લો બોલો, કાજોલના બાળકો તો ખરા નિકળ્યા, પોતાની મમ્મીની જ આ વાત નથી ગમતી જરા પણ તેમને

કાજોલની ફિલ્મો તેના બાળકો જોવાનું પસંદ નથી કરતાં, પોતે જ કર્યો હેરાનીભર્યો ખુલાસો

image source

બોલિવૂડ અભિનેત્રી કાજોલ તેની ૨૮ વર્ષની ફિલ્મની કારકિર્દીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે, બાઝીગર જેવી બીજી ઘણી ફિલ્મો છે, જેને લોકો હજી પણ વારંવાર જોવાનું પસંદ કરે છે. જો કે, કાજોલના બાળકો પોતે તેની ફિલ્મો જોવામાં સંકોચ રાખે છે. કાજોલ જાતે જ આ મામલે ખુલાસો કર્યો છે.

કાજોલના મતે, જોકે તેમના બાળકો (ન્યસા દેવગન, યુગ દેવગન) મૂવી જોવાનું પસંદ કરે છે અને પોતાની કેટલીક ફિલ્મો જોઇ પણ છે, પરંતુ તેમ છતાં આજે પણ ઘણી એવી ફિલ્મો છે જે તેમના બાળકોએ જોઇ નથી. તેણે આપેલા ઇન્ટરવ્યુમાં કાજોલે કહ્યું હતું કે, ‘મારા બાળકોને ફિલ્મો ખૂબ પસંદ હોય છે, પરંતુ તેઓ મારી ફિલ્મો જોવી પસંદ નથી કરતા.

image source

તેના કહેવા પ્રમાણે, હું ખૂબ રડુ છું, જેને જોઈને તેઓ પણ રડવાનું શરૂ કરે છે. આ જ કારણ છે કે તેઓને મારી ફિલ્મોજોવી પસંદ નથી. કાજોલને બે બાળકો ન્યાસા દેવગન (૧૬ વર્ષ) અને યુગ દેવગન (૯ વર્ષ) છે. જેમાંથી ન્યાસા ઘણીવાર સોશ્યલ મીડિયા પર પોતાના લૂક્સ અને સુંદરતા માટે વર્ચસ્વ રાખે છે.

કાજોલના મત મૂજબ, તેમના બાળકોને લીધે તેની જિંદગીમાં અનેક બદલાવો આવ્યા છે અને તે બદલાવો સકારત્મક છે. કાજોલ કહે છે કે, જ્યારે તેણીને ખબર પડી કે તેણી પહેલીવાર માતા બનવાની છે તો તેના મનમાં પહેલો વિચાર એ જ આવ્યો હતો કે તેણી તેમાં નાપાસ નહી થાય. ૬ મહિનામાં જ તેણીને ખબર પડી ગઇ હતી કે બાળકોને સારી રીતે પરવરિશ અપાવવા માટે પૂરા પરિવારનો સહકાર જોઇશે.

image source

તેની માતા અને દિગ્ગજ અભિનેત્રી તનુજા વિશે વાત કરતા તેણે કહ્યું, ‘મારી માતા અને હું ઘણા સારા સંબંધ રાખીએ છીએ. અમે ક્યારેય ફિલ્મો પર ચર્ચા કરતા નથી કે તેણે કદી મને કહ્યું નથી કે મારે કઈ ફિલ્મ કરવી જોઈએ અને કઈ નહીં. મારી માતાએ બધા નિર્ણયો મારા પર છોડી દીધા. જ્યારે હું ૧૬ વર્ષની હતી, ત્યારે તેઓએ મને મારા પોતાના નિર્ણયો લેવાની છૂટ આપી.

 

View this post on Instagram

 

A post shared by Ajay Devgn (@ajaydevgn) on

અજય દેવગણ અને કાજોલની પુત્રી ન્યાસા ઘણીવાર પોતાની અદભૂત ફેશન સેન્સ માટે સોશિયલ મીડિયા પર હેડલાઇન્સ બનાવે છે. ન્યાસાએ ભલે ફિલ્મોમાં પગ મૂક્યો ન હોય પરંતુ સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ કોઈ સુપરસ્ટારથી ઓછી નથી. તે અમુક કારણોસર ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ ખાસ વાતચીતમાં કાજોલે તેની પુત્રી વિશે ખુલીને વાત કરી હતી. કાજોલ પુત્રી ન્યાસાને તેની મહાન ફેશન વિવેચક માને છે. કાજોલ આ વાતચીતને આગળ વધારીને કહે છે કે ન્યાસા તેમને ફેશનની જ નહીં, સોશિયલ મીડિયાની બાબતમાં પણ ટીપ્સ આપે છે. કાજોલ કહે છે કે અગાઉ પોતે સોશ્યલ મીડિયાથી દૂર રહેતી હતી, પરંતુ તે પછી તેની પુત્રીએ સમજાવ્યું કે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવું કેટલું મહત્વનું છે.

source: news18

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ