અમદાવાદની આ યુવતી ના પાડવા છતાં બસમાં ચઢી ગઈ, પછી એવી માથાકુટ થઈ કે પોલીસને ધક્કો ખાવો પડ્યો

હાલમાં કોરોના ચાલી રહ્યો છે અને સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી છે. ત્યારે એવામાં જનતા છે એટલે બધા જ સુધરેલા હોય એવું ન પણ બને. અવાર નવાર કોઈને કોઈ નિયમોને લઈ બબાલ શરૂ થતી રહે છે. જો કે એકવાત એવી પણ છે કે નિયમો તોડવા માટે જ બનતા હોય છે. ત્યારે હાલમા અમદાવાદથી એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. તો આવો વિગતે વાત કરીએ આ કિસ્સાની. આમ જોવા જઈએ તો અત્યારસુધી કોરોનાની માર્ગદર્શિકાનું પાલન કરાવતી વખતે પોલીસ અને પ્રજા સાથે ઘર્ષણ થતું હતું. છેલ્લાં કેટલાક સમયમાં માસ્ક ન પહેરવા બદલ દંડાત્મક કાર્યવાહી કરતી વખતે પોલીસ સાથે બોલાચાલી કે ઘર્ષણના અનેક બનાવો સામે આવ્યા છે.

image soucre

પરંતુ જોવા જેવી વાત એ છે કે હવે એએમટીએસ બસના કંડકટર પણ આ વાતમાંથી બાકાત રહ્યા નથી. ક્ષમતા કરતા વધારે મુસાફરો બસમાં બેસી જતા કંડક્ટરે કેટલાક લોકોને બસમાંથી નીચે ઉતર્યા હતા. આ સમયે એક મહિલાએ બસમાંથી નીચે ઉતરવા માટે ના કહી દીધી હતી અને એવી તો જીદ પકડી કે કંડક્ટરે પોલીસ બોલાવવી પડી હતી. મળતી માહિતી પ્રમાણે સૈજપુર બોઘા રોડ પર રહેતા સાહિલ પ્રજાપતિએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ આપી છે કે ગઇકાલે તેઓ સતાધાર સોસાયટીથી નરોડા તરફના રૂટ પર જઈ રહ્યા હતા ત્યારે શાહીબાગ ઓપીડી એએમટીએસ બસ સ્ટેન્ડ ખાતે તેઓએ બસ ઊભી રાખી હતી.

બસ ઊભી રહેતાં જ એક પછી એક પેસેન્જર તેમની બસમાં બેસવા લાગ્યા હતા. જોકે, ક્ષમતા કરતા વધુ પેસેન્જર બસમાં બેસી ગયાં હતાં. જેથી સરકારે જાહેર કરેલી કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરાવવા માટે કંડક્ટરે કેટલાક મુસાફરોને બસમાંથી નીચે ઉતર્યા હતા. જોકે, આ વખતે એક યુવતીએ બસમાંથી નીચે ઉતરવાનો ઇન્કાર કર્યો હતો. યુવતીએ જીદ પકડી હતી કે તે બસમાંથી નીચે નહીં ઉતરે.

image source

પરંતુ ગુસ્સે થયેલી યુવતીએ કંડક્ટરને કહ્યું હતું કે, “હું છેલ્લા એક કલાકથી બસની રાહ જોઈ રહી છું. હું બસમાંથી નીચે નહીં ઉતરું. હું ઊભા ઊભા જઈશ. વાટાઘાટો ચાલતી રહી અને યુવતીએ તેની જીદ પર અડગ રહેતા અંતે બસના ડ્રાઇવરે પોલીસ બોલાવી હતી. જે બાદમાં કંડક્ટરે યુવતી સામે સરકારી કામમાં રુકાવટ બદલ ફરિયાદ આપી હતી. ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાની પ્રકોપ ચાલી રહ્યો છે ત્યારે બસમાં તેની કુલ ક્ષમતા પ્રમાણે મુસાફરો બેસાડવામાં નથી આવતા.

image source

આ સિવાય જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં એક અકસ્માત ભારે ઘટના વધી રહી છે. ત્યારે અમદાવાદ શહેરમાં વધુ એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. રાણીપ બસ ડેપો તરફ જઇ રહેલી બીઆરટીએસ બસ શહેરના અખબારનગર અન્ડરબ્રિજમાં આખી બસ જ ઘુસી જતા બસના બે ફાડિયા થઈ ગયા હતા.આ અકસ્માતમાં ડ્રાઈવરની તબિયત બગડી હોવાનું જાણવા મળ્યું છે. BRTS બસ શહેરના અખબારનગર અન્ડરબ્રિજ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે એક ટૂ-વ્હીલરચાલક સામે આવી ગયો હતો, ટૂ-વ્હીલરચાલકને બચાવવા જતાં આ અકસ્માત થયો હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત મળી રહી છે. જો કે સદનસીબે બસમાં મુસાફરો ન હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ