જીવતા વ્યક્તિએ કર્યુ ઓર્ગન ડોનેટ, અને કોરોના પોઝીટીવ મહિલાનો બચ્યો જીવ, જાણો ક્યાંની છે આ ઘટના

આજે પણ સમાજના અનેક લોકોને અંગદાન અંગેની જાણકારી નથી,સમાજમાં હજી પણ અંગદાન ની જાગૃતિ જોઇએ તેટલા પ્રમાણમાં નથી. જોકે જાગૃતિનું પ્રમાણ ધીમેધીમે વધી રહ્યું છે, જે એક સારી બાબત છે. ઘણાને પ્રશ્ન થતો હોય છે કે અંગદાન એટલે શું? અંગદાન પહેલાં બ્રેઇન ડેડ અંગેની માહિતી અતિ જરૂરી છે. જે દર્દીનું મગજ કામ કરતું અટકી ગયું હોય તે દર્દીની ફરીથી ભાનમાં આવવાની અને જાતે શ્વાસ લેવાની શક્યતા રહેતી નથી. તે માત્ર કૃત્રિમ શ્વાસ પર જીવિત રહે, એટલે કે વેન્ટિલેટર મશીનથી દર્દીની શ્વાસની પ્રક્રિયા ચાલતી હોય તેવા દર્દીને બ્રેઇન ડેડ કહેવામાં આવે છે.

image source

દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરતા પહેલાં ડૉક્ટરની એક પેનલ તેની તપાસ કરે છે. ત્યારબાદ દર્દીને બ્રેઇન ડેડ જાહેર કરે છે. આવા દર્દી માત્ર એક જીવિત લાશ સમાન હોય છે. જો તેના નિકટનાં સગાંસંબંધી આ બ્રેઇન ડેડ દર્દીના અવયવો એટલે કે હાર્ટ, કિડની, લીવર, આંખો દાન આપવાની મહેચ્છા કરે તો તેને અંગદાન કહેવામાં આવે છે. કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે તે સમયમાં એક સારી ખબર પણ સામે આવી છે. જપાનમાં એક મહિલાને સર્જરી કરીને બચાવી લેવામાં આવી છે.

image source

જપાનમાં કોરોના વાયરસથી પીડિત એક મહિલાના ફેફસાનું ટ્રાંસપ્લાન્ટ કરીને બચાવી લેવામાં આવી છે. સૌથી ખાસ વાત એ છે કે મહિલાને બે જીવતા લોકોના ફેફસાના હિસ્સા આપવામાં આવ્યા છે. બંને ડોનર મહિલાના સગા છે. એેક દિકરો અને બીજો પુરુષ તેનો પતિ છે. માનવામાં આવી રહ્યું છે કે મેડિકલ ઇતિહાસમાં પહેલી વાર આવું થયુ છે કે જીવતા લોકોના ફેફસાના હિસ્સા ડોનેટ કરવામાં આવ્યા છે.

દુનિયા સામે નવો વિકલ્પ

image socure

આ સર્જરી બાદ દુનિયાભરના ડૉક્ટર્સ સામે નવો વિકલ્પ ઉભો થયો છે. જીવીત ડૉનરના અંગ લઇને સર્જરી કરી શકાય તેવો વિકલ્પ સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર મહિલાના દિકરાએ જમણા અને પતિએ ડાબા ફેફસાના હિસ્સા ડોનેટ કર્યા છે. ક્યોટો યુનિવર્સીટી હોસ્પિટલમાં 11 કલાક સુધી આ સર્જરી ચાલતી રહી અને સફળ પણ રહી હતી. મહિલાના પતિ અને દિકરાની હાલત સ્થિર છે અને આ સર્જરીમાં 30 લોકોની ટીમ સામેલ હતી. કહેવામાં આવી રહ્યું છે કે મહિલાને 2 મહિના બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવશે. આ પ્રકારની સર્જરી ખુબ કઠીન છે અંગદાન માટે ડોનરે 13 શરતોને પૂરી કરવી જરૂરી છે. શરીરના અવયવોનું દાન સ્ત્રી-પુરુષ બંને કરી શકે છે.

image source

તેમાં કોઇ પણ ઉંમર, ધર્મ કે જાતિ હોય તેની સાથે કોઇ નિસબત નથી. કોઇ ભેદભાવ નથી. કોઇ પણ વ્યક્તિ અંગદાન કરી શકે છે. બ્રેઇન ડેડ થયેલ દર્દીએ અંગદાન કર્યું હોય તો ટ્રાન્સપ્લાન્ટની ટીમ બ્રેઇન ડેડ દર્દીનું તબીબી પરીક્ષણ કરીને અવયવોનું દાન કરવા યોગ્ય છે કે નહીં તે તપાસીને તેની ચકાસણી કરે છે. શરીરમાંથી અવયવ બહાર કાઢીને તેનું પ્રત્યારોપણ કરવું એ એક વ્યવસ્થિત પ્રક્રિયા છે.તેમાં શરીરનું બિનજરૂરી ડિસેક્શન કરવામાં આવતું નથી. તેના લીધે અંતિમવિધિમાં કોઇ પણ પ્રકારની અડચણ થતી નથી.

ફરી વધ્યો કોરોનાનો કહેર

image source

દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર ફરી એકવાર વધી ગયો છે. ભારતમાં માર્ચની શરૂઆતમાં જ મોટી સંખ્યામાં કેસ નોંધાવા લાગ્યા છે. ભારતમાં કેટલીક જગ્યાઓએ કરફ્યુ લગાવી દેવામાં આવ્યા છે અને ઘણા દર્દીઓ પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!