સંજય દત્તની પત્ની માન્યતા આગળ અનેક હિરોઇનો પડે આ બાબતે પાછળ, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો સાચી વાત…

બૉલીવુડ અભિનેતા સંજય દત્તની પત્ની માન્યતા દત્ત લાંબા સમયથી ફિલ્મોથી દૂર છે પણ આજે પણ સુંદરતા અને સ્ટાઈલની બાબતમાં માન્યતા દત્ત ઘણી બૉલીવુડ અભિનેત્રીઓને ટક્કર આપે છે. માન્યતા દત્ત સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે. એ ઘણીવાર પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફેમિલીને ફોટા શેર કરતી દેખાય છે. તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર માન્યતા દત્તની સારી એવી ફેન ફોલોઇંગ પણ છે. તો ચાલો એક નજર નાખીએ માન્યતા દત્તના અમુક ફોટા પર, જેને જોઈને તમે પણ એમની સુંદરતાના દીવાના થઈ જશો.

मान्यता दत्त
image source

માન્યતા દત્તે વર્ષ 2008માં સંજય દત્ત સાથે લગ્ન કર્યા હતા. માન્યતા દત્ત અને સંજય દત્તના બે જુડવા બાળકો છે જેમના નામ છે ઈકરા દત્ત અને શાહરાન દત્ત. બંનેનો જન્મ 21 ઓક્ટોબર 2010માં થયો હતો. માન્યતા દત્ત ઘણીવાર પોતાના બંને બાળકો સાથે ફોટા પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરતી રહે છે તમને જણાવી દઈએ કે હાલ માન્યતા દત્ત સંજય દત્તના પ્રોડક્શન હાઉસની સીઈઓ છે.

मान्यता दत्त
image source

માન્યતા અને સંજયની પહેલી મુલાકાત ત્યારે થઇ જયારે સંજય દત્તે માન્યતાની સી ગ્રેડ ફિલ્મ લવર્સ લાઈફ અસ ના રાઇટ્સ ખરીદી લીધા. આ ફિલ્મ સંબંધિત મીટિંગ પછી, માન્યતા સીધા સંજય દત્તને મળવા જવા લાગ્યા. આ પછી સંજય દત્ત અને માન્યતાએ ફોન પર વાત શરૂ કરી અને બંને નજીક આવી ગયા. વર્ષ 2008 માં સંજય દત્તે ગોવામાં માન્યતા દત્ત સાથે લગ્ન કર્યા હતા અને હાલમાં બંને બે બાળકોના માતા-પિતા છે.

मान्यता दत्त
image source

બહુ ઓછા લોકો જાણતા હશે કે બૉલીવુડ અભિનેતા સંજય દત્તની પત્ની માન્યતા દત્ત પણ એક મુસ્લિમ પરિવાર સાથે સંબંધ ધરાવે છે. વાત જાણે એમ છે કે પહેલા એમનું નામ દિલનવાઝ શેખ હતું. જ્યારે એ બોલીવુડમાં આવી તો એમને પોતાનું નામ સારા ખાન રાખી લીધું હતું. પણ કેઆરકેની ફિલ્મ દેશદ્રોહમાં એમનું નામ માન્યતા રાખવામાં આવ્યું હતું. એ પછી લોકો એમને માન્યતાના નામથી ઓળખે છે.

मान्यता दत्त
image source

થોડા દિવસ પહેલા માન્યતા દત્તે પરિવાર સાથે પોતાનો એક ફોટો શેર કર્યો હતો જેને લોકોએ ખૂબ જ પસંદ કર્યો હતો. આ ફોટામાં માન્યતા દત્ત પોતાના પતિ સંજય દત્ત અને બાળકો સાથે દેખાઈ. ફોટામાં સંજય દત્ત, માન્યતા દત્ત અને એમના બાળકો ઈકરા દત્ત અને શહરાન દત્ત દેખાઈ રહ્યા છે. એ દરમિયાન માન્યતા દત્ત વ્હાઇટ ડ્રેસમાં દેખાઈ હતી.

मान्यता दत्त
image source

માન્યતા દત્ત થી લગ્ન કરવા ની પહેલા સંજય દત્ત એ રિચા શર્મા થી લગ્ન કર્યા હતા અને એ તેમની પહેલી પત્ની હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!