અહીં જડીબુટ્ટીથી કોરોનાની સારવારની દવા હજારો લોકો ઉમટ્યા, તપાસ કરવા અનેક ટીમો દોડાવી

દેશમાં કોરોનાની બીજી લહેરનો કહેર હજુ થમી રહ્યો નથી અને સાથે જ ત્રીજી લહેરની આગાહી કરવામાં આવી રહી છે. આ સિવાય અનેક વિસ્તારોમાં કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમિત થયાના સમાચાર પણ આવી રહ્યા છે. આ સમયે આંધ્રપ્રદેશ દાવો કરવામાં આવી રહ્યો છે કે અહીં જડીબુટ્ટીની દવા મળી રહી છે. કોરોનાની આ દવાની તપાસ કરવા માટેના રાજ્ય સરકારે આદેશ આપ્યા છે. આ દવા માટે માનવામાં આવી રહ્યું છે કે કોરોના દર્દીની આંખમાં આ દવાના 2 ટીપાં નાંખી લેવામાં આવે તો તેના ઓક્સીજન લેવલમાં વધારો થઈ શકે છે.

image source

દેશમાં સરકાર કોરોના દર્દીની સારવારની સાથે સાથે વેક્સીનેશનને પણ મહત્વ આપી રહી છે ત્યારે આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં એક આયુર્વેદિક દવા વિકસિત કરાઈ હોવાનો દાવો કરાયો છે. આ વાત લોકોમાં ફેલાતાની સાથે અહીં હજારો લોકોની લાઈન લાગી છે. દવાની તપાસ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.

દવા લેવાની લાઈનમાં નિયમોનો ભંગ

image soucre

જ્યારે લોકો કોરોનાની સારવાર માટેની આયુર્વેદિક દવા લેવા માટે પડાપડી કરી રહ્યા છે ત્યારે આ દ્રશ્યોમાં તમે જોઈ શકશો કે અહીં હજારો લોકો જે રીતે દવા માટેની લાઈનમાં છે તેઓની વચ્ચે કોરોનાના કોઈ નિયમોનું પાલન કરવામાં આવી રહ્યું નથી. એક સમયે ગામના સરપંચ રહેલા અને પછી મંડળ પરિષદના સભ્ય બનેલા ડોક્ટરે આ દવાને લઈને દાવો કર્યો છે.

એમ વેંકૈયા નાયડુએ આપ્યા તપાસના આદેશ

હજુ સુધી સરકારે આ દવાને લઈને કોઈ સપ્ષ્ટતા કરી નથી. પરંતુ આયુર્વેદિક દવા હોવાની વાત વહેતી થવાની સાથે લોકો પડાપડી કરી રહ્યા છે. ICMR અને અન્ય નિષ્ણાતો દ્વારા આ દવાની એફિકેસી રેટ અંગે જાણકારી મેળવવાનો નિર્ણય કર્યો છે.

શું ખાસ છે આ દવામાં

કહેવામાં આવી રહ્યું છે કે આ દવા આયુર્વેદિક રીતે કોરોનાના દર્દીને માટે બનાવવામાં આવી છે. તેમાં કુદરતી જડીબુટ્ટીઓ, મધ અને મસાલાનો ઉપયોગ કરીને અલગ અલગ દવાઓ તૈયાર કરી છે. આ દવાથી કોરોનાના દર્દી, જેમને સામાન્ય લક્ષણો હોય તે અને સાથે જ ફેફસાની તકલીફ ધરાવતા લોકોને પણ ફાયદો થઈ શકે છે. સાથે આ દવાના કેટલાક ટીપા દર્દીની આંખમાં નાંખવામાં આવે છે તો તેનું ઓક્સીજનનું લેવલ પણ થોડા સમયમાં ઝડપથી વધે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!