પૂ. હરિપ્રસાદ સ્વામી થયા અક્ષરધામ નિવાસી: શનિવાર સુધી ભક્તો કરી શકશે અંતિમ દર્શન, 1 ઓગસ્ટે થશે અંતિમ સંસ્કાર

ભારતભરના જ નહી પણ વિશ્વભરના હરિભક્તો માટે અત્યંત દુઃખદ સમાચાર આજે સામે આવ્યા છે. ગત મોડી રાત્રે 11 કલાકે વડોદરામાં સોખડા સ્વામિનારાયણ મંદિરના હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ નિવાસી થયા છે. 88 વર્ષની ઉંમરે તેમનું નિધન થતા હરિભક્તોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે . સ્વામીજી બીએપીએસના પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ ભાઈ હતા. તેમણે સોમવારે મોડી રાત્રે 11 કલાકે વડોદરાની ભાઈલાલ અમીન હોસ્પિટલમાં નશ્વર દેહ છોડયો હતો. જાણવા મળ્યાનુસાર તેઓની તબિયત છેલ્લા ઘણા લાંબા સમયથી નાદુરસ્ત રહેતી હતી. જેની સારવાર પણ ચાલી રહી હતી.

image soucre

પૂજ્ય હરિપ્રસાદ સ્વામીના દેશ વિદેશમાં રહેતા લાખો ભક્તો આ સમાચારથી આઘાતમાં સરી પડ્યા છે. આજે વહેલી સવારે યોગી ડિવાઈન સોસાયટી દ્વારા તેમના સ્વામી હરિપ્રસાદના નિધનની પુષ્ટિ કરવામાં આવી હતી. આ સિવાય હરિધામ સોખડા દ્વારા પણ ટ્વીટ કરીને સ્વામીજીના અક્ષરવાસ વિશે જાણકારી આપવામાં આવી હતી. આ સમાચારથી વડોદરા જ નહીં પરંતુ વિશ્વભરમાં ફેલાયેલા તેમના ભક્તોમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

આજે યોગી ડિવાઈન સોસાયટીના સાધુ પ્રેમસ્વરૂપદાસ, સાધુ સંતવલ્લભદાસ, સાધુ ત્યાગ વલ્લભદાસ, વિઠ્ઠલદાસ પટેલ અને સેક્રેટરી અશોકભાઈએ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું કે યોગી ડિવાઈન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મિય સમાજના પ્રાણધાર પ્રગટ ગુરૂ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને આજે 26 જુલાઈએ રાત્રે 11 કલાકે સ્વતંત્ર થતા અક્ષરધામમાં બિરાજી ગયા છે. સોસાયટી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ” અનુપમ આત્મીયતા, અનેરી સરળતા, આગવી સહજતા, અનહદ સુહૃદભાવ અને અપ્રતિમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ એવા પરમ પૂજ્ય સ્વામીજીએ તેમની આ પૃથ્વીપટની પ્રભુપ્રેરિત યાત્રા દરિમયાન પ્રભુભક્તિ અને ગુરુભક્તિના અનોખા સમન્વયનું દર્શન કરાવ્યું.

1934માં જન્મેલા સ્વર્ગસ્થ હરિપ્રસાદ સ્વામીજી બીએપીએસ સંપ્રદાયના સંત પ્રમુખ સ્વામી મહારાજના ગુરૂભાઈ હતા. જણાવી દઈએ કે ગત 23 મેના રોજ હરિપ્રસાદ સ્વામીજીનો 88મો પ્રાગટ્ય દિવસ ભક્તોએ ઉજવ્યો હતો. તેઓ બહોળો અનુયાયી વર્ગ ધરાવત હતા. આજે તેમના નશ્વર દેહને સવારે સોખડા ખાતે લઈ જવાયો હતો. ત્યારબાદ તેમને

image socure

સોખડાના સંત હરિપ્રસાદ સ્વામીના અંતિમ દર્શન અને અંતિમ સંસ્કાર અંગેનો સમગ્ર કાર્યક્રમ શું હશે તેના વિશે પણ યોગી ડિવાઈન સોસાયટી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ભક્તો માટે તેમના અંતિમ દર્શનની વ્યવસ્થા મંગળવાર 27 જુલાઈથી શનિવાર 31 જુલાઈ સુધી રાખવામાં આવશે.

image socure

31 જુલાઈ સુધી તેમના સ્વામી હરિપ્રસાદના દેહને જાહેર અંતિમ દર્શન માટે રખાશે જ્યારે રવિવાર અને 1 ઓગસ્ટના રોજ તેમના અંતિમ સંસ્કાર વિધીપૂર્વક કરવામાં આવશે. ભકતો માટે અંતિમ દર્શન કરવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. સંત હરિપ્રસાદ સ્વામીના અક્ષરવાસી થવા પર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ શોકની લાગણી વ્યક્ત કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong