આ શહેરમાં રહેવાના મળશે લાખો રૂપિયા, જાણી લો આ માટે શું છે શરતો અને શું કરવી પડશે પ્રોસેસ

ઇટાલીની સુંદરતા એટલી પ્રસિદ્ધ છે કે ત્યાં દર વર્ષે મોટી સંખ્યામાં પર્યટકો ફરવા માટે જાય છે. પરંતુ આ દેશ હાલ પોતાની ઓછી જનસંખ્યાને કારણે પરેશાન છે. તમને ભલે નવાઈ લાગે પણ આ હકીકત છે. ઈટાલીના ખાસ કરીને કેલેબ્રીયામાં જનસંખ્યા નોંધપાત્ર રીતે ઓછી થઈ ગઈ છે જેના કારણે સરકાર ચિંતામાં મુકાઈ ગઈ છે. આ વિસ્તારમાં જનસંખ્યા વધે તે માટે અહીંની સરકારે અન્ય દેશોમાં રહેતા લોકો માટે એક વિશેષ યોજના લઈને આવી છે. અસલમાં ઈટાલીના આ શહેર એટલે કે કેલેબ્રીયામાં આવીને વસવા માટે ત્યાંની સરકાર 28,000 યુરો એટલે કે અંદાજીત 24.76 લાખ ભારતીય રૂપિયા આપી રહી છે. પરંતુ આ માટે સરકારે અમુક શરતો પણ રાખી છે જે શરતોને પુરી કરવી અનિવાર્ય છે. ત્યારે આજના આ આર્ટિકલમાં અમે આપને ઇટાલીની સરકારે અહીંની જનસંખ્યા બાબતે એક નવીન જ ઓફર કરી છે તેના વિશે જણાવીશું. અને એ પણ જાણીશુ કે તે યોજનામાં અરજી કરવા માટે શું શું નિયમ રાખવામાં આવ્યા છે. ચાલો આ વિષય સંબંધિત વિસ્તૃત વિગત જાણીએ.

image soucre

metro.co.uk ના એક અહેવાલ મુજબ ઇટાલી દેશના કેલેબ્રીયા ક્ષેત્રમાં આવીને વસવાટ કરવા માટે જો કોઈ વ્યક્તિ અરજી કરે તો તેણે વયમર્યાદાનું પણ ખાસ ધ્યાન રાખવું અનિવાર્ય છે કારણ કે નિયમ અનુસાર આ ક્ષેત્રમાં વસવાટ કરવા માટે વયમર્યાદા પણ રાખવામાં આવી છે. કેલેબ્રીયામાં વસવા માટે અરજી કરનાર અરજદાર 40 વર્ષથી ઓછી વયના હોવા જોઈએ. એનો અર્થ એ થયો કે જેની ઉંમર 40 વર્ષથી ઓછી હોય તે લોકો જ કેલેબ્રીયામાં વસવાટ કરવા માટે અરજી કરી શકે છે.

image soucre

ઇટાલીમાં એક બાજુ સરકાર દેશની જનસંખ્યા વધારવા માટે પ્રયત્નશીલ છે ત્યારે બીજી બાજુ દેશની અર્થવ્યવસ્થાને પણ ધ્યાનમાં રાખવામાં આવી છે. કેલેબ્રીયા ક્ષેત્રમાં અર્થવ્યવસ્થાને વધારવા માટે એક નવો વ્યવસાય શરૂ કરવાનો રહેશે. અને અહીં જે લોકો વસવા માટે આવવા ઈચ્છે તેઓએ પોતાની સફળ અરજી માટે 90 દિવસમાં જ નવો વ્યવસાય શરૂ કરવો પડશે.

image soucre

અહેવાલ મુજબ આ ઓફર માટે અરજી કરવાની પ્રક્રિયા થોડા સપ્તાહમાં જ કેલેબ્રીયા ક્ષેત્રની સત્તાવાર વેબસાઈટ પર મુકવામાં આવે તેવો અંદાજ છે. તમે આ માટે સમયાંતરે કેલેબ્રીયા ક્ષેત્રની સત્તાવાર વેબસાઈટની અપડેટ ચેક કરી શકો છો.

image soucre

ઉલ્લેખનીય છે કે કેલેબ્રીયા ક્ષેત્રની જનસંખ્યાની વાત કરવામાં આવે તો કેલેબ્રીયાના 75 ટકાથી વધુ વિસ્તારમાં 5000 થી પણ ઓછા લોકો રહે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જનસંખ્યાની સમસ્યાનો સામનો કરી રહેલું ઇટાલીના અનેક શહેરોએ ઓછી કિંમતમાં ઘરો વેંચવા માટે ઓફર કર્યા છે. આ વર્ષે ઇટાલીના બેસીલીકાટા ક્ષેત્રમાં લોરેન જાના શહેરમાં 1 યુરોમાં ઘર વેંચવા મુકાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong