આ તારીખ પહેલા પાન કાર્ડ ધારકો કરી લેજો આ ખાસ કામ, નહિં તો…જાણી લો શું થયો નિયમમાં ફેરફાર

પાનકાર્ડને સંબંધિત કેટલાક નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે, તા. ૩૧ માર્ચ, ૨૦૨૧ પહેલા પાનકાર્ડ ધારકે આટલું કરી લેવું જોઈએ.

image source

સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા પાનકાર્ડને સંબંધિત કેટલાક નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે. નિયમોમાં આવેલ આ બદલાવ તા. ૩૧ માર્ચ, ૨૦૨૧ પછી એટલે કે, તા. ૧ એપ્રિલ, ૨૦૨૧ના દિવસથી લાગુ કરવામાં આવશે.

-વિશિષ્ટ ગ્રાહક કોડના નિયમમાં પરિવર્તન.

-ઈ- પેનના ઉપયોગને વધારવા માટે ભલામણ.

-તા. ૩૧ માર્ચ, ૨૦૨૧ પહેલા આધાર કાર્ડની સાથે પાનકાર્ડ લિંક કરવું ફરજીયાત.

image source

SEBI દ્વારા કરાયા નિયમોમાં ફેરફાર.

સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા દ્વારા પાનકાર્ડને મેળવવા માટે અને તેને જાળવી રાખવા માટે નિયમોમાં કેટલાક બદલાવ કરવામાં આવ્યા છે. આ સાથે સામાન્ય લોકોને ઈ- પેનનો ઉપયોગ વધારવા માટે ભલામણ કરવામાં આવી હતી.

image source

એના માટે કેટલાક જરૂરી સૂચનો પણ આપવામાં આવ્યા છે. કેન્દ્રીય બજેટ ૨૦૨૦માં તાકીદ કરતા ઈ- પેનની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે જાહેરાત કરી દેવામાં આવી હતી. જેના લીધે ઈન્કમ ટેક્સ ડીપાર્ટમેન્ટ તરફથી ઈ- પેન સર્વિસની શરુઆત કરવામાં આવી હતી જે બાયોમેટ્રિક પદ્ધતિથી કેવાયસીની મદદથી તાત્કાલિક પ્રાપ્ત કરી શકાય છે.

યુનિક ક્લાયન્ટ કોડ સંબંધિત નિયમોમાં પરિવર્તન કરવામાં આવ્યું.

image source

માર્કેટ રેગ્યુલેટર સેબી દ્વારા યુનિક ક્લાયન્ટ કોડ (યુસીસી) અને પાનકાર્ડની ફરજીયાત જરૂરિયાતને સંબંધિત નિયમોમાં પરિવર્તન કરવામાં આવ્યા છે. નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોમોડીટીઝ ડેરીવેટીવ્ઝ સહિતના એક્સચેન્જના સભ્યો દ્વારા તેમના બધા ગ્રાહકો માટે કોમોડીટી ડેરીવેટીવ્ઝ સેગમેન્ટ હેઠળ વ્યવહાર કરવા માટે યુસીસીનો ઉપયોગ કરવો ફરજીયાત કરી દેવામાં આવશે. આવા એક્સચેન્જ મેમ્બરને યુસીસીની માહિતી ‘અપલોડ’ કર્યા વગર વેપાર કરવાની પરવાનગી આપવામાં આવશે નહી.

આવા બધા જ મેમ્બર્સના પાન કાર્ડ પ્રાપ્ત કરી લીધા પછી તેને પોતાના કાર્યાલયના રેકોર્ડ રાખવા આવશ્યક છે. જો કે, ઈ- પેનની બાબતે મેમ્બરએ ઈન્કમ ટેક્સ વિભાગની ઓફીશીયલ વેબસાઈટ પર પોતાના ઈ- પેનને વેરીફાય કરાવવો જરૂરી રહેશે અને ત્યાર પછી પોતાના રેકોર્ડમાં સોફ્ટ કોપી પણ જાળવી રાખવાની રહેશે.

પાન કાર્ડને આધાર કાર્ડ નંબર સાથે લિંક કરવું ફરજીયાત.

image source

ઈન્કમ ટેક્સ વિભાગ દ્વારા બધા પાન કાર્ડને આધાર નંબરની સાથે લિંક કરવા ફરજીયાત કરી દેવામાં આવ્યા છે. એટલા માટે જો આપે આપના આધાર કાર્ડ નંબરને પાન કાર્ડની સાથે લિંક નથી કરવામાં આવ્યું તો આપે સાવચેત થઈ જવું જોઈએ. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ (CBDT) દ્વારા પાન કાર્ડની સાથે આધાર કાર્ડ નંબરને લિંક કરાવવાની અંતિમ તા. ૩૧ માર્ચ, ૨૦૨૧ નક્કી કરવામાં આવી છે. જો માર્ચ મહિનાના અંત સુધીમાં પાન કાર્ડની સાથે આધાર કાર્ડ નંબર લિંક નહી કરવામાં આવે તો આપનું પાન કાર્ડ બેકાર થઈ જશે અને ઈન્કમ ટેક્સ અધિનિયમની ધારા ૨૭૨-બી મુજબ આપની પર ૧૦ હજાર રૂપિયા સુધીનો દંડ કરવામાં આવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!