અભ્યાસમાં ઝીરો છે બોલીવુડની આ 5 અભિનેત્રીઓ, જ્યારે એક્ટિંગમાં છે સુપરહિટ, જોઇ લો તસવીરોમાં ખાસ

બોલીવુડની અમુક અભિનેત્રીઓ અભ્યાસમાં ઝીરો છે પણ એમની એક્ટિંગના લાખો દીવાના છે. અભ્યાસમાં ભલે આ અભિનેત્રીઓ સ્લો છે પણ એમને ખુબ જ જલ્દી બોલીવુડમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

કંગના રનૌત.

image soucre

પોતાની દમદાર એક્ટિંગથી બોલીવુડને ઘણી હિટ ફિલ્મો આપનાર બોલીવુડની કવીન કંગના રનૌતે ખૂબ જ ઓછા સમયમાં બોલીવુડમાં નામ કમાયું છે પણ જ્યાં સુધી અભ્યાસની વાત છે તો કંગના 12માં ધોરણમાં ફેલ થઈ ગઈ હતી, એ પછી એમને આગળ અભ્યાસ ન કર્યો અને મોડલિંગ માટે દિલ્લી આવી ગઈ. એ પછી કંગના રનૌતએ મુંબઈ આવીને બોલીવુડમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી અને આજે એ દુનિયાભરમાં જાણીતી છે. તમને જણાવી દઈએ કે કંગના રનૌતના અંગ્રેજીનાં ઘણીવાર મજાક પણ ઉડાવવામાં આવ્યો છે પણ એનાથી એમના આત્મવિશ્વાસમાં કઈ કમી નથી આવી.

આલિયા ભટ્ટ.

image soucre

સ્ટુડન્ટ ઓફ ધ ઈયરથી બોલીવુડમાં ડેબ્યુ કરનારી આલિયા ભટ્ટ ફક્ત 12 પાસ છે.વાત જાણે એમ છે કે સ્કૂલ પછી તરત જ આલિયા ભટ્ટનું ફિલ્મી કરિયર શરૂ થઈ ગયું હતું અને પછી આલિયાએ પાછુ વળીને જોવાની જરૂર જ ન પડી. આલિયા ભટ્ટે હાઇવે, રાઝી, બદ્રીનાથ કી દુલહનિયા, ગલી બોય જેવી એક પછી એક હિટ ફિલ્મોમાં ઉમદા અભિનય કરી ખૂબ જ જલ્દી પોતાનું એક સ્થાન બનાવી લીધું.‘

કેટરીના કેફ.

image soucre

હિન્દી બોલતા નહોતું આવડતું તેમ છતાં કેટરીના કેફે બોલીવુડમાં પોતાની ખાસ જગ્યા બનાવી છે અને ખાસ વાત એ છે કે કેટરીના કેફ ભણવામાં પણ કઈ ખાસ સારી નહોતી. કેટરીના કેફે 14 વર્ષની ઉંમરમાં જ મોડલિંગની દુનિયામાં પોતાની ઓળખ બનાવી લીધી અને એ પછી એ ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં આગળ વધતી ગઈ અને આજે કેટરીના કેફ બોલીવુડની ટોપ અભિનેત્રીઓમાંથી એક છે.

કાજોલ.

image source

બોલીવુડની ખૂબ જ ઉમદા અભિનેત્રીઓમાંથી એક કાજોલ દેવગને પણ સ્કૂલનો અભ્યાડ કર્યા પછી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી લીધી હતી અને એ પછી એમને બોલીવુડમાં એ મુકામ મળી ગયું જે બહુ ઓછી અભિનેત્રીઓને મળે છે. કાજોલ આજે પણ ફિલ્મોમાં સક્રિય છે અને સિલેકટેડ ફિલ્મોમાં કામ કરે છે.

કરિશ્મા કપૂર.

image source

90ના દાયકાની સુપરહિટ અભિનેત્રીઓમાંથી એક અને કપૂર ખાનદાનની રાજકુમારી કરિશ્મા કપૂર પાસે હાઈસ્કૂલનું સર્ટિફિકેટ પણ નથી પણ કરિશ્મા કપૂરનું કરિયર સુપરહિટ હતું. કરિશ્મા કપૂરે પણ ખૂબ જ નાની ઉંમરથી જ ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કરી દીધું હતું અને બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી હિટ ફિલ્મો આપી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!</strong