કબજીયાત, કફથી લઇને આ અનેક સમસ્યાઓને દૂર કરે છે હિંગ, જાણો આ માટે કેવી રીતે કરશો હિંગનો ઉપયોગ

હિંગનો ઉપયોગ આમ તો દાળ શાક વધારવામાં થાય છે પણ ઘણા રોગોના નિવારણ માટે પણ હિંગ અક્સીરચે. હિંગના સેવનથી કફ અને વાયુ નથી થતો. યોગ્ય પ્રમાણમાં હિંગનો હંમેશા પ્રયોગ કરવો જોઈએ. એ ખૂબ જ લાભદાયક છે. એટલુ જ નહીં હિંગના અનેક ઔષધીય ગુણો પણ છે..

image source

1. 2 ચમચી સરસવના તેલમાં 1 ગ્રામ હિંગ, 2 કળી લસણ અને ચપટી સિંધવ મીઠું સાંતળી લો. જ્યારે હિંગ બળી જાય ત્યારે તેલને ગાળીને એક બોટલમાં ભરી રાખો. કાનમાં દુખાવો કે પછી સણકા મારતા હોય તો બે બે ટીપાં તેલ રોજ કાનમાં નાખો. એક અઠવાડિયા સુધી રોજ આવું કરવાથી કાનમાં દુખાવો કે સણકા મારતા બંધ થઈ જશે.

2.હિંગને ઘીમાં સાંતળી લો. પછી મરી, વાયબીડંગ, કુંઠ, સિંધવ મીઠું અને સાંતળેલી હિંગ બધું જ 5-5 ગ્રામ લઈને બરાબર પીસી લો પછી એને ચાળીને એક બોટલમાં ભરી લો. ખાંસી થાય ત્યારે અડધો કે એક ગ્રામ ચૂર્ણ મધમાં ભેળવીને સવાર સાંજ ચાટો. આ ઉપાય ફક્ત એક જ અઠવાડિયામાં ચમત્કાર દેખાડી શકે છે.

image source

3. રસોળીનો દુખાવો હોય તો એક બિયા કાઢેલી દ્રાક્ષ લઈને એમાં બે ગ્રામ શેકેલી હિંગ ભેળવીને ચાવી જાઓ. એની ઉપર બે ઘૂંટડા ગરમ પાણી પી લો. અસર થતા જરાય વાર નહિ લાગે. બીજા દિવસે ફરી એકવાર આવું જ કરો. રોગ જડમૂળમાંથી મટી જશે.

image source

4. હિંગ, સૂંઠ અને મુલેઠીં 2-2 ગ્રામ લઈને પીસી લો. પછી એમાં મધ ભેળવીને ચણાના આકારની ગોળીઓ બનાવી લો. જમ્યા પછી એક ગોળી સવારે અને એક ગોળી રાત્રે ચુસો. કબજિયાતમાં રાહત મળશે ,

5. હિંગને દારૂમાં પલાળીને સુકવી લો. એને બે રતી માખણ સાથે ખાવાથી ખાંસી, શ્વાસ અને દૂષિત કફ વિકારમાં ખૂબ જ લાભ થાય છે.

image source

6. હિંગ, સિંધવ મીઠું અને ઘી 10- 10 ગ્રામ લઈને 120 મિલી ગૌમૂત્રમાં ભેળવી લો. એને એટલું ઉકાળો કે ફક્ત ઘી જ બાકી રહે. આ ઘી પીવાથી આંચકી આવતી હોય તો દૂર થાય છે.

7. હિંગ, મરી અને કપૂર દરેક વસ્તુ 10 10 ગ્રામ અને અફીણ 4 ગ્રામ લઈને આદુના રસમાં 6 કલાક સુધી પલાળી રાખો. પછી એમાંથી નાની નાની ગોળીઓ બનાવી લો. એક કે બે ગોળી દિવસમાં ત્રણ વાર લેવાથી ઝાડા થઈ ગયા હોય તો એમાં રાહત મળે છે.

image source

8. હિંગ, કપૂર અને કેરીની ગોટલી સરખા ભાગે લઈને ફુદીનાના રસમાં પીસીને ચણા જેટલી ગોળીઓ બનાવી લો. ચાર ચાર કલાકે આ ગોળી લેવાથી કોલેરામાં ફાયદો થાય છે.

9. ઘીમાં શેકેલી હિંગ ઘી સાથે ખાવાથી પ્રેગ્નેન્ટ સ્ત્રીને આવતા ચક્કર મટી જાય છે.

10.હિંગનું ચાર માશા ચૂર્ણ વિસ તોલા દહીં ભેળવીને પીવાથી અને બપોરે ફક્ત દહીં ભાત ખાવાથી કે ફકી દહીંનું જ સેવન કરવાથી ત્રણ દિવસમાં જ નારુંના રોગમાંથી મુક્તિ મળે છે.

image source

11. પેટમાં ગેસ થયો હોય, પેટ ફૂલીને ઢોલ જેવું થઈ ગયું હોય, પેટમાં દુખાવો થતો હોય તો નાભિની આજુબાજુ અને પેટ પર હિંગનો લેપ કરવાથી થોડા સમયમાં જ આરામ મળે છે.

12. હિંગ અને અફીણ બરાબર ભાગે લઈ એમાં તલનું તેલમાં સારી રીતે પીસીઓ. આ મલમ કંઠમાળ પર લગાવવાથી કંઠમાળ પાકીને ફૂટી જાય છે અને આરામ મળે છે..

image source

13 હિંગને પાણીમાં ઉકાળી એ પાણીથી કોગળા કરવાથી દાંતનો દુખાવો દૂર થાય છે. જો દાંત પોલા હોય તો એમાં હિંગ ભરી દેવાથી દાંતના જીવાણુ મરી જાય છે અને દાંતનો દુખાવો દૂર થાય છે..

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ