જો તમે ગુજરાતમાં રહીને દિવ નથી ગયા તો એકવાર જવું જોઈએ, આ જગ્યાની મુલાકાત લેવાનું ચુકતા નહિ..

ગંગેશ્વર શબ્દનો અર્થ ભગવાન શિવ થાય છે જે પોતાની જટામાં ગંગાને સમાવેલા છે. ભગવાન શિવને ધરતી પર વહેતી ગંગાના સ્વામિ માનવામાં આવે છે. ગંગેશ્વર મંદિર, ભગવાન શિવને સમર્પિત છે. આ મંદિર ફાદુમ નામના ગામમાં સ્થિત છે જે દિવથી ત્રણ કિલોમિટરના અંતરે સ્થિત છે.

આ મૂળ રુપથી એક ગુફા મંદિર છે જે સમુદ્ર તટ પર ચટ્ટાનો વચ્ચે સ્થિત છે. આ મંદિરમાં પાંચ શિવલિંગ છે જે સ્વંય અરબ સાગરના પાણીથી ધોવાતા રહે છે. શિવલિંગ પર સાગરનું પાણી આવવુ, અહીં આવનાર ભક્તોની વચ્ચે શ્રધ્ધા અને ભક્તિની ભાવનાને વધુ ગાઢ કરે છે અને તેમના વચ્ચે મંદિરની મૂલ્યતા વધારે છે. અહીના આધ્યાત્મિક પરિવેશમાં ભક્ત મગ્ન થઈ જાય છે.

પૌરાણિક કથાઓને અનુસાર, આ મંદિરને પાંચ પાંડવોએ મળીનું બનાવ્યુ હતુ, જેમણે પોતાના નિર્વાસન દરમિયાન આખી દુનિયામાં આ જ ભાગને પસંદ કર્યો હતો અને પોતાની દૈનિક પૂજા માટે અહીં શિવલિંગોને સ્થાપિત કર્યા હતા. માનવામાં આવે છે કે આ મંદિર મહાભારતના કાળનું બનેલુ છે.

ગંગેશ્વર મંદિરની પ્રેરણાદાયક અને સામરિક સ્થિતિ આ મંદિરના અૈતિહાસિક અને ધાર્મિક મહત્વને વધારો આપે છે.

ગુજરાતનું દિવ: સુંદર અને શાંતિ ભરેલી જગ્યા દિવસ પોતાના સુંદર બીચ, ચર્ચ અને પ્રાકૃતિક સુંદરતા માટે વિશ્વભરમાં પોપ્યુલર છે. અરબ સાગરમાં એક દ્વિપના રુપમાં વસેલુ આ ટૂરિસ્ટ પ્લેસ ગુજરાતના એક છેડા પર સ્થિત છે. વિશ્વાસ કરો, અહીં બીચ પર મસ્તી કરવાની અલગ જ મજા છે. દિવમાં ફરવા માટે ઘણુબધુ છે. અમે તમને અમુક ખાસ ચીજો બાબતમાં જણાવી રહ્યા છીએ, જેને તમે મિસ કરવા નહિ ઈચ્છો..

દિવ ફોર્ટ

દિવ ફોર્ટ ત્રણ તરફ સમુદ્ર અને ચોથી તરફ એક નાનકડી નહેરથી ઘેરાયેલુ છે. નહેરની તરફથી જ કિલ્લાનો એન્ટ્રી ગેટ પણ છે. ૧૬ મી સદીમાં બનેલા આ કિલ્લામાં તમે એ જમાનાની તોપો અને તલવારો આજપણ નિહાળી શકો છો. આસપાસની જગ્યાઓ પર ફરવા માટે અહીંથી બોટીંગની પણ સુવિધા છે.

ચક્રતીર્થ બીચ

કહેવામાં આવે છે જે જલંધર રાક્ષસને મારવા માટે ભગવાન વિષ્ણુ એ અહીંથી ચક્ર ચલાવ્યુ હતુ. એટલે તેનુ નામ ચક્રતીર્થ પડ્યુ આ બીચ એટલો શાંત છે કે તમારો મોજાના અવાજ સિવાય અહીં કાંઈ નહિ સંભળાય. અહીંથી આસપાસના નાના-નાના પહાડો ખૂબ સુંદર દેખાય છે. જો તમે રાત્રે અહીં આવી જાઓ, તો મોજાનો અવાજ પહાડોથી અથડાતો એક અલગ પ્રકારનો અહેસાસ અપાવે છે. બીચના કિનારે લાઈનમાં લાગેલા નાળિયેરના વૃક્ષ પણ મન મોહે છે. અહીં પર એક શિવ મંદિર છે, જ્યાંથી સનરાઈઝ જોવાની પણ પોતાની મજા છે.

પનીકોટા

કાલાપાણીના નામથી ઓળખાતી આ ઈમારત ફોર્ટની બિલકુલ સામે છે. નજીકથી જોવા માટે અહીંથી બોટની પણ સુવિધા છે. સેંટ પોલ ચર્ચને હવે મ્યુઝિયમમાં બદલી દેવામાં આવ્યુ છે. અહીં પર ક્રિશ્ચિયન કલ્ચરની ઝાંખી બતાવતી મૂર્તિઓ, શિલાલેખ અને તે સમયની કળાના ઘણા ક્રિએટિવ નમૂના જોવા મળશે.અહી દુનિયાભરના પ્રવાસીઓ આવી રહ્યા છે.

ગંગેશ્વર મંદિર

ગંગેશ્વર મંદિર ફુદમ ગામમાં એક નમેલા ચટ્ટાનની નીચે એક નાનકડી ગુફામાં સ્થિત છે. માનવામાં આવે છે કે અજ્ઞાતવાસ દરમિયાન ભટકતા પાંડવ આ ગુફામાં રોકાયા હતા અને તેમણે અહીં પર પાંચ શિવલિંગ સ્થાપિત કર્યા હતા. તમે આ મંદિરને હમેંશા નથી નિહાળી શકતા, કારણ કે અવારનવાર સમુદ્રનું પાણી વધવાથી આ ગુફા પાણીમાં ડૂબી જાય છે.

જલંધર બીચ

આ ખૂબ શાંત બીચ છે. જ્યાં તમે કલાકો વિતાવી શકો છો, પરંતુ વગર કોઈ અવાજ સાંભળ્યે. સૌથી ખાસ વાત એ છે કે અહીં પર સમુદ્રના મોજા પણ ખૂબ શાંત છે. જો બીચ બાદ મંદિર જવાનુ મન હોઈ, તો એક પહાડ પર બનેલા જલંધર મંદિર અને દેવી ચંડિકા મંદિર જઈ શકો છો.

જામપોર બીચ

જો તમારી હોબી સ્વિમિંગ અને વોટર સ્પોર્ટસ છે, તો આ બીચ પર જરૂર આવો. કોઈ તહેવાર દરમિયાન આ બીચને ઘણી લાઈટથી શણગારવામાં આવે છે. અહીં પર પામના ઘણાબધા વૃક્ષ છે, જે સતત સી વિંડથી લહેરાતા રહે છે.

દેવકા બીચ

જો તમારા સાથે બાળકો છે, તો દેવકા બીચ જવાનુ જરાપણ ના ભૂલો. આ બીચ ખૂબ લાંબો છે. અહીંના એમ્યૂજમેંટ પાર્ક અને મ્યૂઝિકલ ફાઉન્ટેન મન મોહી લે છે. બાળકો માટે પણ અહીંયા ઘણુબધુ છે. અહીં પર પાણીની અંદર મોટા અને નાના બધી પ્રકારના સ્ટોંસ છે, એટલે આ બીચ પર સ્વિમિંગ કરવાનુ ટાળો.

ગોમતીમાલા બીચ

આ સુંદર અને શાંત બીચે છે. અહીં પર ઘણા વોટર સ્પોર્ટસ થતા રહે છે. સ્વિમિંગ માટે પણ અહીંયા સિક્યુરિટી રાખવામાં આવુિ છે. આ દિવ શહેરથી ૨૭ કિલોમિટરના અંતરે આવેલો છે. શાંતિ અને સુકુન મેળવવા માટે આ જગ્યા બેસ્ટ છે.

નાગોઆ બીચ

દિવથી માત્ર ૨૦ મિનિટનું અંતર પાર કરી તમે આ બીચ પર પહોંચી શકો છો. આ વીરાન અને અલગ-થલગ છે. અહીં પર પામના વૃક્ષોની લાંબી લાઈન એવી લાગે છે માનો ચિત્ર લગાવ્યા હોઈ.

કેવી રીતે પહોંચવુ?


મુંબઈથી અહીં માટે સીધી ફ્લાઈટની સુવિધા છે. અહીંનું સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન દેલવાડા.

રોડથી દિવ માટે દ્વારકા, વેરાવળ, સોમનાથ, ભાવનગર, રાજકોટ અને અમદાવાદથી નિયમિત બસ સેવાઓ છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ