મોમ એશને આરાધ્યાએ આપી આટલી મોટી સરપ્રાઇઝ, અંદરની તસવીર જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!

બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન લાંબા સમયથી ફિલ્મોથી પણ દૂર છે પરંતુ તેના સ્ટારડમ અને ફેન ફોલોવિંગમાં જરા પણ ઘટાડો થયો નથી. ઐશ્વર્યા હાલ ફિલ્મોમાં તો સક્રિય નથી પરંતુ પોતાના પરિવાર સાથે બીઝી છે અને તેમને જ પુરો ટાઈમ આપી રહી છે. જો કે ઐશ્વર્યા રાય સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે અને તેના માધ્યમથી તે પોતાના ફેન્સ સાથે પણ કનેક્ટેડ રહે છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર ફોટો અને વીડિયો શેર કરે છે.

image source

તાજેતરમાં પણ ઐશ્વર્યા રાયે એક ખાસ તસવીર શેર કરી છે. આ તસવીર શેર થયાની સાથે જ ચર્ચામાં આવી ગઈ છે. આ ફોટો છે આરાધ્યાએ બનાવેલા ક્રાઉનની. ઐશ્વર્યાએ ઈંસ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, “ આ ક્રાઉન મારી દીકરી આરાધ્યાએ મારા માટે બનાવ્યું છે. આ ક્રાઉન મારા માટે ખૂબ કીમતી છે અને મને આ સરપ્રાઈઝ ખૂબ પસંદ આવી છે. તેનાથી ઘણી જૂની યાદો તાજી થઈ ગઈ છે. કદાચ આ મારા માટે અત્યાર સુધીની સૌથી બેસ્ટ ગિફ્ટ છે. “

image source

ઐશ્વર્યાએ બોલિવૂડમાં એન્ટ્રી કર્યા બાદ અનેક હીટ ફિલ્મોમાં કામ કર્યું છે. તેની હીટ ફિલ્મોમાં હમ દિલ દે ચુકે સનમ, દેવદાસ, રાવણ, જોધા અકબર જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. વર્ષ 2007માં ઐશ્વર્યાએ બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. લગ્નના થોડા વર્ષ પછી ઐશ્વર્યાએ દીકરી આરાધ્યાને જન્મ આપ્યો હતો. લગ્ન અને દીકરીના જન્મ બાદ ઐશ્વર્યા લાંબો સમય ફિલ્મોથી દૂર રહી હતી. પરંતુ થોડા વર્ષોથી તે ફિલ્મો પર કામ કરવા લાગી છે.

image source

વર્ષ 1994માં મિસ ઈંડિયા સ્પર્ધા યોજાઈ હતી જેમાં અનેક યુવતીઓએ ભાગ લીધો હતો. જેમાં બોલિવૂડ એક્ટર સુષ્મિતા સેન વિનર થઈ હતી. જ્યારે ઐશ્વર્યા રાયનું મિસ ઈંડિયા બનવાનું સપનું પૂર્ણ થઈ શક્યું ન હતું. ઐશ્વર્યા રાય સ્પર્ધામાં છેલ્લા પ્રશ્નોનો જવાબ આપી શકી નહીં અને ત્યારે સુષ્મિતા સેનને વિજેતા ઘોષિત કરવામાં આવી હતી.

image source

આ સ્પર્ધા બાદ ઐશ્વર્યા રાયે મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભાગ લીધો. આ સ્પર્ધામાં શરુઆતથી જ ઐશ્વર્યાનો દબદબો રહ્યો હતો. ઐશ્વર્યાએ વર્ષ 1994માં મિસ વર્લ્ડનો ક્રાઉન જીત્યો હતો. ત્યારબાદ તેણે બોલિવૂડમાં દમદાર એન્ટ્રી કરી. તેની પહેલી સફળ ફિલ્મ ઈરુવાર હતી. તેણે હિંદી ઉપરાંત અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું છે.

આ તમામ યાદો તાજા ઐશ્વર્યાની દીકરી આરાધ્યાએ કરી દીધી છે. ઐશ્વર્યાને દુનિયાની સૌથી બેસ્ટ માતાનો ખિતાબ આરાધ્યાએ આપ્યો છે. ઐશ્વર્યાએ આ ખિતાબને દુનિયાની બેસ્ટ ગિફ્ટ ગણાવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!