કેમ તૂટી ગયા જોન બિપાશાના રિલેશન? આ અભિનેત્રીએ ખુલાસો કરતા એવી પોલ ખોલી નાંખી કે…

પ્રેમ પાગલ જરૂર હોય છે પણ પ્રેમનો આ સંબંધ પરિણામ સુધી પહોંચે એ જરૂરી નથી. બોલીવુડની ગલીઓમાં ઘણી બધી એવી લવસ્ટોરી જોવા મળી જેને જોઈને લાગ્યું કે એ બે શરીર એક આત્મા છે પણ એમનો સંબંધ થોડા વર્ષો પછી તૂટી ગયો. બોલીવુડમાં ઘણી બધી એવી જોડીઓ હતી જેને ફેન્સ ખૂબ જ પસંદ કરતા હતા પણ એમનો સંબંધ વધુ સમય સુધી ન ટક્યો. એવી જ એક જોડી હતી જોન અબ્રાહમ અને બિપાશા બસુની જેમની કેમેસ્ટ્રી ફેન્સને ખૂબ જ ગમતી હતી. જોન અને બિપાશાએ ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું અને એમની વચ્ચે સિઝલિંગ કેમેસ્ટ્રી દર્શકોના દિલોમાં આગ લગાવી દેતી હતી.

image soucre

તો અસલ જિંદગીમાં પણ જોન અને બિપાશા રિલેશનશિપ આવી ગયા હતા. એટલે સુધી કે એમને પોતાનો સંબંધ મીડિયાથી પણ નહોતો છુપાવ્યો અને દરેક જગ્યાએ સાથે દેખાતા હતા. જોન અને બિપાશાની નજદીકી ફિલ્મ જીસમના સેટ પર વધી હતી અને એ પછી બન્નેએ પોતાના સંબંધને ઓફિશિયલ કરી દીધા હતા અને લિવ ઇનમાં રહેવા લાગ્યા હતા. જો કે આજે આ બન્ને સ્ટાર્સનું નામ સાથે નથી લેવામાં આવતું. 9 વર્ષની રિલેશનશિપમાં રહેનાર જોન અને બિપાશા કેમ અલગ થયા હતા એનો ખુલાસો એકવાર બિપાશાએ કર્યો હતો.

image source

જોન અને બિપાશા સાથે ખૂબ જ સરસ લાગતા હતા. ફક્ત ફિલ્મી પડદા પર જ નહીં પણ પાર્ટીઝ અને એવોર્ડ શોમાં પણ સાથે જ દેખાતા હતા. બન્નેનું બોન્ડિંગ જોઈને એવું લાગતું હતું કે જલ્દી જ આ કપલ લગ્ન બંધનમાં બંધાઈ જશે પણ અચાનક બન્નેના બ્રેકઅપની ખબરો સામે આવી ગઈ અને ફેન્સ ચોંકી ગયા. એમના બ્રેકઅપને લઈને ઘણા અંદાજ લગાવવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવ્યું કે બિપાશા જોન સાથે લગ્ન કરવા માંગતી હતી પણ જોન લગ્ન કરવામાં રસ નહોતા બતાવી રહ્યા. એના કારણે એમનો સંબંધ તૂટી ગયો હતો.

image source

બિપાશા બસુએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે મારી સાથે જે થયું એના માટે ફક્ત હું જવાબદાર છું. મેં પોતાની જાતને આ પરિસ્થિતિમાં જાતે જ નાખી છે. જે કોઈપણ તમને જીવનમાં નીચે પાડવાની કોશિશ કરે તો એને તમારી જીંદગીમાં હોવું જ ન જોઈએ. બિપાશાએ જોનનું નામ તો નહોતું લીધું પણ એમની વાતો પરથી ખબર પડી ગઈ કે એ જોન વિશે વાત કરી રહી હતી.

image soucre

બિપાશાએ કહ્યું હતું કે એમને એમનો સંબંધ એકદમ ઇમાનદારીથી નિભાવ્યો હતો. એમને પોતાના સંબંધને કામથી વધુ મહત્વ આપ્યું હતું. બિપાશાએ કહ્યું હતું કે પોતાના સંબંધ માટે એમને ઘણા બધા પ્રોજેક્ટ્સ પણ છોડી દીધા જો કે એના બદલામાં એમને એ પ્રેમ અને સમ્માન ન મળ્યું જેની એ હકદાર હતી અને એના કારણે એમને પોતાનો સંબંધ તોડવો પડ્યો.

image soucre

તમને જણાવી દઈએ કે જોન અબ્રાહમેં પ્રિયા રૂંચલ સાથે લગ્ન કર્યા છે. એમને ખૂબ જ ગુપચુપ રીતે પ્રિયા સાથે લગ્ન કર્યા હતા. એમના લગ્નના ફોટા પણ સોશિયલ મીડિયા પર નહોતા દેખાયા. તો વાત કરીએ બિપાશાની તો એમને કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા છે. કરણ અને બિપાશાના લગ્ન ખૂબ જ ધામધૂમથી પંજાબી અને બંગાળી સ્ટાઇલમાં થયા હતા. એમના લગ્નના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong