કરોડોની સંપત્તિના માલિક છે આ ભીખારીઓ, જાણીને નહીં આવે વિશ્વાસ

દુનિયાના દરેક વ્યક્તિ પોતાના પરિવારની સાથે પોતે જ જીવિકા ચલાવવાને માટે નોકરી કે ફરી કોઈ કામ કરે છે. વ્યક્તિ કેટલું કમાય છે તે તેની લાઈફસ્ટાઈલથી જાણી શકાય છે. પરંતુ એક વર્ગ એવો પણ છે કે જેની જીવનશૈલીની મદદથી તમે તેની આવકનો અંદાજ લગાવી શકતા નથી. અને તે વર્ગ છે ભીખારી વ્યક્તિઓનો. કેટલાક ભીખારીઓ એવા પણ છે જેમની આવક સાંભળીને તમને હેરાની થશે અને શક્ય છે કે તમારી આવકથી પણ તેમની આવક ઘણઈ જ વધારે હોય. તો જાણો ભારતના પાંચ સૌથી અમીર ભીખારીઓને વિશે.

image source

જેની પાસે ન ફક્ત એપાર્ટમેન્ટ છે પણ સારું અને ખાસ્સું બેંક બેલેન્સ પણ છે. આમછતાં તેઓ સડક પર ભીખ માંગવાનું કામ કરે છે. એક રિપોર્ટ અસાર સૌથી અમીર પાંચ ભીખારીના નામમાં સૌથી પહેલું નામ આવે છે મુંબઈના પરેલ વિસ્તારમાં ભીખ માંગનારા ભરત જૈનનું. તેમની પાસે મુંબઈમાં 2 ફ્લેટ છે જેની કુલ અનુમાનિત કિમત 140 લાખ રૂપિયા છે. એટલે કે તેમની પાસે 1 કરોડ 40 લાખની સંપત્તિ છે. રિપોર્ટના અનુસાર ભરત જૈન દર મહિને ભીખ માંગીને 75000 રૂપિયા કમાઈ લે છે.

image source

અમીર ભીખારીના નામમાં બીજા ક્રમે કોલકત્તાની લક્ષ્મીનું નામ છે. મળતી માહિતી અનુસાર લક્ષ્મી જ્યારે 16 વર્ષની હતી ત્યારે તેઓએ કોલકત્તામાં ભીખ માંગવાનું શરૂ કરી દીધું હતું. 1964થી ત્યાં સુધી તેઓએ ભીખ માંગીને લાખો રૂપિયાની સંપત્તિ મેળવી છે. આજના સમયમાં લક્ષ્મી રોજ 1000 રૂપિયા માંગીને કમાઈ લે છે.

image source

અમીર ભીખારીના લિસ્ટમાં મુંબઈની ગીતાનો નંબર ત્રીજો છે. રિપોર્ટ અનુસાર તે મુંબઈના ચરની રોડ પાસે ભીખ માંગે છે. કહેવાય છે કે ભીક માંગીને રૂપિયા ભેગા કરીને તેણે એક ફ્લેટ લીધો છે. રોજના 1500 રૂપિયા તે ભીખ માંગીને કમાઈ લે છે. આ રીતે જોઈએ તો તેની મહિનાની આવક 45 હજાર રૂપિયા થાય છે.

image source

ટોપ 5 ભીખારીમાં ચોથા નંબરે ચંદ્ર આઝાદનું નામ આવે છે. 2019માં એક રેલ દુર્ઘટનામાં તેનું મોત થયું છે. જેના પછી પોલીસ તપાસમાં તેની સંપત્તિ સામે આવી છે. તેના બેંક ખાતામાં 8.50 લાખ રૂપિયા હતા અને સાથે 1.5 લાખ કેશ હોવાનું પણ સામે આવ્યું છે.

image source

પાંચમા નંબરે જે ભીખારી છે તે બિહારની રાજધાની પટનાના પ્લેટફોર્મ પર ભીખ માંગનારા પપ્પૂ છે. તે અમીર ભીખારીઓના લિસ્ટમાં પાંચમા નંબરે છે. એક દુર્ઘટનામાં તેઓએ પોતાનો પગ ખોવ્યો છે. આ પછી તેઓ ભીખ માંગવા લાગ્યા. તેઓ રેલ્વે સ્ટેશનો પર ભીખ માંગે છે. મીડિયા રિપોર્ટનું માનીએ તો પપ્પૂની પાસે 1.25 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

હવે તો તમને પણ આ ભીખારીઓની સંપત્તિ જાણીને નવાઈ લાગતી હશે, કે દિવસના આટાલ રૂપિયા કમાઈ લે છે સાથે તેમની પાસે આટલી મોટી રકમના ઘર પણ છે. છતાં તેઓ ભીખ માંગવાનું કામ કરે છે.