જે મિત્રો કબજીયાતની તકલીફથી પીડાતા હોય એમના માટે ખાસ…

જ્યારે તમારું પેટ ભારે હોય પણ તમે તેને હળવું કરી શકો તેમ ન હોવ તે વખતની તકલીફ ઘણી બેચેન કરનારી હોય છે. તેનાથી પણ વધારે ખરાબ ત્યારે થાય છે જ્યારે તેના કારણે તમને પેટ તેમજ માથાનો દુઃખાવો થાય છે. કબજિયાત એ ખરેખર એક ત્રાજસજનક સમસ્યા છે. અને જ્યારે તે રોજિંદી સમસ્યા બની જાય ત્યારે તો ખાસ. મોટા ભાગના લોકો હળવા કબજિયાતથી તો પિડાતા જ હોય છે. કેટલાક તો તેને રોગ જ માની લેતા હોય છે, પણ હકીકતમાં તે માત્ર લક્ષણ જ છે. એક એવું લક્ષણ જે ગંભીર સમસ્યા તરફ દોરી જાય છે જો તેની યોગ્ય સમયે સારવાર કરવામાં નહીં આવે તો.

કબજિયાત શું છે ?


જ્યારે તમારા આંતરડાની હલચલો અનિયમિત થઈ જાય, તમારું પેટ ફુલેલું અને તણાયેલું લાગે. જો તમે તમારી આ તકલીફની કેર નહીં કરો તો તે તમને પેડાના રોગો તરફ દોરી જશે. જો આ સમસ્યાને યોગ્ય સમયે ઓળખી લેવામાં આવે તો ચિંતાનું કોઈ જ કારણ નથી. જુદાં જુદાં લોકોમાં કબજિયાત જુદી જુદી રીતે જોવા મળે છે. કેટલાક લોકો અનિયમિત ઝાડાને કબજિયાત માનતા હોય છે તો કેટલાક કઠણ જાડાને કબજિયાત માનતા હોય છે. કેસ ગમે તે હોય મૂળવાત એ છે કે તે પાછળનું કારણ અસ્વસ્થ જીવનશૈલી છે.

કબજિયાત શા માટે થાય છે ?


કબજિયાત એ જીવનશૈલીના કારણે ઉભી થતી સમસ્યા છે. જ્યારે તમે ઓછું પાણી પીતા હોવ, જંક ફૂડ વધારે પ્રમાણમાં ખાતા હોવ, ત્યારે તમને કબજિયાતની સમસ્યા થાય છે. સાથે સાથે, માનસિક તાણ, અપૂરતી ઉંઘ, કામ કરવાના અયોગ્ય કલાકો આ બધી જ બાબતો તમારી કબજિયાતની સમસ્યામાં વધારો કરે છે. ફાસ્ટ ફૂડના કારણે આપણે લીલા શાકભાજી, રેશાવાળા ખોરાક, અને તાજા ફળનો ઉપભોગ ખુબ જ ઘટાડી દીધો છે અને આ પરિબળ કબજિયાતમાં સૌથી મોટો ભાગ ભજવે છે.

યોગા કબજિયાતની સમસ્યામાં કેવી રીતે રાહત પહોંચાડે છે?

હા, યોગા તમને કબજિયાતમાં રાહત આપે છે. જો તમે ઇચ્છતા હોવ કે કબજિયાત તમારી કાયમી એટલે કે આજીવન સમસ્યા ન થાય તો હજુ પણ તમારી પાસે સમય છે, જો તમે તે માટે કોઈ ઉપાય નહી કરો તો તમને તેના કારણે પેટના ગંભીર રોગ થઈ શકે છે. પણ ભગવાન હંમેશા આશાની એક બારી તો ખુલ્લી રાખતા જ હોય છે. કબજિયાતની આ સમસ્યા માટે યોગા એક ઉત્તમ ઉપાય છે.


યોગા તમારા શરીરને મજબુત બનાવે છે અને તમારા શારીરિક તંત્રમાં ઓક્સિજન અને લોહીનું ભ્રમણ વધારે છે. યોગાના મોટા ભાગના આસનોમાં પેડાની હલનચલનનો સમાવેશ થતો જ હોય છે, અને તે તમારી કબજિયાતની સમસ્યાને ઘટાડવામાં મદદ કરે છે.

એવી કહેવત છે કે રોગની સારવાર કરવી તેના કરતાં તેને થતાં અટકાવવો જોઈએ. અને તેમાં તમારે કોઈ મોટો પહાડ ખુંદવાની જરૂર નથી. તમારે માત્ર રોજ કેટલાક આસન જ કરવાના રહેશે. તે જ તમારા આંતરડાની અનિયમિત હલચલને નિયમિત બનાવશે અને સાથે સાથે તે તમારા પેટની ફુલી જવાની તેમજ તેના તણાઈ જવાની સમસ્યા પણ દૂર કરશે. આજે આ લેખમાં અમે તમને યોગા તેમજ કબજિયાત વિષે વિસ્તૃત માહિતી આપવા જઈ રહ્યા છે.
કબજિયાતમાં રાહત માટેના સુપર સેવન યોગાસનો.

1. પવન મુક્તાસન

2. બદ્ધા કોનાસન

3. હલાસન

4. અર્ધ મત્સ્યેન્દ્રાસન

5. મયુરાસન

6. બાલાસન

7. સુપ્ત મત્સેન્દ્રાસન

1. પવનમુક્તાસન


પવન મુક્તાસનનો ખરો સ્પષ્ટ અર્થ થાય છે વાયુ મુક્તિ આસન. જે લોકો કબજિયાતથી ત્રસ્ત હોય છે તેમને પેટમાં ગેસની તકલીફ હોય હોય અને હોય જ છે. આ આસનનો નિયમિ અભ્યાસ કરવાથી તે તમારા મોટા ભાગના પાચનતંત્રના રોગોને જેવા કે અપચો અને એસિડિટી કે જેનું મુખ્ય કારણ કબજિયાત હોય છે તેને દૂર કરી દે છે

2. બદ્ધ કોણાસન


જ્યારે તમે મોચી જેવી સ્થિતિમાં બેસો છો ત્યારે તમારો આગળનો ભાગ વળે છે, તે તમારા પાચન તંત્રને સુધારવા અને ઉત્તેજિત કરવા મદદ કરે છે. ગેસ, પેટ ફુલી જવું, પેટમાં દુખાવો થયો આ બધી જ સમસ્યામાં આ આસન રાહત આપે છે. આ આસનનો નિયમિત અભ્યાસ કરવાથી તમારી માનસિક તાણ પણ દૂર થાય છે જેના કારણે પણ તમને કબજિયાતમાં આરામ મળે છે.

3. હલઆસન (હળઆસન)


હલઆસન અથવા હળઆસન જે લોકો કબજિયાતથી ત્રસ્ત હોય તેમના માટે આ એક આરામદાયક આસન છે. તે આંતરડાને મસાજ આપે છે, અને તેના કારણે, તેમાંથી દરેક પ્રકારના ઝેરી તત્ત્વો દૂર થઈ જાય છે. આ આસનને વ્યુત્ક્રમ માનવામાં આવે છે. અને માટે તે પેડુના એરિયામાં લોહીનું ભ્રમણ વધારે છે. અને આ ક્રિયાથી પાચનશક્તિને એક વેગ મળે છે.

4. અર્ધ મત્સ્યેન્દ્રાસન


જ્યારે તમે અર્ધ મત્સ્યેન્દ્રાસનની સ્થિતિમાં આવો છો ત્યારે તે તમારી કીડની, બરોળ, સ્વાદુપિંડ, પેટ, લિવર અને આંતરડાના મોટા ભાગને મસાજ કરે છે. અને આ પ્રક્રિયાથી શરીરનો માત્ર તે ભાગ જ ડીટોક્ષ નથી થતો પણ તેનાથી આંતરડાની હલચલોમાં પણ સુધારો આવે છે અને તેના કારણે તમારી કબજિયાતની તકલીફમાં રાહત મળે છે.

5. મયુરાસન


મયુરાસન અથવા તો મોર આસન તમારા પાચનતંત્રને સુધારે છે અને તમે આરોગેલા અસ્વસ્થ ખોરાકની અસરને દૂર કરે છે. આ આસન કરવાથી પેટની અંદરનું દબાણ વધે છે, જે લીવર અને બરોળની વૃદ્ધિ અટકાવે છે. આ આસનથી આંતરડા સ્વસ્થ થાય છે અને તેની હલચલો પણ નિયમિત બને છે.
6. બાલાસન અથવા બાળકનું આસન.


આ આસન સમગ્ર શરીર અને પેટના અંગોને શાંત અને તાણરહિત બનાવે છે. જો તમે નજીકથી જોશો તો આ આસનની સ્થિતિ પેટથી વળવાની છે જેના કારણે પાચન અંગોને પણ મસાજ મળે છે. માટે, પાચન અને આંતરડાની હલચલોમાં સુધારો આવે છે. આ એક ખુબ જ અસરકારક અને નોન-ટ્વિસ્ટિંગ આસન છે જે કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે.

7. સુપ્ત મત્સ્યેન્દ્રાસન


સુપ્ત મત્સ્યેન્દ્રાસન એ કબજિયાત દૂર કરતાં આસનોમાંનું સૌથી અસરકારક આસન છે. આ આસન ટ્વિસ્ટ અને વિશ્રામનું એક સંપૂર્ણ કોમ્બિનેશન છે. આ આસન કબજિયાતથી રાહત મેળવવામાં ખુબ મદદ કરે છે. એક હળવો ટ્વિસ્ટ કચરો દૂર કરવા અને આંતરડામાં લોહીનું ભ્રમણ વધારે છે, અને ખોરાકને સરળતાથી આગળ વધવા દે છે, તે શરીરને આરામ પહોંચાડે છે અને પેટમાં રહેલી તાણને દૂર કરે છે.


શું તમે ક્યારેય કબજિયાતની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે યોગાસન કરવાનો વિચાર કર્યો છે ? તમે જેટલી ચિંતા કરશો કબજિયાત તેટલો જ તમને વધારે પરેશાન કરશે. ઉપર જણાવેલા કેટલાક આસન તમારી આ સમસ્યાથી તમને ખુબ જ રાહત આપશે, અને તે તમારા દિવસની માત્ર 15 મિનિટ જ લેશે. યોગાસનની સૌથી ઉત્તમ વાત એ છે કે તમને લગભગ તરત જ રાહત મળવા લાગશે.

એક સ્વસ્થ પાચનતંત્ર તમને સુખમય અને આનંદી જીવન આપશે. યોગા તમારા આંતર તંત્રને સ્વચ્છ કરશે અને તેને નિયમિત કરશે, પણ તે વખતે તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તમે પુરતું પાણી પીવો, રેશાયુક્ત ખોરાક, તાજા ફળ, શાકભાજી, અને પાંદડાવાળી ભાજીનો નિયમિત તમારા આહારમાં ઉપયોગ કરો. માત્ર આટલું કરવાથી તમે ભુલી જશો કે કબજિયાત કોને કહેવાય.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

દરરોજ અવનવી ટીપ્સ અને માહિતી માટે લાઇક કરો અમારું પેજ.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !
– તમારો જેંતીલાલ