કોરોના ફરી રાક્ષસ બનીને આવતા અમદાવાદમાં શું લેવાયો મોટો નિર્ણય, જાણી લો 8 વાગ્યાથી શું થઇ જશે બંધ

સોમવારે અચાનક અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 8 વોર્ડ નારણપુરા, મણિનગર, પાલડી, થલતેજ, નવરંગપુરા, અંકુર, બોડકદેવ, જોધપુરના રેસ્ટોરેન્ટને સોશિયલ ડિસ્ટનસિંગનો ભંગ કરવાના બહાનાથી બંધ કરાવ્યા હતા. એના કારણે લોકોમાં ભારે રોષ દેખાઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે ગુજરાતમાં સોમવારે કોરોનાના 555 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ ગુજરાતમાં કુલ કેસની સંખ્યા 2,73,941ની થઈ છે. અને કુલ મોતની સંખ્યા 4,416 થઈ છે. છેલ્લા 24 કલાક દરમિયાન 482 દર્દી સાજા થયા હતા. સાજા થનાર દર્દીની સંખ્યા 2,66,313 પર પહોંચી છે. રિકવરી રેટ 97.22 પર પહોંચ્યો છે.

આ ઉપરાંત અત્યાર સુધીમાં ગુજરાત રાજ્યમાં કુલ 15,01,253 લોકોને રસીનો પહેલો ડોઝ અપાઈ ચૂક્યો છે. જ્યારે 3,57,654 લોકોને રસીનો બીજો ડોઝ અપાયો છે

સોમવારે રાત્રે 8 વાગે અમદાવાદ મહાનગરપાલિકાએ કોરોના ગાઈડ લાઈનનુંપાલન થતું નથી એમ જણાવીને તાત્કાલિક ખાણી-પીણી બજાર તથા રેસ્ટોરન્ટ બંધ કરાવી દીધા હતા.

તો બીજી બાજુ શહેરમાં પાંચ ટી-20 મેચ પણ યોજાવાની છે. અને આ મેચ માટેની બધી જ ઓનલાઈન ટિકિટ બુક થઈ ગઈ છે.
આ સિવાય ગુજરાત સરકાર દ્વારા શાળાઓ પણ શરૂ કરવામાં આવી છે. રિવરફ્રન્ટમાં સરકાર દ્વારા ફાર્મ ફ્રેશ ફેસ્ટિવલ પણ ચાલી રહ્યો છે જ્યાં પણ લોકોની ભીડ ભેગી થાય છે. એવામાં નાગરિકોનો સવાલ એ છે કે જો રેસ્ટોરન્ટ અને ખાણીપીણી બજાર ગાઈડલાઈનના નામે બંધ કરાવાતા હોય તો બીજા કાર્યક્રમો પર કેમ કોઈ નિયમ લાદવામાં નથી આવતો.?

મ્યુનિસિપલ કોર્પોરેશનના હેલ્થ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડો. ઓમ પ્રકાશના જણાવ્યા મુજબ શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. હોટલો તેમજ રેસ્ટોરેન્ટમાં સોશિયલ ડિસ્ટન્સિંગ તેમજ કોરોનાની અન્ય ગાઈડલાઈનનું પાલન નથી કરતા. જેથી આજે તમામ ખાણી-પીણી બજારોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું છે અને જ્યાં પાલન ન થાય ત્યાં બંધ કરાવવા આદેશ કરવામાં આવ્યા છે.

હવે પછીના દિવસોમાં પણ જ્યાં જ્યાં રેસ્ટોરાં અને ખાણી-પીણીની જગ્યા પર સોશિયલ ડિસ્ટન્સ માર્કિંગ મુજબ નહીં જોવા મળે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે.

તંત્રનું કહેવું છે કે અમદાવાદના 8 વોર્ડમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. એ ઉપરાંત આ વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સ પણ ન જળવાતું હોવાનું તંત્ર.નું માનવું છે.

image source

સોમવારે એસજી હાઈવે, અંકુર, વસ્ત્રાપુર, બોડકદેવ, લૉ-ગાર્ડન, મણિનગર, નવરંગપુરા, પાલડીમાં જેવા વિસ્તારોમાં રાત્રે 8 વાગે હોટેલ અને રેસ્ટોરન્ટ બંધ કરાવાઈ હતી. લો-ગાર્ડન હેપી સ્ટ્રીટ સહિત કેટલાક વિસ્તારની હોટેલમાં તો લોકોને જમતા-જમતા અધવચ્ચે ઉઠાડી મુકવામાં આવ્યા હતા. એ પછી લોકો ભારે આક્રોશમાં દેખાઈ રહ્યા છે.

તંત્રની આ હરકત બાદ લોકોએ પોતાનો ઉભરો ઠાલવતા કહ્યું, કોર્પોરેશનની ચૂંટણી વખતે નેતાઓએ રેલીઓ કરી હતી જેમાં હજારોની ભીડ એકઠી થઈ હતી

આ ઉપરાંત મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી બે ટેસ્ટ મેચમાં પણ હજારો પ્રેક્ષકો એકઠાં થયા હતા. આ સમયે તંત્ર કોરોનાના કેસ વધવાની અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાતું હોવા અંગે સંપૂર્ણ રીતે મૌન રહ્યું હતું.હકીકતમાં ચૂંટણી પછી જ કોરોનાના કેસમાં વધારો થયો છે.

તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણય બાદ પશ્ચિમ અમદાવાદમાં આવેલી 3 હજાર જેટલી હોટલ અને રેસ્ટોરન્ટ એટલે કે 60 ટકા જેટલી હોટેલ અને રેસ્ટોરન્ટને તેની સીધી અસર થશે.

image source

સોશિયલ ડિસ્ટન્સનું પાલન નહીં થતું હોવાનું કહી સોમવારે કોર્પોરેશને શહેરના ઘણા વિસ્તારોમાં રેસ્ટોરેન્ટ બંધ કરાવવા માટે.મોટી સંખ્યા ભેગી કરી હતી. જો કે, વાત વણસતાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના ડાયરેક્ટર હર્ષદરાય સોલંકીએ સ્પષ્ટતા કરી હતી કે, અમે હોટેલ માલિકો અને લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સમજાવ્યા હતા. અમારી વાત માનીને હોટેલ માલિકોએ જાતે જ હોટેલો બંધ કરી દીધી હતી.

તમને જણાવી દઈએ કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી-20 ક્રિકેટ મેચની મોટાભાગની ટિકિટો વેચાઈ ગઈ છે. સ્ટેડિયમમાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગની સમસ્યા ઊભી થાય છે.

કોર્પોરેશન જો આ જ પ્રકારે સોશિયલ ડિસ્ટન્સિંગના નામે ઝુંબેશ ચલાવશે તો મેચના આયોજન પર પણ પ્રશ્નો ઉભા થઇ શકે એટલે તંત્ર મંગળવારે પોતાનો આ નિર્ણય બદલી શકે એવી શક્યતાઓ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ