અરેરેરે! દિપીકા રણવીરને આપી ના અપાય એવી ચેતવણી, જાણીને ઝાટકો લાગશે તમને પણ

ચાલુ ઇવેન્ટમાં જ દીપિકાએ રણવીરને પકડાવી દીધું પોતાનું શોપિંગ લિસ્ટ અને વસ્તુઓ લીધા વગર પાછા નહીં આવવાની ચેતવણી પણ આપી દીધી.

image source

રણવીર સિંઘ અને દીપિકા પાદુકોણના રોમાન્સની ચર્ચા લગ્ન પહેલાં પણ તેટલી જ થતી હતી અને લગ્ન બાદ પણ તેટલી જ થાય છે પણ લગ્ન બાદ તેમાં પતિ-પત્નીના સંબંધના કારણે થોડો તડકો પણ ઉમેરાય છે.

આજે ઇન્ડસ્ટ્રીમાં તેમને બેસ્ટ કપલ માનવામાં આવે છે. તેઓ સોશિયલ મિડિયા પર પણ ફુલ એક્ટિવ રહે છે. પોતાના ફેન્સને પોતાની ફિલ્મોથી માંડીને પોતાના અંગત જીવનની ઝલક તેઓ સોશિયલ મિડિયા દ્વારા તસ્વીરો શેર કરીને કે પછી વિડિયો શેર કરીને આપતા રહે છે અને તેને લાખો વાર પસંદ પણ કરવાં આવે છે.

image source

તો વળી ક્યારેક સોશિયલ મિડિયા પર એકબીજાની ટાંગ ખેંચતા પણ તેઓ જોવા મળે છે.

દીપિકા પાદુકોણ પોતાની ફિલ્મ છપાકની રિલિઝ બાદ નવરાશની પણો એન્જોય કરી રહી છે તો રણવીર સિંઘ પોતાની આવનારી ફિલ્મ 83ના પ્રમોશનમાં વ્યસ્ત થઈ ગયો છે.

image source

રણવીરે તાજેતરમાં જ આ ફિલ્મનું મોશન પોસ્ટર પોતાના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર શેર કર્યું છે જેમાં પત્ની દીપિકાએ કંઈક એવી કમેન્ટ કરી છે કે ભલભલાનું ધ્યાન તેની કમેન્ટ તરફ ખેંચાયા વગર ન રહે.

image source

આ ફિલ્મના પોસ્ટરના લોન્ચ માટે ચેન્નાઈ ખાતે એક મોટી ઇવેન્ટનું આયોજન કરવામા આવ્યું છે. આ ફિલ્મ 1983ના ક્રિકેટ વર્લ્ડકપ પર આધારિત છે, જ્યારે ભારતે પ્રથમવાર વર્લ્ડકપ જીત્યો હતો. પણ પોસ્ટર લોન્ચ માટે ચેન્નઈ રવાના થતા પહેલાં રણવીરે શનિવારે પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh) on

જેના કેપ્શનમાં રણવીરે લખ્યુ હતું, ‘કપિલના ડેવિલ્સ ચેન્નઈમાં તોફાન લાવવા જઈ રહ્યા છે.’ ત્યારે રણવીરની આ તસ્વીર પર દીપિકાએ લખ્યું છે, ‘શ્રી કૃષ્ણામાંથી 1 કિલો મૈસૂર પાક અને હૉટ ચિપ્સથી સ્પાઇસી પોટેટો ચિપ્સના બે ½ કિલોના પેકેટ લીધા વાગર પાછો ન આવતો.’

 

View this post on Instagram

 

A post shared by Ranveer Singh (@ranveersingh) on

દીપિકાની આ કમેન્ટ બાદ રણવીરનું પોસ્ટર રહ્યું બાજુ પર પણ લોકોએ દીપિકાની કમેન્ટ પર ઘણી બધી પ્રતિક્રિયાઓ આપવી શરૂ કરી દીધી હતી. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં રણવીર સિંઘ કપિલ દેવનું પાત્ર ભજવી રહ્યો છે તો દીપિકા પાદુકોણ કપીલ દેવની પત્ની રોમી દેવનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ 10મી એપ્રિલના રોજ રિલિઝ થઈ રહી છે.

image source

આ ફિલ્મમાં રણવીર સિંઘ ઇન્ડિયન ક્રિકેટ ટીમ કેપ્ટન કપિલ દેવના પાત્રમાં જોવા મળશે જ્યારે સુનીલ ગાવસ્કરના પાત્રમાં તાહિર રાજ ભસીન જોવા મળશે.

image source

શ્રીકાંતની ભૂમિકામાં જીવા, મોહિંદર અમરનાથની ભૂમિકામાં સાકિબ સલીમ, યશપાલ શર્માની ભૂમિકામાં જતિન સરના, સંદીપ પાટિલના પાત્રમાં ચિરાગ પાટિલ, કીર્તિ આઝાદના પાત્રમાં દિનકરશર્મા, રોજર બિન્નના પાત્રમાં નિશાંત દહિયા, મદન લાલના પાત્રમાં હાર્ડી સંધૂ, સૈયદ કિરમાણીના પાત્રમાં સાહિલ ખટ્ટર, બલવિંદર સિંહ સંધૂના પાત્રમાં એમી વિર્ક, દીલીપ વેંગસકરના પાત્રમાં આદિનાથ કોઠારે, રવિ શાસ્ત્રીના પાત્રમાં ધાયરા કરવા, સુનીલ વાલ્સનના પાત્રમાં આર બદ્રી અને પીઆર માન સિંહના પાત્રમાં પંકજ ત્રિપાઠી જોવા મળશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ