આ ઉપાયોથી કબજીયાતની સમસ્યામાંથી મળશે છૂટકારો, લાંબો સમય સુધી નહિં બેસી રહેવું પડે ટોયલેટમાં

કબજિયાત એટલે મળમાં સમસ્યા થવી. તમે તો જાણો જ છો કે કબજિયાત એવી સમસ્યા છે જે કોઈપણ ઉંમરે થઈ શકે છે. પરંતુ જો તમને લાંબા સમયથી આ સમસ્યા છે અને તમે હજી સુધી તેની કોઈ સારવાર કરી નથી, તો પછી આ સમસ્યા આગળ વધીને તમારા માટે ગંભીર બીમારીનું કારણ બની શકે છે.

image source

તો આજે અમે તમને એવા જ કેટલાક ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી તમે કબજિયાત જેવી સમસ્યાથી સરળતાથી મુક્તિ મેળવી શકો છો.

1 – સૂકા જાંબુ

image source

– 6 સૂકા જાંબુ

– અડધી ચમચી મધ

– અડધો ચમચી જીરું પાવડર

– 1 કપ ગરમ પાણી

પીણું બનાવવાની રીત –

આ માટે સૌથી પેહલા સૂકા જાંબુને 5 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી રાખો. આ પછી જાંબુના બીજ કાઢો અને બાકીનું પાણી અને જાંબુને બ્લેન્ડરથી સારી રીતે પીસી લો. હવે તેમાં મધ અને જીરું પાવડર મિક્સ કરો. ફરીથી બ્લેન્ડરને એક મિનિટ માટે ચલાવો. તમારા સુકા જાંબુનો રસ તૈયાર છે. નિયમિત આ રસ પીવાથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

2 – નાશપતી

image source

– 2 નાશપતીનો

– 2 ચમચી લીંબુનો રસ

– 1 ચપટી કાળું મીઠું

પીણું બનાવવાની રીત –

સૌથી પેહલા નાશપતીના નાના ટુકડા કરી લો અને તેને બ્લેન્ડરમાં ગ્રાઇન્ડ કરો. પીસ્યા પછી, તેને ગાળીને તેનો રસ કાઢો. ત્યારબાદ રસમાં લીંબુનો રસ અને કાળું મીઠું મિક્સ કરો. તમારા નાશપતીનો રસ તૈયાર છે.

3. સફરજન

image source

– 1 સફરજન

– અડધી ચમચી વરિયાળીનો પાવડર

– અડધો કપ પાણી

સૌથી પેહલા સફરજન કાપો અને બ્લેન્ડરમાં ગ્રાઇન્ડ કરો. ગ્રાઈન્ડ કર્યા પછી તેમાં પાણી ઉમેરો અને 1 મિનિટ માટે તેને થોડું મિક્સ કરો. હવે તેને એક ગ્લાસમાં ગાળી લો અને તેની ઉપર વરિયાળીનો પાઉડર નાખીને બરાબર મિક્ષ કરો. તમારા સફરજનનો રસ તૈયાર છે.

4. નારંગી

image source

– 1 કપ નારંગી

– 1 ચપટી કાળું મીઠું

પીણું બનાવવાની રીત –

પેહલા નારંગીના ટુકડા કરો અને બ્લેન્ડરની મદદથી નારંગીનો રસ સારી રીતે કાઢો. હવે તે રસને એક ગ્લાસમાં ગાળી લો અને ઉપર કાળું મીઠું નાખીને તેને મિક્સ કરી લો. તમારો નારંગીનો રસ તૈયાર છે.

5. લીંબુ

image source

– અડધું લીંબુ

– 1 કપ ગરમ પાણી

– 1 ચમચી મધ

– અડધો ચમચી જીરું પાવડર

પીણું બનાવવાની રીત –

image source

એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ, મધ અને જીરું પાવડર નાખી બરાબર મિક્ષ કરી લો. તમારા લીંબુનો રસ તૈયાર છે. આ પીણું તમારા કબજિયાતની સમસ્યા હંમેશ માટે દૂર કરીને તમને સ્વસ્થ રાખશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ –

આ વેબસાઈટ પર આપેલા નુસખા, આયુર્વેદ તથા નેચરલ પધ્ધતિઓ, ફીટનેસ ટિપ્સ તથા કસરત વગેરે દરેક બાબતો દરેક વ્યક્તિની તાસીર અનુસાર કામ કરે છે. કોઈ એક વ્યક્તિને થયેલ ફાયદો કે નુક્સાન બધાને જ થાશે એવું માનવું જોઈએ નહીં. તમારા ડોક્ટરને મળીને અથવા પૂછીને જ કોઈ પણ પ્રયોગ અપનાવવો જોઈએ. મોટા ભાગના આવા પ્રયોગો નિર્દોષ હોય છે. પણ, ક્યારેક તાસીર અનુસાર તકલીફ પણ પડી શકે.

આપણું પેજ “હેલ્થ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

આપના સહકારની આશા સહ,

ટીમ હેલ્થ ગુજરાત