પ્રિયંકા ચોપડાએ પહરેલું આ જેકેટ ચર્ચામાં, આગળથી ડિપ અને પાછળથી બંધ જેકેટમાં આ માતાજીની તસવીર બની ચર્ચાનો વિષય, આ જોઇને ફેન્સ બોલી ઉઠ્યા કે…

પ્રિયંકા ચોપડા જોનસ એક ગ્લોબલ સ્ટાર છે અને સાથે જ તે તેની ફેશન અને લુક્સને લઈને પણ ફેમસ છે. અભિનેત્રી પ્રિયંકા ચોપડા જોનસના લુક્સ અને ફેશનને આખી દુનિયા ફોલો કરે છે. પ્રિયંકા ચોપડા જોનસ વારંવાર પોતાની સ્ટાઈલ અને ફેશનથી દુનિયામાં એક ટ્રેંડ સેટ કરે છે. આવું જ કંઈક તાજેતરમાં થયું છે.

image source

થોડા સમય પહેલા જ પ્રિયંકાની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. આ તસવીર શેર થયા બાદ ચર્ચામાં આવી હતી. આ ફોટોમાં પ્રિયંકાએ પતિ નિકનો હાથ પકડ્યો છે અને બંનેની પીઠ કેમેરા તરફ છે. આ ફોટોમાં પ્રિયંકાએ ખાસ જેકેટ પહેર્યું છે જે ખૂબ ચર્ચામાં છે. પ્રિયંકાના જેકેટમાં પાછળ માતા કાલીની ઝલક જોવા મળે છે. માતા કાલીની પ્રિંટવાળું જેકેટ પીસીના ફોલોર્વસ વચ્ચે ચર્ચાનું કારણ છે.

ફોટોમાં પ્રિયંકાની પીઠ જોવા મળે છે. ફોટોમાં પ્રિયંકા ચોપડાએ રેડ આઉટફિડ સાથે સ્ટોકિંગ અને પંપ હિલ્સ પહેરી છે. ઓલ રેડ આઉટફિટમાં સૌથી ધ્યાન ખેંચી તેવું પ્રિયંકાનું જેકેટ છે. આ જેકેટ ઘણું અલગ છે અને ખાસ પણ છે. જેકેટની વચ્ચોવચ માતા કાલીનો ચહેરો બનાવવામાં આવ્યો છે. વેસ્ટર્ન ડ્રેસને ડિઝાઈનરે ઈંડિયન ટચ આપ્યો છે.

image source

જો કે આ જેકેટ પહેરી અને ફરી એકવાર પ્રિયંકા ચોપડાએ ભારતીયોનું હૃદય જીતી લીધું છે. પ્રિયંકાના વખાણ કરતાં ફેન્સ તેને માતા કાલીની ભક્ત કહી રહ્યા છે. આ ફોટો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. પ્રિયંકાની ઈંટરનેશન સ્ટાઈલિસ્ટ ક્રિસ્ટિના એરલિચએ થોડા સમય પહેલા એક્ટ્રેસની ફેશન સેંસ પર વાત કરી હતી. તેણે એક મુલાકાતમાં કહ્યું હતું કે, પ્રિયંકાને કોલાબોરેશન પસંદ છે અને દિવસના આધારે તે અલગ અલગ કપડા પહેરે છે. તેને અર્બન સ્ટ્રીટ વેયર પસંદ છે અને તે ખૂબ જ વર્સેટાઈલ છે. તે અલગ અલગ સ્ટાઈલના કપડાને અલગ અલગ રીતે કેરી કરે છે. પ્રિયંકાની સ્ટાઈલને ગ્લોબલ સ્તરે પસંદ કરવામાં આવે છે.

image source

પ્રિયંકા ચોપડા પોતાના ફેશન રુટીનને લઈ કેટલી ગંભીર છે તે કોઈથી છુપાયેલી વાત નથી. તે દરેક આઉટફિટને અલગ રીતે ફ્લોન્ટ કરે છે. પ્રિયંકા પોતાના કામને પરફેક્ટ રીતે કરવામાં વિશ્વાસ રાખે છે. પછી તેના માટે તેને કલાકો સુધી મહેનત કરવી પડે તો પણ તે કરે છે. આ મહેનત તેના લુક્સ અને ફેશનમાં જોવા પણ મળે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!