5 હજાર ફૂટથી પણ વધુ ઉંચાઈ પર આવેલી છે આ હોટલ, વાઈ-ફાઈથી લઈને મળે છે આવી જોરદાર સુવિધાઓ

જો તમારે કોઈ હોટલમાં જવું હોય અને તમારે 60 હજાર પગથીયા ચઢીને જવાનું થાય તો કદાચ તમે ન જાવ. પરંતુ એક એવી હોટલ છે જ્યાં પ્રવાસીઓ 60 હજાર પગથીયા ચઢીને જાય છે. આ હોટલ ચીનમાં આવેલી છે. આ ભવ્ય હોટલ ઉંચા પર્વત પર બનાવવામાં આવી છે.

60 હજાર પગથીયા ચઢવા પડે છે

image soucre

અહીં પહોંચવા માટે પ્રવાસીઓને 60 હજાર પગથીયા ચઢવા પડે છે. આ હોટલ વિશ્વની અન્ય હોટલોથી પણ સારી સુવિધાઓ પ્રદાન કરે છે. આ હોટલ વિશ્વની અન્ય હોટલોથી તદ્દન અલગ છે. ચીનમાં યલો માઉન્ટન પર બનેલી આ હોટલનું નામ ઝેડ સ્ક્રીન હોટલ છે. હોટલ જમીનથી 1830 મીટરની ઉંચાઇએ બનાવવામાં આવી છે.

આ હોટેલમાં તમામ પ્રકારની લક્ઝરી સુવિધા

image source

અહીં પહોંચ્યા પછી હંગશાન પર્વતમાળાના ભવ્ય દૃશ્ય જોવા મળે છે. તે વિશ્વની એકમાત્ર હોટેલ છે જે આટલી ઉંચાઇ પર બનાવવામાં આવી છે. આટલી ઉંચાઇએ હોવા છતાં આ હોટેલમાં તમામ પ્રકારની લક્ઝરી સુવિધા આપવામાં આવે છે. તમને અહીં સ્પા અને સ્વિમિંગ પૂલની તમામ સુવિધાઓ પણ મળે છે.

વાઇ-ફાઇની સુવિધા પણ મળશે

image soucre

તમને જાણીને આશ્ચર્ય થશે કે જો કોઈ હોટેલ સુધી પહોંચવા માટે સીડીનો ઉપયોગ ન કરવા માંગતો હોય તો તેના માટે કુલીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ કુલી તેમને ખુરશી પર બેસાડીને ઉપર લઈ જાય છે. પ્રવાસીઓ માટે કેબલ કારની સુવિધા પણ ઉપલબ્ધ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કોઈ નાના હોટલ નથી. આ હોટેલમાં 65 Suites અને ઓરડાઓ છે. તેમા તમને વાઇ-ફાઇની સુવિધા પણ મળશે. જો તમે સામાન સાથે હોટલમાં જાઓ છો, તો તમારે તમારો સામાન ખભા પર ઉંચકીને જવો પડશે.

દુબઈમાં વિશ્વની સૌથી ઉંચી હોટલ

image soucre

તમને જણાવી દઈએ કે દુબઈમાં વિશ્વની સૌથી ઉંચી હોટલ આવેલી છે. આ હોટલનું નામ ગેવોરા છે.આ હોટલ પેરિસના એફિલ ટાવર કરતા 56 મીટર ઉંચી છે. હોટલ 75 માળ ધરાવે છે. તેમાં 528 જેટલા ગેસ્ટ રૂમ્સ અને સુટસ છે. આ સિવાય તેમાં 4 જેટલી રેસ્ટોરન્ટ પણ છે. હોટેલ ગેવોરાની ઉંચાઇ 356 મીટર એટલે કે 1 હજાર 186 ફૂટ છે. સોનાથી મઢેલી હોટેલ ગેવોરા 75 માળની છે.

image soucre

આ હોટલના પ્રવેશદ્વાર સોનાથી મઢેલા છે. જેમાં 528 રૂમો છે. જેમાં 232 ડિલક્સ રૂમ, 265 રૂમ ડિલક્સ રૂમ અને 31 ટુ બેડરૂમ સ્યુટ છે. અહી આવનાર ગેસ્ટ આ હોટેલની બારીમાંથી માણી શકશે દુબઈ શહેરનો નજરો.હોટલ ગેવોરા 101,શેખ ઝાયદ રોડ પર દુબઈ ઈન્ટરનેશનલ ફાયનાન્સ સેક્ટર પાસે આવેલી છે. તેટલું જ નહિ પણ 356 મીટરની ઉંચાઇ પર હોટલની છત પર સ્વીમીંગ પુલ પણ છે. આ હોટલમાં કનિદૈ લાકિઅ ચાર રેસ્ટોરન્ટ, ઓપન એર સ્વિમિંગ પૂલ, જાકુઝી અને હેલ્થ ક્લબ પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ