આ વખતે ગણતંત્ર દિવસની પરેડમાં માત્ર 25000 દર્શકોને જ મળશે પ્રવેશ, સાથે જાણો કયા થશે બીજા મોટા ફેરફારો

આગલા મહિને 26 જાન્યુઆરીએ રાજપથ પર યોજાનારા ગણતંત્ર દિવસના સમારોહમાં કોરોના મહામારીને કારણે ઘણો બદલાવ જોવા મળશે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પરેડમાં શામેલ થનારા માર્ચીંગ ટુકડીઓની સંખ્યા ઓછી હશે.

જ્યારે પરેડનું અંતર ઓછું હોવાની સાથે સાથે દર્શકોની સંખ્યા પણ મર્યાદિત રહેશે. આ વખતે 25000 દર્શકોને જ રૂબરૂ પરેડ નિહાળવાનો મોકો મળશે જ્યારે સામાન્ય સ્થિતિમાં આ સંખ્યા લગભગ 1 લાખ આસપાસ હોય છે.

image source

નવેમ્બરથી લગભગ બે હજાર જેટલા સૈનિકો ગણતંત્ર દિવસ અને સેના દિવસ માટે દિલ્હી પહોંચી ચુક્યા છે અને તેઓને હાલ સેફ બબલમાં રાખવામાં આવ્યા છે જે કેન્ટ એરિયામાં સ્થિત છે. પરેડમાં ભાગ લેનાર ટુકડીઓના આકારમાં પણ ફેરફાર કરાયો છે. સામાન્ય રીતે એક ટુકડીમાં 144 કર્મીઓ હોય છે પણ આ વખતે એક ટુકડીમાં 96 સભ્યોને રહેવાની જ પરવાનગી છે.

image source

પરેડનું અંતર પણ ઓછું રાખવામાં આવ્યું છે. જે વિજય ચોકથી શરૂ થઈ અને લાલ કિલ્લા સુધી જવાને બદલે નેશનલ સ્ટેડિયમ સુધી જ આગળ વધશે.

ગણતંત્ર દિવસ અને સેના દિવસની પરેડ માટે 2000 થી વધુ સૈનિકો નવેમ્બરના અંતિમ દિવસોમાં દિલ્હી આવી ગયા છે અને તેઓ કોરોના મહામારીથી પ્રભાવિત ન થાય તે માટે તેમને સુરક્ષિત માહોલમાં ઉતારો અપાયો છે.

દર વર્ષે લોકોમાં ગણતંત્ર દિવસની પરેડ જોવાને લઈને ભારે ઉત્સાહ હોય છે. દેશભરમાંથી લોકો ખાસ આ પરેડ જોવા માટે દિલ્હી આવતા હોય છે પરંતુ આ વખતે કોરોના મહામારીને પગલે લોકોને નિરાશ થવું પડી રહ્યું છે.

બ્રિટનના વડાપ્રધાન બનશે મુખ્ય મહેમાન

image source

આ વર્ષની ગણતંત્ર દિવસની પરેડમાં બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોનસન મુખ્ય મહેમાન હશે. એ સિવાય પરેડમાં 15 વર્ષથી નાના બાળકોને પ્રવેશ નહીં મળે. ઉપરાંત ઉપર જણાવ્યું તેમ માર્ચીંગ ટુકડીઓમાં પણ 144 ના બદલે 96 સભ્યો જ રહેશે અને પરેડ વિજય ચોકથી નેશનલ સ્ટેડિયમ પર પુરી થશે.

image source

બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસન આ પહેલા ઓન ભારત આવવાની ઈચ્છા જાહેર કરી ચુક્યા છે અને અનેક વખત ભારતની સંસ્કૃતિના વખાણ પણ કરી ચુક્યા છે. જ્યારે જોનસનને કોરોના થયો હતો ત્યારે ભારતના વડાપ્રધાને તેમને ફોન કરીને હાલચાલ પૂછ્યા હતા.

image source

કોરોના સામે બ્રિટન અને ભારત બન્ને દેશો લડી રહ્યા છે. બ્રિટનમાં ફાઇઝર અને બાયોએનટેકની કોરોના વાયરસ વેકસીનને મંજૂરી મળી ચુકી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ