આ દેશમાં જો તમે વેક્સિન લેશો તો Tinder ડેટીંગ એપ પર બ્લુ ટિક, એક વર્ષનુ સબસ્ક્રિપ્શન ફ્રી

દેશમાં લગભગ 18 કરોડ લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. અમેરિકા પોતાની વસ્તીના 38.9 ટકા લોકોને અને બ્રિટન કુલ વસ્તીના 32.7 ટકા લોકોને વેક્સીન આપી ચૂકી છે. જે લોકોને વેક્સીન અપાઈ છે તેમની ઉંમર 50 વર્ષથી વધુ હોવાની માહિતી મળી રહ્યા છે. હવે દેશના યુવાધનને વેક્સીનેટ કરવાની પ્રક્રિયા કેટલીક જગ્યાઓએ શરૂ કરાઈ છે.

image source

યુવાઓને વધારે ઝડપથી વેક્સીન આપી શકાય તે માટે મંત્રીઓએ કેટલાક ખાસ નુસખા અપનાવ્યા છે. અમેરિકા અને બ્રિટનના મંત્રીઓએ વેક્સીનને રોલ આઉટને વધારવા માટે ડેટિંગ એપનો ઉપયોગ શરૂ કર્યો છે. અમેરિકામાં 5 કરોડ અને બ્રિટનમાં 1.80 કરોડ લોકો અલગ અલગ ડેટિંગ એપનો ઉપયોગ કરે છે. જેમાંથી 60 ટકા લોકો સિંગલ હોય છે. ડેટિંગ એપ્સ પર તેમના મેચ મળવાની શક્યતા 40 ટકા હોય છે. સરકારે ડેટિંગ એપ્સની મદદથી યુવાનોને વેક્સીન આપવાનો પ્લાન બનાવ્યો છે.

શું છે સરકારનો ખાસ પ્લાન

image source

સરકાર યુવાઓને અનેક ઓફર આપી રહી છે જેમાં એકાઉન્ટને વેરિફાય કરવું, બ્લૂ ટીક આપવી, સુપર લાઈક જેવા ફીચર પણ ફ્રીમાં મળી રહ્યા છે. વેક્સીનેશનમાં લોકોની રૂચિ વધે તે માટે સરકાર ટિંડર, બંબલ, હિંજ, હર, ઓકેક્યુપિડ અને કેચ નામના ડેટિંગ એપ જેવી કંપનીઓની મદદ લઈ રહી છે.

આ તારીખ સુધીમાં 70 ટકા યુવાઓને વેક્સીનેટ કરવાનું છે લક્ષ્ય

image source

અમેરિકાના રાષ્ટ્રપતિ જૉ બાયડને કહ્યું છે કે તેઓ જુલાઈ 2021 સુધીમાં 70 ટકા યુવાઓને વેક્સીનનો પહેલો ડોઝ આપી દેવાય તેવી વ્યવસ્થા કરી રહ્યા છે. પરંતુ એક સર્વેમાં એમ પણ કહેવાઈ રહ્યું છે કે અહીં 18-34 વર્ષના 42 ટકા યુવાઓ વેક્સીન લેવામાં રસ ધરાવતા નથી. અહીં યુવાઓમાં વેક્સીનેશન માટે રસ વધારવા માટે કેટલીક ડેટિંગ એપ્સ જેવી કે ટિંડર, બંબલ, હિંજ, હર, ઓકેક્યુપિડ અને કેચનો ઉપયોગ કરાઈ રહ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!