને લન્ચ પર લઈ જવું પ્રિયંકાને ખટકતું હતું. એ ઘણી ટેંશનમાં આવી ગઈ હજી.પ્રિયંકા એ જાણવા માટે આતુર હતી કે આખરે નિક એમની માતાને લન્ચ પર કેમ લઈ ગયા. આખરે એમને સાચું કારણ જાણવાનું નક્કી કર્યું અને પોતાના સિક્યોરિટી ગાર્ડને એમની પાછળ લગાવી દીધા અને એ પણ કહ્યું કે એ બંનેના ફોટા પણ પાડે. પ્રિયંકા જાણવા માંગતી હતી કે આખરે બન્ને કરી શુ રહ્યા છે.

image source

પ્રિયંકા જણાવે છે કે “મને યાદ છે એ દિવસે હું 20 લોકોથી ઘેરાયેલી મિટિંગમાં બેઠી હતી, પણ મારું બધું જ ધ્યાન એ વાત પર હતું કે નિક અને મારી માતા એ ટાઈમે શુ કરી રહ્યા હશે. મને બીક લાગી રહી હતી કે એ બંનેમાંથી કોઈ એવી વાત ન કરી દે જેના કારણે મારે શર્મિન્દા થવું પડે. હું વધુ સમય સુધી આ ટેંશન સહન ન કરી શકી અને મારી સિક્યોરિટી ટીમના એક સભ્યને એ રેસ્ટોરેન્ટમાં ફોટા લેવા મોકલી દીધો જ્યાં એ લોકો લન્ચ માટે ગયા હતા. મેં વિચાર્યું હતું કે હું મારી ક્વોન્ટીકો સ્કીલસથી એમની બોડી લેન્ગવેજથી સમજી જઈશ.

image source

પ્રિયંકાએ આ ઇન્ટરવ્યૂમાં એ પણ માન્યું કે એ દરેક વસ્તુને એના કંટ્રોલમાં રાખવા માંગે છે. એમને બધું જ જાણવાની જલ્દી હોય છે. કોઈપણ પ્રકારનું સિક્રેટ કે સરપ્રાઈઝ એમને બેચેન કરી દે છે. એ જેમ બને એમ જલ્દી બધું જ જાણી લેવાં માંગે છે અને એમની આ આદતને કારણે એમને નિકની જાસૂસી પણ કરાવી લીધી હતી.

image source

જો કે પછી ખબર પડી હતી કે નિક પ્રિયંકાની માતા સાથે લન્ચ પર એટલે ગયા હતા જેથી એમની પાસે લગ્નની પરવાનગી લઈ શકે. નિક જૂન 2018માં ઇન્ડિયા આવ્યા હતા. એ પછી ઓગસ્ટમાં એમની રોકા સેરેમની થઈ અને ડિસેમ્બરમાં લગ્ન થઈ ગયા.

image source

તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને નિક જોનસની જોડીને આખી દુનિયામાં પસંદ કરવામાં આવે છે અને દુનિયા ભરમાં લોકો આ બંનેની કેમેસ્ટ્રીના દીવાના છે. પ્રિયંકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને ઘણીવાર નિક સાથે પોતાના ફોટા શેર કરતી રહે છે જે એમના ફેન્સને ખૂબ જ ગમે છે.

image source

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો હાલમાં ક પ્રિયંકા ચોપરાની ફિલન ધ વ્હાઇટ ટાઇગર રિલીઝ થઈ છે. આ ફિલ્મ એમના ફેન્સને ખૂબ જ પસંદ આવી રહી છે. એ સિવાય હાલમાં જ પ્રિયંકાએ હોલીવુડ ફિલ્મ ટેક્સ્ટ ફોર યુનું શૂટિંગ પૂરું કર્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ