ખબર છે તમને કેમ દરેક JCB મશીન પીળા રંગની જ હોય છે?

વિશાળકાય અને ભારે ઘોંઘાટ વાળું મોટું વાહન એટલે જેસીબી.

image source

જેસીબી તો લગભગ બધાએ જોયું જ હોય કોઈ મોટું બિલ્ડીંગ બનાવવાનું કામ ચાલતું હોય કે કયાંક મોટા ખાડાઓ કરવાનું કામ ચાલુ હોય ત્યાં જેસીબી ની હાજરી હોય જ. જો તમે ક્યારેક નોટીસ કર્યું હોય તો તમને ખબર હશે કે લગભગ દરેકે દરેક જેસીબી મશીન પીળા રંગનું જ હોય છે.

image source

પણ શું તમે જાણો છો કે જેસીબી ને કેમ અન્ય કોઈ બીજા રંગથી નહીં પણ ફક્ત પીળા રંગથી જ રંગવામાં આવે છે ? તો આજના જાણવા જેવું વિભાગના આ આર્ટિકલમાં અમે તમને તેનું કારણ પણ જણાવીશું અને જેસીબી વિશે થોડી રોચક વાતો પણ જણાવીશું.

image source

1). શરૂઆતમાં કંપનીએ જેસીબી મશીનને સફેદ અને લાલ રંગની બહાર પાડી હતી. ત્યારબાદ દરેક જેસીબી મશીનને પીળા રંગથી જ રંગવામાં આવતી.

તેના પાછળનું કારણ એ છે કે જેસીબી મશીન જે લાઈટ યલો એટલે કે ઉઘડતા પીળા રંગથી રંગવામાં આવે છે તેના કારણે તે કન્ટ્રકસન સાઈટ પર દિવસે કે રાત્રે સરળતાથી અને દૂરથી જોઈ શકાય છે. માટે સલામતીના કારણોસર જેસીબી મશીન પીળા રંગની જ હોય છે.

image source

2). જેસીબી બ્રિટનની હેવી મશીન બનાવનારી એક કંપનીનું નામ છે જેનું હેડક્વાર્ટર ઇંગ્લેન્ડના સ્ટેફર્ડશાયર શહેરમાં આવેલું છે. જેસીબીના ચાર મહાદ્વીપોમાં અન્ય પ્લાન્ટો પણ આવેલા છે.

image source

3). જેસીબી વિશ્વની પહેલી એવી મશીન છે જેને નામ આપ્યા વિના જ 1945 માં લોન્ચ કરી દેવામાં આવી હતી. કંપનીના સત્તાધીશોએ ઘણા દિવસો સુધી મશીનનું નામ શું રાખવુ તે અંગે વિચાર કર્યા બાદ અંતે તેનું નામ મુખ્ય શોધકર્તા જોસેફ સાઈરીલ બમફોર્ડના નામ પરથી JCB નામ રાખ્યું હતું.

image source

4). તમને એ જાણીને નવાઈ લાગશે કે જેસીબી પ્રથમ એવી બ્રિટિશ કંપની છે જેણે ભારતમાં પણ ફેકટરી ખોલી હતી. આજે જેસીબી મશીનના સૌથી મોટા ગ્રાહકો પૈકી ભારત પણ એક છે.

image source

5). વર્ષ 1945 માં જોસેફ સાઈરીલ બમફોર્ડએ પોતાનો પ્રથમ આવિષ્કાર ટીપિંગ ટ્રેલર પણ બનાવ્યું હતું. જે તે સમયે 45 પાઉન્ડ એટલે કે આજના 4000 રૂપિયામાં વેંચાયું હતું.

image source

6). દુનિયાનું સૌપ્રથમ અને સૌથી વધુ ગતિએ દોડતું ટ્રેકટર ” ફાસ્ટ્રેક ” પણ જેસીબી કંપનીએ જ 1991 માં બનાવ્યું હતું. આ ટ્રેકટર 65 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવી શકાતું. આ પ્રોડક્ટ બદલ જેસીબી કંપનીને ” પ્રિન્સ ઓફ વેલ્સ ” પુરસ્કાર પણ મળ્યો હતો.

image source

7). આશ્ચર્યની વાત છે કે વર્ષ 1948 માં જેસીબી કંપનીમાં ફક્ત છ લોકો કામ કરતા હતા જ્યારે આજે આ જ જેસીબી કંપનીમાં દુનિયાભરના લગભગ 11000 કર્મચારીઓ કામ કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !