Whatsapp સ્કેમનો ન બનશો શિકાર, નોકરીની ઓફર આવતાં જ થઈ જાઓ એલર્ટ

Whatsappની મદદથી આજકાલ અનેક મોટા સ્કેમ થી રહ્યા છે. વોટ્સએપ પર હેકર્સની નજર રહેતી હોય છે. અહીંથી લોકોને ટારગેટ કરવાનું તેમના માટે સરળ રહે છે. આ દિવસોમાં વોટ્સએપમાં એક મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે.

image source

પાર્ટ ટાઈમ જોબને લઈને વાયરલ થઈ રહેલા મેસેજમાં નોકરીને લઈને દગાખોરી ચાલી રહી છે. આ મેસેજ એવા સમયે વાયરલ થઈ રહ્યો છે જ્યારે ઘરે કામ કરનારાનું ચલણ વધી રહ્યું છે. લોકો સરળતાથી આ રીતના મેસેજના ચક્કરમાં ફસાઈ જાય છે અને દગાખોરીનો શિકાર બને છે.

કેવી રીતે શિકાર બને છે લોકો

image source

વર્ક ફ્રોમ હોમ અને નોકરીની લાલચ આપીને એક મેસેજ તૈયાર કરાય છે અને તેની સાથે જ તમને લિંક પમ અપાય છે. તમે જરૂરિયાતમંદ હોવોના કારણે તેની પર ક્લિક કરો છો. તેમાં લખ્યું હોય છે ઘરે બેઠા મિનિટોમાં હજારો રૂપિયા કમાવવાની તક, તમારા મોબાઈલથી પાર્ટટાઈમ જોબ કરીને તમે રૂપિયા કમાઈ શકશો. આ જોબમાં ફક્ત રોજ વધીને 30 મિનિટ કામ કરીને તમે હજારો રૂપિયા કમાઈ શકો છો.

યૂઝર્સને આકર્ષવા માટે અપાય છે ખાસ સ્કીમ

image source

નવા યૂઝર્સને 50-500 રૂપિયા સુધીનું બોનસ આપવામાં આવે છે. સાથે લખ્યું હોય છે કે નીચેની લિંક પર ક્લિક કરો અને આજથી રૂપિયા કમાવવાનું શરૂ કરો. આ પ્રકારના મેસેજની સાથે જે લિંક હોય છે તેની પર તમારી પર્સનલ ડિટેલ્સ માંગવામાં આવી હોય છે જેમકે બેંક ડિટેલ્સ અને અન્ય અનેક જાણકારીઓ. જે તમે ભરો છો તો તરત જ હેકર્સની પાસે જાય છે.

આવો મેસેજ મળે તો શું કરવું

image source

જો તમને કોઈ નંબરથી આ રીતનો મેસેજ મળે છે તો તેમાંની અજાણી લિંક પર ક્લિક ન કરો. ન ફક્ત નોકરીના મેસેજમાં પણ અન્ય કોઈ ઓફર્સના મેસેજ પર પણ ક્લિક ન કરો. તેઓ તમને લાલચ આપે છે અને કોઈ પણ મેસેજમાં લિંક પર ક્લિક કરતાં પહેલાં એલર્ટ રહો તે જરૂરી છે.

હવે તમને વિશ્વાસ થઈ જશે કે આ મેસેજ ખોટો છે અને દગાખોરીના હેતુથી મોકલાયો છે તો તમે તરત જ એ નંબરને બ્લોક કરી લો. દગાખોરો પાર્ટ ટાઈમ જોબના આ મેસેજ ખાસ કરીને +212 કોડના નંબરથી મોકલે છે. પણ ભારતનો +91 ના કોડથી કોઈ મેસેજ આવે તો તમે વિચારીને કામ કરો તે જરૂરી છે.

image source

કઈ રીતે કામ કરે છે

આ પ્રકારની લિંકમાં માલવેર આવે છે. લિંક પર ક્લિક કરતાં જ આ વાયરસ ફોનમાં ઈન્સ્ટોલ થઈ જાય છે. તે તમારી પર્સનલ ડિટેલ્સને જાણી લે છે. તમારી જાણકારીના આધદારે કે ઈન્સ્ટોલ કરતાં જ તે આર્ટિફિશ્યિલ ઈન્ટેલિજન્સની મદદથી તમે જાણકારી મેળવી શકો છો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.
આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

– તમારો જેંતીલાલ