ઇજીપ્તમાં મળ્યું 3000 વર્ષ જુનું ‘સોનાનું અદભૂત શહેર’, સામે આવ્યો પહેલો વીડિયો, જોયો તમે?

પ્રાચીન દેશ ઈજિપ્તમાં ઘણીવાર પ્રાચીન વસ્તુઓ મળતી રહી છે. ઇજિપ્તમાંથી એવી એવી રહસ્યમયી વસ્તુઓ મળી આવે છે જે જોઈને-સાંભળીને લોકો આશ્ચર્ય પામે છે. તેવી જ એક ઘટના હાલના સમયમાં બનવા પામી છે.ઇજીપ્તમાં મળેલા 3 હજાર વર્ષ જુના અદભૂત શહેરની ચર્ચા આખી દુનિયામાં છે. આટલા વર્ષ બાદ પણ આજે ઇજીપ્તના સૌથી મોટા પ્રાચીન શહેરના અવશેષોને જોઇને એવું જ લાગે છે કે જાણે કાલે જ બનાવ્યું હોય.

આ શહેરને પ્રાચીન ઇજીપ્તનું પોમ્પેઇ પણ કહેવામાં આવે છે. લક્ઝર શહેરની રેતની નીચે તેને 3400 વર્ષ જૂનૂ શહેર મળ્યાની ઘોષણા ઇજીપ્તના ચર્ચિત પુરાત્તવવેત્તાએ કરી હતી. હવે આ સોનાના શહેરનો પહેલો વીડિયો સામે આવ્યો છે. ઘણા વિશેષજ્ઞોનું માનવુ છે કે આ શહેર વર્ષ 1922માં તૂતેનખામેનના મકબરાની ખોજ બાદ સૌથી મોટી ખોજ છે. 7 મહિનાના ખોદકામ બાદ આ શહેરનો પત્તો મળ્યો હતો. તૂતેનખામેન પ્રાચીન ઇજિપ્તના અઢારમા રાજવંશના અગિયારમા રાજા હતા.

તૂતેનખામેનની કબર લગભગ સહીસલામત અવસ્થામાં મળી આવી હોવાને કારણે પણ તેમની ખ્યાતિ વધારે છે.બ્રિટિશ પુરાતત્વશાસ્ત્રી હોવાર્ડ કાર્ટરે તૂતેનખામેનના મકબરાની શોધ 1922માં કરી હતી.તૂતેનખામેનની જે મમી મળી હતી તેના પર સંશોધન કરતાં જાણવા મળ્યું હતું કે મૃત્યુ વખતે તેમની વય 17 વર્ષની હતી.

તેઓ આઠ કે નવ વર્ષના હતા ત્યારે જ તેમને રાજગાદી મળી ગઈ હતી. તૂતેનખામેનના મૃત્યુ બાબતે જાતજાતની કિસ્સા સાંભળવા મળે છે. કોઈ કહે છે કે તેમની હત્યા કરવામાં આવી હતી તો કોઈ કહે છે કે શિકાર દરમ્યાન ઘાયલ થયા બાદ તેમનું મૃત્યુ થયું હતું. આ શહેરમાં હજુ આગળના ઘણા વર્ષો સુધી સામાન્ય માણસોને જવાની પરમિશન નહી મળે. આ વાતો વચ્ચે જ યુટ્યુબની એક ચેનલે વીડિયો શૅર કર્યો છે.

ઇજીપ્તનું સૌથી પ્રાચીન શહેર

ફેસમ ઇજીપ્ત વિશેષજ્ઞ જાહી હવાસે એલાન કર્યુ છે કે ખોવાયેલા સોનાના શહેરની ખોજ લગ્ઝરને વધુ નજીક લઇ આવી છે. અહી રાજાઓની ઘાટી સ્થિત છે. ટીમે એવ નિવેદન આપ્યુ છે કે ડૉ. જાહીના તત્વાધાનમાં ઇજીપ્તના મિશનનું એક શહેર મળ્યુ છે જે રેત નીચે ખોવાઇ ગયુ હતુ. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આ શહેર 3000 વર્ષ જુનુ છે.

ઇજીપ્તના લોકોની અમીરી

આ ટીમે છેલ્લા સપ્ટેમ્બરના ખોજ શરૂ કરી હતી. લગ્ઝર પાસે રામસેસ 3 અને એમેનટોપ 3ના મંદિરો વચ્ચે કાહિરાથી 500 કિમી દુર ખોજ કરવામાં આવી હતી. થોડા જ અઠવાડીયામાં માટીની ઇંટોથી બનેલી આકૃતિઓ મળવા લાગી હતી. ખોદકામમાં એક વિશાળ શહેર નીકળ્યુ જે ખુબ સારી હાલતમાં છે.

સાત મહિના બાદ ઘણા એરિયાના રાજ ખુલી ગયા . તેમાં અવન સાથે બેકરી અને વાસણોનો સ્ટોર પણ મળ્યો હતો. આ કાળને સમૃદ્ધિ અને ભવ્ય ઇમારતો માટે ઓળખવામાં આવતુ હતુ. આ ખોજથી પ્રાચીન ઇજીપ્તના સૌથી અમીર કાળ વિશે જાણી શકાશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!