બાપ રે… આ શહેરમાં 21 માર્ચ સુધી લગાવાયું લોકડાઉન, માત્ર આ જ વસ્તુઓ મળશે

મહારાષ્ટ્રમાં ફરી એકવાર કોરોનાએ માથું ઊંચક્યું છે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે એવામાં નાગપુરમાં 15થી 21 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરી છે. અહીં થોડા દિવસમાં જ 1800થી વધારે કેસ સામે આવ્યા હતા.

image soucre

તમને જનવી દઈએ કે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ સૌથી ઝડપી ફેલાઈ રહ્યું છે. અહીં છેલ્લા 24 કલાકમાં 13,659 કોરોનાના નવા દર્દીઓ સામે આવ્યા છે. 7 ઓક્ટોબરના રોજ 14,578 કેસ સામે આવ્યા હતા અને તે દિવસ પછી

image soucre

લગભગ 15 દિવસ પહેલાં સુધી અહીં 5-6 હજાર કેસ આવી રહ્યા હતા. દેશમાં હાલ 60 ટકાથી વધુ દર્દીઓ અહીંથી જ મળી રહ્યા છે.

image soucre

કોરોના વાયરસનો પ્રકોપ હજી એવો ને એવો જ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 21814 નવા દર્દીઓ સામે આવ્યા છે. તેની સામે 17674 દર્દી સાજા થયા છે. અને 114 લોકોએ કોરોના સંક્રમણના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

. અત્યારસુધીમાં કુલ 1.12 કરોડ લોકો આ બીમારીનો ભોગ બની ચૂક્યા છે, એમાંથી 1.09 કરોડ સાજા થઈ ચૂક્યા છે, અને 1.58 લાખ જેટલા લોકોને કોરોના ભરખી ગયો છે, જ્યારે 1.85 લાખની સારવાર ચાલી રહી છે.

image soucre

જો વેકસીનની વાત કરીએ તો ભારત બાયોટેકની કોરોના વેક્સિન (Covaxin)ના તાત્કાલિક ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ એની પર લાગેલી ક્લિનિકલ ટ્રાયલની શરતને હાલ હટાવી દીધી છે. SECએ ભારત ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાને તેની દરખાસ્ત મોકલી છે.જો કોવેક્સિનને ક્લિનિકલ ટ્રાયલની શરતથી બહાર કરવામાં આવે છે તો લોકોએ એને લેવા માટી સહમતી પત્ર નહિ આપવો પડે.

image soucre

વેકસીનેશન શરૂ થયું એને 54 દિવસો વીતી ચુક્યા છે અને વેક્સિનેશનના 54મા દિવસે ભારતમાં વેક્સિનેશનનો આંકડો 2.5 કરોડને વટાવી ગયો છે. બુધવારે 9.22 લાખથી વધુ લોકોએ રસી મુકાવી છે.

image soucre

મહારાષ્ટ્ર રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં બુધવારે 13659 લોકો કોરોના પોઝિટિવ મળ્યા છે, તેની સામે 9,913 લોકો સાજા થયા અને 54નાં મોત થયા છે. અત્યારસુધીમાં રાજ્યમાં 22, 52,057 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે, એમાંથી 20, 99,207 લોકો સાજા થયા છે, જ્યારે 52,610 દર્દીનાં મોત નિપજ્યા છે,

રાજધાની દિલ્હીની વાત કરીએ તો દિલ્હીમાં બુધવારે 370 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 279 લોકો સાજા થયા અને 3નાં મૃત્યુ થયાં છે. અત્યારસુધીમાં 6, 42, 030 લોકો સંક્રમિત થયા છે, તેમાંથી 6, 29, 199 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 10931 દર્દીનાં મોત થયાં છે.

,

image soucre

મધ્યપ્રદેશ રાજ્યમાં બુધવારે 516 નવા સંક્રમિતો સામે આવ્યા છે, અને તેની સામે 309 લોકો સાજા થયા અને 3નાં મોત થયાં છે. અત્યાર સુધીમાં 2, 66, 043 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે, તેમાંથી 2, 58, 251 લોકો સાજા થયા છે, જ્યારે 3887 દર્દીનાં મોત થયા છે.

કેરળની વાત કરીએ તો કેરળ રાજ્યમાં બુધવારે 2475 લોકો કોરોના સંક્રમિત મળ્યા હતા, 4192 લોકો સાજા થયા અને 14નાં મોત થયા છે. અત્યાર સુધીમાં કેરળમાં 10,83, 531 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે, તેમાં 10 ,43, 473 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4343 દર્દીનાં મોત થયાં છે

image soucre

રાજસ્થાન રાજ્યમાં બુધવારે 188 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં 3, 22,078 લોકો સંક્રમણનો ભોગ બન્યા છે, તેમાંથી 3,17 ,257 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 2789 દર્દીનાં મોત થયાં છે.

ગુજરાત રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં બુધવારે 675 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 2, 75, 197 લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે, તેમાં 2, 67, 250 લોકો સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 4418 દર્દીઓને કોરોના ભરખી ગયો છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ