ક્યા બાત…ગુજરાતીઓ માટે ખુશીના સમાચાર આપ્યા CM વિજય રૂપાણીએ, જાણો માં અંબાના દર્શન શું કહી આ મોટી વાત

તાજેતરમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને રાજ્યભરમાં ભવ્ય જીત હાંસલ થઈ છે. ભાજપે કેટલીક જગ્યાએ તો કોંગ્રેસનો ગઢ ગણાતી બેઠકો પર પણ ઐતિહાસિક જીત હાંસલ કરી છે. તેવામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પરીવાર સાથે અંબાજીના દર્શને પહોંચ્યા હતા અને માં અંબાના આશીર્વાદ લીધા હતા.

image source

મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી એ આ તકે રાજ્યના વિવિધ યાત્રા ધામો શ્રધ્ધા આસ્થા કેન્દ્રો અંબાજી સોમનાથ પાલીતાણા દ્વારિકા વગેરે જગ્યાએ દર્શનાર્થીઓ ઝડપથી પહોંચી શકે અને દર્શન કરી શકે તેવી સુવિધા ઊભી કરવા માટે આ યાત્રા ધામો ને હેલિકોપ્ટર સેવા જેવી હવાઈ સેવા થી જોડીને વધુ સુગ્રથિત કરવાની નેમ વ્યક્ત કરી હતી.

image source

અંબાજીમાં આદ્યશકિત માં ના દર્શન કરી પ્રચાર માધ્યમો સાથેની વાતચીત માં મુખ્યમંત્રી એ કહ્યું કે આ હેતુસર રાજ્ય સરકારે આ વર્ષના બજેટ માં જોગવાઈ પણ કરવામાં આવી છે. મુખ્યમંત્રી એ યાત્રાધામ અંબાજી માં ડેવલપમેન્ટ પ્લાન અને માસ્ટર પ્લાન ઝડપથી પૂર્ણ કરીને તેના આધાર ઉપર અંબાજી મંદિરની ભવ્યતા વિશાળતા ઊભી કરવામાં આવશે તેમ પણ કહ્યું હતું.

વિજય ભાઈ રૂપાણીએ અંબાજી નો વેલ પ્લાન્ડ સિટી તરીકે વિકાસ કરીને આ પવિત્ર ધામ ના દર્શને આવતા લાખો શ્રધ્ધાળુઓને પ્રાથમિક સુવિધાઓ સહિત ની સેવા પૂરી પાડવા અંબાજી ડેવલપમેન્ટ ઓથોરિટી ને વધુ સુદ્રઢ બનાવવા ની પણ વિસ્તૃત જાણકારી આપી હતી.

તેમણે કહ્યું કે આ સંદર્ભમાં એક ઉચ્ચસ્તરીય કમિટીની બેઠક પણ આગામી દિવસોમાં ગાંધીનગરમાં યોજવા નું પણ આયોજન કર્યું છે.

image source

ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલાની દોડધામ વચ્ચે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કોરોનાગ્રસ્ત પણ થયા હતા. તેઓ વડોદરા ખાતે સભા સંબોધીત કરતી વખતે બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમના ટેસ્ટ થયા બાદ સામે આવ્યું કે તેમને કોરોના થયો છે. તેઓ હોસ્પિટલમાં સારવાર દરમિયાન પણ સતત સક્રિય રહ્યા હતા.

ચૂંટણી પૂર્વે કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં તેઓ રાજકોટ મતદાન કરવા પણ આવ્યા હતા. ત્યારબાદ પરિણામોમાં ભાજપને ભવ્ય જીત મળ્યા બાદ તેમણે વિવિધ શહેરોમાં સભા પણ યોજી હતી. જો કે કોરોનાથી મુક્ત થયા બાદ પણ મુખ્યમંત્રી પહેલીવાર અંબાજીના દર્શને પહોંચ્યા હતા.

image source

અહીં તેમણે અંજલીબેન રુપાણી સાથે માતા અંબાની પૂજા અર્ચના કરી હતી અને માતાજીને પ્રાર્થના કરી હતી કે તેઓ રાજ્યની પ્રજા પર પોતાની કૃપાદ્રષ્ટિ રાખે. તેમણે પૂજા અર્ચના કોવિડના પ્રોટોકોલ અનુસાર કરી હતી. ગુજરાત વિકાસ યાત્રામાં સતત આગળ વધતું રહે, ગુજરાતની પ્રજા સ્વસ્થ રહે અને માતાના આશીર્વાદ મળતા રહે તેવી તેમણે પ્રાર્થના કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!