આ ઓનલાઇન પેમેન્ટ થઇ જશે બંધ, પૈસા હોય તો જલદી ઉપાડી લો નહિં તો પડશે મોટી ખોટ

આ ઓનલાઈન પેમેન્ટ વૉલેટ બંધ થવા જઈ રહ્યું છે, પૈસા ઉપાડી લો નહીંતર ખોટ ખાવાનો વારો આવશે

image source

છેલ્લા કેટલાક સમયથી વોડાફોનની સ્થિતિ કફોડી થઈ પડી છે. ભારતીય રિઝર્વ બેંકે વોડાફોન m-pesaનું લાયસન્સ કેંસલ કરી દીધું છે.

આરબીઆઈ દ્વારા લાયસન્સ રદ કર્યા બાદ હવે વોડાફોન m-pesa પર પોતાનો વ્યવહાર ચાલુ નહીં રાખી શકે.

image source

હવે વોડાફોનની m-pesa વૉલેટ પાસે એવો કોઈ જ અધિકાર નહીં રહે જેનાથી તેઓ પ્રીપેઇડ ઇન્સ્ટ્રુમેંટ તરીકે પેમેટની સુવિધા પોતાના ગ્રાહકો પાસે ઉપલબ્ધ કરાવી શકશે. આરબીઆઈએ આ માહિતિ મંગળવારે આપી હતી.

image source

m-pesaના ગ્રાહકોને ગભરાવાની જરૂર નથી

જો કે m-pesaના ગ્રાહકો તેમજ વેપારીઓએ આરબીઆઈના આ નિર્ણયથી ગભરાવાની કોઈ જ જરૂર નથી કારણ કે POS હેઠળ ગ્રાહકો પોતાના નાણા માટે દાવો કરી શકશે.

image source

ગ્રાહકો તેમજ વેપારીઓને સંપૂર્ણ હક રહેશે કે લાયસન્સ કેન્સલ થયા બાદ ત્રણ વર્ષ સુધી તેઓ પોતાના નાણા માટે દાવો કરી શકશે અને કંપની પાસેથી પૈસા પાછા મેળવી શકશે. જોકે વોડાફોનનું આ વિવાદ પર કહેવું છે કે તેણે પોતે જ આરબીઆઈને પોતાની આ સેવા બંધ કરવા અરજ કરી હતી.

image source

તમને જણાવી દઈ કે ગયા વર્ષે વોડાફોન-આઈડીયાએ નક્કી કર્યું હતુ કે તે પોતાની m-Pesa એપના વ્યવહારને બંધ કરશે. તે પહેલાં આદિત્ય બિરલા આઇડિયા પેમેન્ટ્સ બેંક લિમિટેડને બંધ કરવામા આવી હતી.

આ પેમેન્ટ બેંક બંધ થયા બાદ વોડાફોન અને આઇડિયા એકબીજા સાથે જોડાયા હતા. 2015માં આરબીઆઈએ લગભગ 11 પેમેંટ બેંકને લાયસન્સ આપ્યા હતા. અને તે જ વખતે m-Pesa એપને પણ લાયસન્સ આપવામાં આવ્યું હતું.

image source

તો હવે વધારે મોડું કર્યા વગર m-Pesa માં જો તમારા રૂપિયા જમા હોય તો તેને ઉપાડી લેવા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ