ચકચકાટ આંખો ધરાવતા નિશાચર પક્ષી, ઘુવડ વિશેની આ 10 વાતો તમે નહીં જાણતા હોય

હિન્દી ભાષાનું એક વાક્ય ” ઉલ્લુ કા પઠ્ઠા ” તો તમે કેટલીય ફિલ્મોમાં ડાયલોગ તરીકે સાંભળ્યું જ હશે. આ વાક્યનો એક શબ્દમાં અર્થ કરીએ તો એ શબ્દ ” મૂર્ખ ” હોય.

image source

પણ ઉલ્લુ એટલે કે ઘુવડ અસલમાં માનીએ છીએ તેટલું મૂર્ખ પક્ષી નથી.

ઘુવડ એક એવું પક્ષી છે જે દિવસે બહુ જ ઓછું અને રાત્રે વધારે સમય વિહાર કરવા નીકળે છે. ઘણા ખરા લોકો ઘુવડને અપશુકનનું પ્રતીક અને ડરામણું માને છે. કેટલીય હોરર ફિલ્મોમાં ઘુવડને પ્રદર્શિત પણ કરવામાં આવેલ છે. તેમ છતાં ઘુવડ વિશેની મૂળભૂત માહિતી બહુ પ્રચલિત નથી.

image source

ત્યારે આજના આજનાં આ જાણવા જેવું વિભાગના આ આર્ટિકલમાં અમે આપને જણાવીશું ઘુવડ વિશે થોડી જાણવા જેવી માહિતી.

1). આપણે ત્યાં ભારતમાં મોટેભાગે ભૂખરા રંગનું ઘુવડ જ જોવા મળે છે પણ વિશ્વભરમાં ઘુવડની લગભગ 200 થી વધુ પ્રજાતિના ઘુવડ રહે છે.

image source

2). ઘુવડની આંખ આપણી આંખો કરતા ક્યાંય તેજ અને ચબરાક છે. ઘુવડની આંખનું વજન તેના શરીરના કુલ વજન કરતા 5 % વજનની હોય છે.

3). અત્યાર સુધીમાં દુનિયાનું સૌથી નાનું ઘુવડ ELF છે જેનું વજન માત્ર 31 ગ્રામ અને 5 ઇંચ લાંબુ નોંધવામાં આવ્યું છે.

image source

4). અત્યાર સુધીમાં નોંધાયેલું દુનિયાનું સૌથી મોટું ઘુવડ Great horned છે જેનું વજન આશરે અઢી કિલો અને લંબાઈ 5 ફૂટ નોંધવામાં આવી છે.

5). તમને જાણીને નવાઈ લાગશે પરંતુ ઘુવડની આંખો ફરતી નથી પણ એક જગ્યાએ જ સ્થિર છે. ફક્ત તેની ગરદન ફરે છે.

image source

6). ઘુવડની ગરદન 270° ના ખુણા સુધી ફરી શકે છે બન્ને બાજુ 135° – 135° એટલે એમ કે ઘુવડ પોતાની પાછળનું દ્રશ્ય પોતાનું શરીર હલાવ્યા વિના ફક્ત ગરદન ફેરવીને જોઈ શકે છે.

7). ઘુવડ એક માત્ર એવું પક્ષી છે જે વાદળી રંગ જોઈ શકે છે.

image source

8). ઘુવડની શ્રવણ શક્તિ લાજવાબ હોય છે. તે માણસની શ્રવણ શક્તિ કરતા 10 ગણી વધારે અસરકારક છે. રાત્રીના અંધકારમાં તે અવાજ સાંભળીને તે દિશામાં શિકાર શોધી શકે છે.

9). ઘુવડ પોતાના શિકારને પંજા વડે પકડે છે. તેના પંજામાં 135 kg per square inch નું દબાણ કરવાની ક્ષમતા હોય છે.

image source

10). ઘુવડનો જીવનકાળ લગભગ 30 વર્ષનો હોય છે. પોતાનું પેટ ભરવા ઘુવડ ઉંદર, સાપ, ખિસકોલી, માછલી અને જૂજ કિસ્સામાં બીજા ઘુવડનો પણ શિકાર કરે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !