જોરદાર…જબરજસ્ત: આ દેશ ક્રાંતિકારી પગલાં ભરવા તરફ કરી રહ્યું છે પ્રયાણ, બનાવશે લાકડાનું સેટેલાઇટ

જાપાનની એક કંપની અને ક્યોટો યુનિવર્સીટી સાથે મળીને વિશ્વનું પહેલું લાકડાનું સેટેલાઇટ બનાવી રહી છે. તેઓના અંદાજ મુજબ વર્ષ 2023 સુધીમાં આ સેટેલાઇટ તૈયાર થઇ જશે. સુમીતોમો ફોરેસ્ટ્રી કંપનીના જણાવ્યા મુજબ તેઓએ આ માટે વૃક્ષનો વિકાસ અને અંતરિક્ષમાં લાકડાની સામગ્રીના ઉપયોગ કરવા પર સંશોધન શરુ કરી દીધું છે. પહેલા આ મટીરીયલનો ઉપયોગ પૃથ્વીના અલગ અલગ વાતાવરણમાં કરવામાં આવશે. ઉપગ્રહોની વધતી સંખ્યાને કારણે અંતરિક્ષમાં કચરો પણ વધી રહ્યો છે. આ કચરાને વૈજ્ઞાનિક ભાષામાં સ્પેસ જંકના નામથી ઓળખવામાં આવે છે.

image source

લાકડા દ્વારા બનેલ સેટેલાઇટ પૃથ્વીના વાતાવરણમાં પરત ફરતા સમયે સળગી જશે અને તેમાંથી કોઈ હાનિકારક પદાર્થ નહિ નીકળે અને કોઈ પદાર્થ પૃથ્વી પર પડવાનો પણ ભય નહિ રહે. જાપાનના અંતરિક્ષયાત્રી અને ક્યોટો યુનિવર્સીટીના પ્રોફેસર તાકા દોઈના જણાવ્યા મુજબ ” બધા ઉપગ્રહ જે પૃથ્વીના વાયુમંડળમાં ફરી પ્રવેશ કરે છે તે એલ્યુમિનિયમના નાના કણો બનાવે છે જે અનેક વર્ષો સુધી ઉપરના વાયુમંડળમાં તરતા રહે છે અને આ બાબતે અમે ચિંતા ધરાવીએ છીએ કારણ કે તે પૃથ્વીના પર્યાવરણને પ્રભાવિત કરી શકે છે. ”

image source

તેઓએ વધુમાં જણાવ્યું કે ” આગલા સ્ટેપ મુજબ ઉપગ્રહના એન્જીનીયરીંગ મોડલનો વિકાસ કરવામાં આવશે અને બાદમાં અમે ઉડી શકે તેવા મોડલ બનાવીશું.” દોઈએ માર્ચ 2008 માં આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનનો પ્રવાસ કર્યો હતો. આ મિશન દરમિયાન તેઓ અંતરિક્ષમાં બૂમરેંગ ફેંકનાર પ્રથમ વ્યક્તિ પણ બન્યા હતા. બૂમરેંગને વિશેષરૂપે માઈક્રોગ્રેવિટીમાં ઉપયોગ કરવા માટે સ્થાપિત કરવામાં આવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે તેઓ તાપમાન પરિવર્તન અને સૂરજના પ્રકાશનો સામનો કરી શકે તેવા પ્રતિરોધી લાકડાની સામગ્રી વિકસિત કરવા પર કામ કરશે. તેઓએ હાલ રિસર્ચ માટે ઉપયોગમાં લેવાનાર લાકડા વિષે કોઈ માહિતી નથી આપી અને તે ગુપ્ત હોવાનું કહ્યું હતું.

अंतरिक्ष में कचरा

image source

વિશેષજ્ઞોએ પૃથ્વી પર પડતા અંતરિક્ષના કચરાના વધતા પ્રમાણ અને તેના જોખમ વિષે ચેતવણી આપી છે, કારણ કે ઉપગ્રહ લોન્ચ કરવાની સંખ્યા સતત વધી રહી છે. સંચાર, ટેલિવિઝન, નેવિગેશન, અને હવામાનની આગાહી માટે ઉપગ્રહો લોન્ચ કરવામાં બહુ ઉછાળો આવ્યો છે. અંતરિક્ષ વિશેષજ્ઞ અને શોધકર્તા અંતરિક્ષના ભંગારને હટાવવા અને ઓછો કરવા માટે અલગ અલગ પદ્ધતિઓની તપાસ કરી રહ્યા છે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ અનુસાર લગભગ 6000 ઉપગ્રહ પૃથ્વીના ચક્કર લગાવી રહ્યા છે અને તેમાંથી લગભગ 60 ટકા ઉપગ્રહ બેકાર એટલે કે સ્પેસ જંક છે.

image source

રિસર્ચ ફર્મ યુરોકોન્સલટના અંદાજ મુજબ આગામી એક દશકમાં દર વર્ષે 990 ઉપગ્રહ લોન્ચ કરવામાં આવશે જેનો અર્થ એ થાય કે 2028 સુધી અંતરિક્ષની કક્ષામાં 15000 ઉપગ્રહ હશે. એલોન મસ્કની કંપની સ્પેસએક્સ એકલી જ 900 થી વધુ સ્ટારલિંક ઉપગ્રહ લોન્ચ કરી ચુકી છે. તે હજારો વધુ ઉપગ્રહ લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે. સ્પેસ જંક 22300 માઈલ પ્રતિ કલાકથી પણ વધુ ગતિથી ફરે છે એટલે કોઈ વસ્તુના ટકરાવવાથી ઘણું નુકશાન થઇ શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ