હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં વરસાદને લઇને કરી મોટી આગાહી, આ તારીખોમાં પવન સાથે પડશે છૂટોછવાયો વરસાદ

રાજ્યમાં 3 જૂનથી 6 જૂન દરમિયાન વરસાદ થવાની આગાહી હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. હવામાન ખાતાની આગાહી અનુસાર સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં 3થી 6 જૂન સુધીમાં હળવો અને છૂટોછવાયો વરસાદ થઈ શકે છે. હળવાથી મધ્યમ વરસાદ સાથે પવન પણ ફૂંકાશે. જો કે હવામાનમાં આવેલા પલટાના કારણે તાપમાનનો પારો ઘટ્યો છે. જેના કારણે બળબળતા તાપથી લોકોને રાહત મળી છે. તાપમાન આ દરમિયાન 33થી 37 ડિગ્રી રહેશે.

image source

હવામાન વિભાગની આગાહી અનુસાર અરબ સાગરમાં સાયક્લોનિક સરક્યુલેશન છે. જેના કારણે ગત બે દિવસથી પ્રિમોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે આકાશમાં ભેજવાળા વાદળો છવાયેલા જોવા મળે છે. પ્રિમોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે અને અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સરક્યુલેશનના કારણે આગામી ત્રણ દિવસ સુધીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન ખાતા દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

image source

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતી કાલે સુરત, તાપી, નવસારી, વલસાડ અને ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે. આ સાથે ઉત્તર ગુજરાતમાં દાહોદ અને આણંદ જિલ્લામાં પણ વરસાદ થવાની શક્યતા છે. વરસાદની સાથોસાથ 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની પણ આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સુધી મહત્તમ તાપમાન 33થી 37 ડિગ્રી રહે તેવી સંભાવના છે.

image source

જણાવી દઈએ કે તાઉતે વાવાઝોડા બાદથી તાપમાનમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 10 દિવસથી તાપમાન 30 ડિગ્રીથી પણ નીચે નોંધાઈ રહ્યું છે. જેના કારણે લોકોને બળબળતા તાપમાંથી રાહત મળી છે પરંતુ વાદળછાયા વાતાવરણના કારણે રાજ્યભરના શહેરોમાં બફારો યથાવત રહે છે. બપોરના સમયે બફારાના કારણે લોકોનું બહાર જવાનું અટકે છે. અહી તાપમાનનો પારો ઘટવાની સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ 68 ટકા નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિ કલાક 11 કિમી નોંધાઈ હતી.

image source

હવામાન વિભાગની આગાહી અને જૂન મહિનાની શરૂઆત સાથે જ સુરતમાં ફ્લડ કંટ્રોલ રુમ કાર્યરત કરી દેવામાં આવ્યો છે. આ કંટ્રોલ રુમ આગામી 31મી ઓક્ટોબર સુધી કાર્યરત રહેશે. સુરત સિંચાઈ વિભાગ, ઉકાઈ ડેમ તેમજ સુરત શહેર અને જિલ્લામાં કંટ્રોલ રુમનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. હવે વરસાદ અને ઉકાઈ ડેમની જળ સપાટી સંબંધિત તમામ વિગતો કંટ્રોલ રૂમ પરથી મળી શકશે. હાલની વાત કરીએ તો ઉકાઈ ડેમની સપાટી 317 ફૂટ પર પહોંચી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!