જો તમારા રેશન કાર્ડમાં પણ દીકરીનું નામ હોય તો આ આર્ટિકલ ખાસ છે તમારા માટે, વાંચી લેજો નહિંતર…

રેશન કાર્ડ એ ભારતીય નાગરિકો અને તેના કુટુંબ માટે એક મહત્વનો દસ્તાવેજ છે. ઘરના મુખ્ય વ્યક્તિ કોણ, તેના પરિવારજનો કોણ, પરિવારજનોની સંખ્યા, પરિવારના સભ્યો સાથે ઘરના મુખ્ય વ્યક્તિનો સંબંધ, પરિવારના સભ્યોની ઉંમર, પરિવારના સભ્યોના ચૂંટણી કાર્ડ નંબર, ઘરના મુખ્ય વ્યક્તિઓના આધાર કાર્ડ સાથે લિંકિંગ, ઘરનું સરનામું, ઘરેલું રાંધણ ગેસની વિગત, વર્ષ દરમિયાન જે તે મહિને સસ્તા અનાજની દુકાનેથી ખરીદ કરાયેલ અનાજ અને અન્ય ચીજ વસ્તુઓની માહિતી વગેરે જેવી અગત્યની વિગતો આ નાનકડા રેશન કાર્ડમાં હોય છે.

image source

રેશન કાર્ડ દ્વારા જે તે રેશન કાર્ડ ધારક પરિવારમાં જેટલા સભ્યો હોય તેના આધારે ઘરના પ્રત્યેક સભ્યના નિયત જથ્થા મુજબ સસ્તા ભાવે સરકારી અનાજ મળવાપાત્ર હોય છે. ઘણા ખરા લોકો પરિવારના સભ્યોમાંથી કોઈના મૃત્યુ કે દીકરીના લગ્ન બાદ પણ તેઓનું નામ રેશનકાર્ડમાંથી કમી કરાવતા નથી અને તેના ભાગનું નિયત અનાજ પણ મેળવતા હોય છે. જો કે આવું કરનાર સભ્ય સમાજના વ્યક્તિ નથી.

image source

ખેર, પરિવારમાંથી જો કોઈ સભ્ય મૃત્યુ પામે, અલગ થાય કે દીકરીના લગ્ન થાય તો રેશન કાર્ડમાંથી તેઓનું નામ કમી કરાવવું જરૂરી છે. ત્યારે ઉત્તર પ્રદેશના લખમીપુર – ખીરીના આપૂર્તિ વિભાગે ત્યાંના સ્થાનિક રેશનકાર્ડ ધારકો પૈકી જે લોકોએ તેઓની દીકરી સાસરે પરણાવી દીધી હોવા છતાં રેશન કાર્ડમાંથી તેનું નામ કમી કરાવેલ નથી તેવા રેશનકાર્ડમાંથી પરિણીત દીકરીઓના નામ કમી કરવા કામગીરી હાથ ધરી છે.

image source

આપૂર્તિ વિભાગના કહેવા મુજબ લગ્ન બાદ જ્યારે દીકરી પિયરમાં નથી રહેતી જેથી તેનું નામ અહીંના રેશનકાર્ડ યુનિટમાંથી કમી કરી દેવામાં આવશે જેથી જીલ્લામાં યુનિટ ઓછા થાય અને નવા લોકોના રેશન કાર્ડ બનાવી શકાય. કારણ કે લગ્ન બાદ જે તે પરિવારમાં દીકરીનું નામ જોડવા માટે પણ અરજી કરવામાં આવે છે એટલે એક જ વ્યક્તિનું નામ બે જગ્યાએ ન આવે તે માટે અહીંનાં રેશનકાર્ડમાંથી તેઓના નામ કમી કરવામાં આવશે.

image source

જીલ્લા આપૂર્તિ અધિકારી વિજય પ્રતાપ સિંહે જણાવ્યું કે જિલ્લામાં પાત્ર ગૃહસ્થી રેશન કાર્ડ ધારકોના યુનિટમાં શામેલ તે સ્ત્રીઓના નામો કમી કરવામાં આવશે જેઓના લગ્ન થઈ ગયા છે અને હવે તેઓ સાસરે રહે છે. આ કામગીરીથી યુનિટ તો ઓછા થશે અને સાથે જ નવા લોકોને પણ તક મળશે. કારણ કે જીલ્લાની ક્વોટો પૂરો થઈ ગયો છે એટલે નવા લોકો રેશનકાર્ડ નથી બનાવી શકતા. સેંકડો લોકો રેશનકાર્ડ માટે અરજી કરે છે. ડીએસઓના જણાવ્યા મુજબ લગ્ન બાદ લોકો સાસરિયા પક્ષમાં વહુનું નામ શામેલ કરાવે છે. એટલે પિયરીયામાં તેઓનું નામ કમી કરવામાં આવશે. આ અંગે બધા કોટેદારોને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ આ પ્રકારના નામો ચિહ્નિત કરે જેથી તેનું નામ કમી કરી શકાય અને તેના સ્થાને નવા યુનિટનો સમાવેશ કરી શકાય તથા અરજદારોના કાર્ડ બનાવી શકાય.

700 થી વધુ અરજીઓ પેન્ડિંગ

image source

જિલ્લા આપૂર્તિ અધિકારી વિજય પ્રતાપ સિંહે જણાવ્યું કે જિલ્લામાં લગભગ 700 અરજીઓ પેન્ડિંગ છે. શહેરી વિસ્તારના રેશન કાર્ડનો ક્વોટો તો લગભગ એક વરસ પહેલા જ પૂરો થઈ ગયો છે અને ગ્રામ્ય વિસ્તારમાં પણ આ જ પરિસ્થિતિ છે. જેથી નવા અરજદાર માટે રેશન કાર્ડ નથી બની શકતા અને તેઓને વિભાગના ધક્કા ખાવા પડી રહ્યા છે. હવે અપાત્ર નામોની ચકાસણી કરી તેમનું નામ કમી કરવાની કામગીરી હાથ ધરાશે અને તેના સ્થાને નવા કાર્ડ બનાવાશે. આ રીતે યુનિટ ઓછા થશે અને પાત્ર લોકોના યુનિટ પણ વધશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!