જો તમારા પગ પર દેખાય આવા નિશાન કે સંકેત તો થઇ શકે છે આ બીમારી…

શરીરના દરેક અંગ મહત્વના હોઈ છે અને કોઈપણ બિમારી થતા પહેલા આ અંગ જ આપણને ચેતવણી આપે છે કે આખરે ક્યા ભાગમાં સમસ્યા થઈ રહી છે. શરીરના તે ભાગ જે આવનારી બિમારીનો સંકેત આપે છે તેમાંથી એક આપણા પગ પણ હોઈ છે. ડોક્ટર ડોન હાર્પરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યુ કે કેવી રીતે પગ આપણા શરીરની બિમારીઓની જાણકારી આપે છે. તેમનું માનવુ છે કે ૯૦ ટકા મહિલાઓને પોતાના આખા જીવનમાં પગ સબંધિત કોઇને કોઈ સમસ્યા જરૂર હોઈ છે.

પગનો આકાર

એક સપાટ ફ્લોર પર ઉભા રહો ખુલ્લા પગે. પગના તળિયામાં થોડી જગ્યા ખાલી રહી જશે. એ આર્કની જેમ હોઈ છે અને જેના પગમાં આ આર્ક વધુ નથી હોતી તો તે થોડી ચિંતાની વાત છે. જો જન્મના સમયથી પગ આવા જ છે તો કોઈ વાત નથી, પરંતુ જો આ અંતર ધીરે-ધીરે ઓછુ થઈ રહ્યુ છે તો તેના કારણ ઘણા હોઈ શકે છે. એક તો કોઈ હાડકુ પોતાની જગ્યાએથી હલી રહ્યુ છે, એવામાં તે હાડકા પર અસર પડશે અને તૂટવાનું પણ જોખમ છે, અર્થરાઈટિસ, કોશિકાઓ સબંધિત કોઇ સમસ્યા. જો કોઈને મધુમેહ છે કે પછી જાડાપણાની સમસ્યાથી ગ્રસ્ત છો, પ્રેગ્નેંસી કે વધતી ઉમર છે તો એવા સમયમાં રિસ્ક વધી જાય છે.

પગના આકાર બદલાવા સ્વાસ્થય માટે સારુ નથી

જો પગમાં સાથે-સાથે હળવો દુખાવો, સોજા કે કોઈ આકાર બદલાયેલો લાગી રહ્યો છે તો ખરેખર સમસ્યા ખૂબ વધી શકે છે. એવામાં ડોક્ટરી સલાહ લઈ લેવી જોઈએ. આ ઘણાબધા સીધા કારણોથી પણ થઈ શકે છે. બની શકે છે કે ખોટા બૂટ કે ખોટા પોશ્ચરના કારણે પણ સમસ્યા વધી રહી હોઈ અને આપણને એ સમજ ના આવી રહ્યુ હોઈ.

રંગ અને તાપમાન

પગનો રંગ માત્ર ટેનિંગને કારણે જ નથી બદલતો પરંતુ આ કોઈ પ્રકારની બિમારીનો સંકેત પણ આપે છે. અવારનવાર પગનો રંગ ખરાબ રક્તચાપને કારણે થાય છે. જો પગ હમેંશાથી વધુ ઠંડા કે ગરમ થવા લાગ્યા છે કે પછી તેના રંગમાં અચાનક વધુ સફેદ, વધુ પીળો કે વધુ લાલ દેખાવા લાગે તો આ ચિંતાની વાત છે.

પગમાં જો કોશિકાઓ વધુ દેખાવા લાગી છે તો પણ ડોક્ટરનો સંપર્ક કરીને એકવાર પોતાની તપાસ જરૂર કરાવી લો. બની શકે છે કે આ આસાનીથી ઘાટા રંગની લોકોને ના દેખાય, પરંતુ જો આવુ છે તો પગના તાપમાનને જુઓ. બ્લડ સર્કુલેશનની તકલીફ તો નથી તેને ચેક કરવા માટે પોતાના પગના અંગુઠાને ખૂબ જોરથી દબાવો. ત્યાં દબાણ બદલવાને કારણે રંગ બદલાશે અને જેવો તમે તમારા અંગુઠાને છોડશો તો ઝડપથી જ રંગ સામાન્ય થઇ જશે. જો આને વાર લાગે છે તો આ માની લો કે લોહીના સર્કુલેશનથી જોડાયેલી કોઈ સમસ્યા થઈ રહી છે. જો સમસ્યા બહુ વધુ વધી ગઈ છે તો બ્લડ સર્કુલેશનની કમી ગેંગરીન સુધી પણ વધી શકે છે એટલે સમય રહેતા તેને ચેક કરાવી લો. તેના સિવાય, કોલેસ્ટ્રોલ અને ગ્લુકોઝ લેવલ પણ આ સમસ્યાનું કારણ હોઈ શકે છે.

જ્યારે શરીરમાં તરલ પદાર્થોની કમી થવા લાગે છે ત્યારે શરીરના મસલ્સ વધુ આસાનીથી ખરાબ થવા લાગે છે અને શરીરમાં જકડન થવા લાગે છે. સામાન્યરીતે પગની જકડન મસાજ કરવાથી, સ્ટ્રેચીંગ વગેરેથી ચાલી જાય છે, પરંતુ જો આ ખરાબ બ્લડ સર્કુલેશન કે શરીરમાં કોઈ જરૂરી લિક્વિડની કમીથી થઈ રહી છે તો આ સમસ્યા વધેલી છે અને એ સમયે શરીરની કમીને પૂરી કરવી જરૂરી થઈ જશે.

જકડન લાંબા સમયથી છે અને બરાબર આહાર, પ્રોટિન, વિટામીન વગેરે લેવાથી પણ નથી જઈ રહી તો બની શકે છે કે કોશિકાઓની કોઈ સમસ્યા પણ થઈ રહી છે. એવામાં ડોક્ટરી સલાહ લો. આમ ભોજનમાં મેગ્નેશિયમ અને પોટેશિયમ અને પ્રોટિનથી ભરપૂર ડાયટ લેવાથી આ સમસ્યા દૂર થઈ જશે.

નખ

પીળા નખ એટલે પણ થઇ શકે છે કારણ કે નેલપોલિશનો વધુ ઉપયોગ કર્યો છે. પરંતુ જો નખમાં પરત બની રહી છે, રંગ વધુ ઘાટો થઈ રહ્યો છે તો કોઈ રીતના ફંગલ ઈન્ફેક્શનની સમસ્યા પણ હોઈ શકે છે. તેની તપાસ કરાવવી વધુ જરૂરી છે. જો નખમાં કોઈ ખરાબી દેખાય રહી છે કે તેનો રંગ બાકીના નખથી અલગ છે, જો દુખાવો થઇ રહ્યો છે, કે નખ જાડા થઈ ગયા છે તો આ સમસ્યા મોટી પણ બની શકે છે. બની શકે છે કે કોઈ પ્રકારની ચામડીની બિમારી થઈ ગઈ હોઈ કે પછી કેન્સર જેવી મોટી બિમારીનો સંકેત પણ મળી શકે છે. લંગ કેન્સરનું એક લક્ષણ આ પણ છૈ કે નખ આગળથી વળી જાય છે, જાડા થઈ જાય છે અને તેનો રંગ બદલી જાય છે.

નખના રંગ બદલવાના ઘણા કારણ હોઇ શકે છે

એક સંશોધન જણાવે છે કે યૂકેમાં ૧.૪ ટકા સ્કિન કેન્સરના દર્દીઓને નખ પર બિમારીએ અસર પાડી છે.

સુકી કે ફાટેલી ચામડી

અમુક લોકોના પગની ચામડી સતત ફાટેલી દેખાય છે એડીઓથી લોહી નિકળે છે અને કોઈ પ્રકારની દવા તેના પર અસર નથી કરતી. આ સમસ્યા છે હાઈપરકેરાટોસિસ

વધતી ઉમરના લોકોને તેનાથી વધુ સમસ્યા થાય છે.

સૌથી પહેલા આ બિમારી એડીઓથી શરુ થશે જો કોઈ દવાનુ, કોઇ મોઈશ્ચરાઈઝરનુ પગ પર અસર નથી થઈ રહી તો આ સમસ્યા હોઈ શકે છે. એવામાં પગનો થોડો ભાગ બાકી ભાગથી કડક પણ દેખાવા લાગશે. હાઈપરકેરાટોસિસમાં પગની ચામડી ધીરે ધીરે જાડી થવા લાગે છે એમાં ચાઈ, મસ્સા, ખરાન ટિશુ વગેફે બધુ સમજ આવવા લાગે છે અને એવુ લાંબા સમય સુધી એક જ જેવા પોશ્ચરમાં રહેવાના કારણે થઈ શકે છે, જેમ કે જુકીને ચાલવુ, ખુલ્લા પગે દોડવુ કે ચાલવુ વગેરે.

વધતી ઉમરના લોકોને આ સમસ્યા વધુ થાય છે કારણ કે તેના ટિશુ ફૈટી થઈ જાય છે. Athlete’s foot, dermatitis, psoriasis, eczema કે keratoderma જેવી ઘણી સમસ્યાઓને કારણે આવુ થઇ શકે છે.

ખરાબ દુર્ગંધ

જો પગથી દુર્ગંધ આવી રહી છે તો આ ઈન્ફેક્શનના કારણે હોઈ શકે છે અને આ કોઈ મોટી સમસ્યાને આમંત્રણ પણ આપી શકે છે. તેના સિવાય, પગમાં ખંજવાળ, પગમાં સોઈ જેવી ચુભન થવી, છાલા પડવા, આંગળીઓની વચ્ચે સોજા અને સુકાપણુ થવુ વગેરે આ બધી સમસ્યા છે. પગના ઈન્ફેક્શન ઘણીવાર ખતરનાક હોઈ શકે છે. હાથપગના આ જગ્યા પર ખાસ રહે છે સોજા તો થઈ શકે છે કિડની ખરાબ

ખરાબ જીવનશૈલીને કારણે તમારા શરીરમાં અચાનક કઈ બિમારી ઘર કરી દે એ વાત ખબર નથી પડતી. કહેવામાં આવે છે કે કિડની આપણા શરીરને ગંદકીને સાફ કરે છે. એટલે કિડનીનું હેલ્ધી રહેવુ ખૂબ જરૂરી છે. આજ કિડની ખરાબ થવાની સમસ્યા લોકોમાં ઝડપથી વધી રહી છે.

દેખાય આ ૫ લક્ષણ, તો સમજી લો કે તમારી કિડની ખરાબ થઈ રહી છે એટ્લે તમને મળી રહ્યા છે સંકેત

તમને જણાવી દઈએ કે માનવ શરીરમાં બે કિડની હોઈ છે, તેના યોગ્ય રીતે કામ ના કરવા પર જીવવાની સંભાવના ખૂબ ઓછી રહી જાય છે. કરોડરજ્જુના બન્ને માથે બીનના અાકારના બે અંગ હોઈ છે, જેને કિડની કહેવાય છે. શરીરના લોહીનો મોટો ભાગ કિડનીથી થઈને પસાર થાય છે.

ગુર્દામાં રહેલા લાખો નેફ્રોન નલિકાઓ લોહીને ગાળીને શુધ્ધ કરે છે. આ રક્તના અશુધ્ધ ભાગને પેશાબના રુપમાં અલગ મોકલે છે. કિડની રોગની શરૂઆતની અવસ્થામાં ખબર નથી પડતી અને આ એટલો ખતરનાક હોઈ છે કે વધીને કિડની ફેલ્યોરનું રુપ લઈ લે છે. આ લેખ દ્વારા અમે તમને જણાવીએ કિડનીની સમસ્યા માટે જવાબદાર કારણ અને કિડની ફેલ્યોરના લક્ષણ બાબતમાં.

કિડની

ગુર્દાની સમસ્યા માટે ખાસ કરીને દૂષિત ખાન પાન અને વાતાવરણ જવાબદાર માનવામાં આવે છે. ઘણીવાર ગુર્દાની તકલીફને કારણે એંટિબાયોટિક દવાઓનું વધુ સેવન પણ હોઈ છે. મધુમેહના દર્દીઓને કિડનીની ફરિયાદ સામાન્ય લોકોની તુલનામાં વધુ હોઈ છે. વધતા અૌધોગીકરણ અને શહેરીકરણ પણ કિડની રોગનું કારણ બની રહ્યુ છે.

કિડની રોગના લક્ષણ

પેશાબ ઓછો કે વધારે આવવો કિડનીના રોગનુ પહેલુ લક્ષણ છે. ગુર્દાની સમસ્યાથી ગ્રસ્ત વ્યકિતને સામાન્યની તુલનામાં ઓછો કે વધુ પેશાબ આવે છે. એવા વ્યકિતને અવારનવાર રાત્રે વધુ પેશાબ આવે છે અને દર્દીના પેશાબનો રંગ ઘાટો હોઈ છે. ઘણીવાર દર્દીને પેશાબનો અહેસાસ થાય છે, પરંતુ ટોયલેટમાં જવા પર તે પેશાબ નથી કરી શકતા.

પેશાબમાં લોહી આવવુ પણ કિડની રોગનું લક્ષણ હોઈ છે. આ સમસ્યા અન્ય કારણોથી પણ હોઇુ શકે છે, પરંતુ તેનુ પહેલુ કારણ કિડની રોગી જ માનવામાં આવે છે. આ રીતની તકલીફ થવા પર તેને નજરઅંદાજ ના કરવી જોઈએ.

અંગો પર સોજા

કિડની શરીરથી તમામ અશુધ્ધ અવશેષોને બહાર કાઢવાનુ કામ કરે છે. જ્યારે ગુર્દા યોગ્ય રીતે કામ નથી કરી શકતા, તો શરીરમાં બચેલા અવશેષ સોજાનું કારણ બની જાય છે. એવામાં હાથ, પગ, ટખનો, અને ચહેરા પર સોજા આવી જાય છે.

થાક અને નબળાઇ

ગુર્દા શરીરમાં એથ્રોપોટિન હોર્મોનનું ઉત્પાદન કરે છે. જેનાથી લાલ રક્ત કણિકાઓના નિર્માણમાં સહાયક થાય છે, આ ઓક્સિજનને ખેંચવામાં સહાયક હોઈ છે. કિડનીના યોગ્ય રીતે કામ ન કરવા પર વ્યકિત એનિમિયાનો શિકાર થઈ જાય છે. શરીરમાં રક્તની ઓછી માત્રા થવા પર વ્યકિતને થાક અને નબળાઈ અનુભવાય છે.

ઠંડી વધુ લાગવી

જો તમારા ગુર્દા બરાબર રીતે કામ નથી કરતા, તો તમને ઠંડીનો અનુભવ વધુ થાય છે. ચોતરફ ગરમ વાતાવરણ હોવા પર પણ દર્દીને ઠંડી લાગે છે. કિડની ઈન્ફેક્શન તાવના કારણે પણ બની શકે છે.

ચાંભા અને ખંજવાળ

કિડની બરાબર કામ ના કરવા પર તમારા શરીરમાં ખરાબ લોહી હાજર રહે છે. જેનાથી રોગીના શરીર પર ચકામા અને ખંજવાળની સમસ્યા પણ થઈ શકે છે.

મિતલી અને ઉલ્ટી આવવી

લોહીમાં અશુધ્ધ અવશોષ રહેવા અને તેના સાફ ના થવાથી રોગીને મિતલી અને ઉલ્ટી આવવાની સમસ્યા થાય છે. એવામાં વ્યકિતને કાંઈ ખાવાનુ પણ મન નથી થતુ. સામાન્યરીતે લોકો મિતલી અને ઉલ્ટી આવવાને સામાન્ય સમસ્યા માનીને નજરઅંદાજ કરી દે છે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ