રૂપિયા ન મળતા જૂનાગઢમાં પુત્રએ 65 વર્ષની માતાને માર્યા ફડાકા, લજવાયું માવતર

ગુજરાતીમાં કહેવત છે કે માં તે માં બીજા બધા વગડાના વા. પણ આજના આ આધુનિક કહેવાતા જમાનાના દીકરાઓ પોતાને જન્મ આપનારી સગી માતા સાથે પણ ખરાબ વર્તન કરતા શરમાતા નથી. જેને નવ નવ મહિના પેટમાં રાખીને માતાએ પ્રેમથી ઉછેર્યા હોય એવા કપૂતો માતાને તરછોડતા એકવાર પણ વિચાર નથી કરતા. આવી જ એક ઘટના હાલમાં જૂનાગઢ જિલ્લામાંથી સામે આવી છે.

image soucre

જૂનાગઢની એકવૃદ્ધ માતા જેમની ઉંમર 65 વર્ષની છે તેનો 45 વર્ષનો પુત્ર દારુડીયો છે અને રોજ માતા પાસે દારુ પીવાના પૈસા માંગે છે.જ્યારે માતાએ એને પૈસા આપવાની ના પાડી તો આ કપૂત દીકરાએ માતાને ત્રણ ફડાકા ઝીંકી દીધા અને ધમકી આપી કે પૈસા આપ નહી તો તને પતાવી દેવી છે. આ અંગેની ફરિયાદ પોલીસ દફતરે નોંધાઈ છે.

image soucre

જુનાગઢ નાગરવાડામાં ઢેબર ફળીયામાં રહેતા ભાવનાબેન પરિમલભાઈ વોરા કે જેમની ઉંમર 65 વર્ષ છે તેમના પતિ જીઈબી બોર્ડમાં નોકરી કરતા હતા. હાલ તેઓ નિવૃત જીવન પસાર કરી રહ્યા છે અને પેરેલીસીસના કારણે પથારીવશ જ છે. આ દંપતીના સંતાનમાં બે દીકરામાંથી નાનો દીકરો મૃત્યુ પામ્યો છે. જયારે મોટો દીકરો બ્રીજેશ કે જેની ઉંમર 45 વર્ષની છે તે કોઈ કામ ધંધો કરતો નથી અને આ દીકરાના લગ્ન પણ થયા હતા પણ તેને પણ છુટાછેડા આપી દીધેલ હતા.

પોતાના વૃદ્ધ માતા-પિતા સાથે રહેતા બ્રીજેશને દારુ પીવાની કહું જ ખરાબ ટેવ હતી. જેના કારણે એ વારંવાર માતા પાસે દારૂ ખરીદવું માટે પૈસા માંગતો. આ ઉપરાંત ઘણીવાર આ દીકરો દારુ પીને માતા પિતા સાથે મારકુટ પણ કરતો હતો.

image soucre

એક દિવા પુત્રએ ઝગડો કરી દારુ પીવાના પૈસા માંગ્યા હતા જ્યારે તેની માતાએ પૈસા આપવાની ના પાડી તો તેને ધમકી આપી હતી કે મને ડોશી પૈસા આપ નહી તો આજે તને પતાવી જ દેવી છે તેમ કહી ધકકો મારી પછાડી દઈ બ્રીજેશ ભાગી છુટયો હતો. અને કહ્યું હતું કે હું આવુ ત્યાં સુધીમાં પૈસાની સગવડ કરી રાખજે. એ બાદ આ સમગ્ર બાબતે આ કપૂત દીકરાની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

image soucre

આ પહેલા પણ આવી ઘણી ઘટનાઓ સામે આવી છે જેમાં વૃદ્ધ માતા પિતાના સંતાનો એમના માતા પિતાને શારીરિક તેમક માનસિક ત્રાસ આપી રહ્યા હોય. એવામાં હવે વિચારવું રહ્યું કે આપણી આવનારી પેઢીમાં માતા પિતા પ્રત્યેના માન સમ્માન અને પ્રેમની લાગણીઓ જીવતી રાખવા માટે કેવા ઉપાય કરી શકાય

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong