માતા-પિતાએ બાળકને બહાર રમવા ના જવા દેતા ટીવી અને ફ્રીઝ સાથે કરવા લાગ્યો વાતો, તો કોઇને સતત આવે છે એમ્બ્યુલન્સનો અવાજ, વાંચો કોરોનાએ કેવી કરી વિદ્યાર્થીઓની હાલત

કોરોનાની બીજી લહેર ઘાતક બની રહી છે. એવામાં તેની અસર હવે સ્વસ્થ લોકો પર પણ પડી રહી છે. કોરોના મહામારી અંગેના સમાચાર લોકો ટીવી અને સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ રહ્યા છે તેના કારણે હવે તેની ગંભીર અસર તેમના માનસિક સ્વાસ્થ્ય પર પડી રહી છે. ઘણા લોકો સમાચારના માધ્યમથી રોજ મોતનાં આંકડાઓ જોઈ રહ્યા છે જેને લઈને લોકોમાં ચિંતા રોગ અને તણાવનું પ્રમાણ વધી રહ્યું છે. તો બીજી તરફ હાલમાં મનોચિકિત્સકો સાથે વાત કરી શકાય તેવી હેલ્પ લાઈન પણ શરૂ કરવામાં આવી છે.

image source

તો બીજી તરફ હાલમાં આ અંગે મનોચિકિત્સકો કહે છે કે, જે લોકો અમને કઈ થવાનું નથી એવું કહીને હાથ પણ નથી ધોતા તેવા લોકોમાં પણ ચિંતા પેસી ગઈ છે. તમને જણાવી દઈએ કે દરેક લોકો પોતાની ચિંતા અલગ અલગ રીતે વ્યક્ત કરતા હોય છે. આવી એક ઘટના સામે આવી છે રાજકોટમાં ઘણા વિદ્યાર્થીઓ આવી માનસિક ચિતાનો ભોગ બની રહ્યા છે. તમને જણાવી દઈએ કે, રાજકોટમાં કોલેજના એક વિદ્યાર્થીને સતત એમ્બ્યુલન્સનો અવાજ સંભળાયા કરે છે અને બીજા એક કિસ્સામાં સ્કૂલના એક બાળકને કોરોના મહામારીના કારણે બહાર રમવા જવા દેવામાં ન આવતા તે બાળક ઘરમાં બારી-દરવાજા અને ફ્રિજ સાથે વાતો કર્યા કરતાં તેમના પરિવારમાં ચિંતાનું મોજૂ ફરી વળ્યું છે.

image source

તમને જણાવી દઈએ કે હાલમાં આવા ઘણા કેસો આવી રહ્યા છે જે લોકોને માનસિક તકલીફ વધી રહી છે. આવી તકલીફને ધ્યાનમાં રાખીને રાજકોટમાં સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ રાજકોટ અને મનોવિજ્ઞાન ભવન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા હેલ્પલાઇન શરી કરવામાં આવી છે, આ હેલ્પલાઈન અંતર્ગત કોરોનાના ડરને લગતા પ્રશ્નોનું નિરાકરણ લાવામાં આવે છે અને જો જરૂર પડે તો રૂબરૂ બોલાવીને પણ માર્ગદર્શન અપાય છે.

image source

ઘણા લોકોને સતત ટીવી પર કોરોના અંગેના સમાચારો જોઈને વિચારો આવવા લાગે છે. જેમા કોઈ હોસ્પિટલમાં બેડ નથી, જગ્યા નથી તો મને એવું લાગે કે જો મને કોરોના થશે તો હોસ્પિટલમાં જગ્યા નહિ મળે તો મારૂ શું થશે? આ ઉપરાંત જો મને કઈ થસે તો મારા પરિવારનું શુ થશે અને મારા ઘરડા માતાપિતાને કઈ થશે તો? આવા ઘણા વિચારો હાલમાં લોકોને આવી રહ્યા છે. આ ઉપરાંત એક વિચિત્ર કિસ્સો પણ સામે આવ્યો છે. જેમા એક વિદ્યાર્થી થોડા સમયથી સતત પોતાના મોબાઈલમાં કોરોના વિશેના ન્યૂઝ જોતો હતો જેને કારણે તેના કાનમાં સતત એમ્બ્યુલન્સ અને રડવાના અવાજો શંભળાતા ડરવા લાગ્યો હતો. એક રાત્રે આ વિદ્યાર્થી એમ્બ્યુલન્સ અને હોસ્પિટલના વીડિયો જોતો હતો, ત્યારે રાત્રે તાવ ચઢ્યો અને જ્યારે સવારે રિપોર્ટ કરાવ્યો તો તે પોઝિટિવ આવ્યો

image source

આવી જ ઘટના સામે આવી હતી ભાવનગરમાં જ્યા એક સંક્રમિત વિસ્તારમાં રહેતી યવતીને સતત ન્યૂઝ જોવાના કારણે ચિંતા વધતી ગઈ હતી. તમને જમાવી દઈએ કે, એક દિવસ આ યુવતી પોતાના ઘરની બહાર ગાયને રોટલી આપવા ગઈ હતી આ દરમિયાન તેમનો હાથ ધૂળને અડી ગયો અને તેમની ચિંતા વધી ગઈ કે મને કોરોના તો નહિ થાય ને ચિતા એટલી વધી ગઈ કે તેમને મનોચિકિત્સક પાસે સારવાર માટે લઈ જવામાં આવ્યા.

image source

તો બીજી તરફ હાલમાં ઘરથી દૂર હોસ્ટેલમાં કે અલગ રૂમ રાખીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ચિંતા વધી રહી છે. તમને જણાવી દઈએ કે હાલમાં કોલેજમાં ભણતા એક વિદ્યાર્થીના સગાનું કોરોનામાં મૃત્યુ થતાં આ વિદ્યાર્થીને સતત મૃત્યુની ચિંતા સતાવે છે. તમને જણાવી દઈએ કે 3 દિવસથી કઈ ખાધું પણ નથી અને આખી રાત જાગ્યા કરે છે અને તેને સતત એમ્બ્યુલન્સના અવાજો સંભળાયા કરે છે.આવી પરિસ્થિતીનો સામનો કરી રહી છે 10માં ધોરણમાં ભણતી વિદ્યાર્થિની. આ વિદ્યાર્થિનીને સતત પરીક્ષાનો ડર સતાવી રહ્યો છે અને તે નાપાસ થવાના ડરથી સતત રડ્યા કરે છે. આ ઉપરાંત સતત ડરના કારણે ઊલટીઓ અને અનિદ્રાનો પણ ભોગ બની છે.

બીજી એક યુવકની વાત કરીએ તો આ યુવકને છેલ્લાં કેટલાંય સમયથી એવું ફિલ થાયછે કે, તેમને શ્વાસ લેવામાં ગભરામણ થાય છે. તેમને હંમેશા એવો ડર વાગ્યા કરે છે કે મને ક્યાંક કોરોના થઈ જશે તો, જેના કારણે મનમાં હંમેશા ડર રહે છે અને તેને કારણે જ તેઓ થોડી થોડીવાર ડોક્ટર પાસે દોડી જાય છે.

image source

નોંધનિય છે કે કોરોના સંક્રમણની બીજી લહેર જેટલી ઘાતક છે, એટલી જ ઘાતક માનસિક અસરની પણ છે. તમને જણાવી દઈએ કે, છેલ્લાં એક બે મહિનામાં જ આણંદ શહેરમાં રહેતા માનસિક રોગોના નિષ્ણાંત પાસે પાંચથી છ દર્દીઓ પૈકી ત્રણથી ચાર દર્દીઓ એવા આવે છે કે જેઓને કોરોના પોઝિટિવ થવા ડર રહે છે. આ ઉપરાંત જો લોકડાઉન થશે તો કેવી રીતે જીવન પસાર કરશું તેવો ડર સતત સતાવી રહ્યો છે. આ અંગે આણંદ શહેરના જાણીતા ડોક્ટરો કહી રહ્યા છે કે સાવચેતી રાખો અને ડર ચિંતા-ડિપ્રેશનથી ડિસ્ટન્સ બનાવો. સતત પોઝિટિવ વિચારો અને નકારાત્મક વિચારોને તમારા મગજમાં ન લાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!