નરગીસથી લઈને જિન્નત અમાન સુધીની અભિનેત્રીઓ પર આવ્યું રાજ કપૂરનું દિલ

બોલિવૂડના શો મેન રાજ કપૂરને લગતી ઘણી કહાનીઓ બોલીવુડમાં આજે પણ યાદ કરવામાં આવે છે. આવો જ એક કિસ્સો રાજ કપૂરના અફેરથી સંબંધિત છે. એક સમયે રાજ કપૂર અભિનેત્રી નરગિસના પ્રેમમાં પાગલ હતા. રાજ સાહેબના લગ્ન 22 વર્ષની વયે કૃષ્ણ મલ્હોત્રા સાથે થયા હતા પરિણીત હોવા છતા રાજ કપૂરને નરગિસ ખૂબ જ પસંદ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નરગિસ પણ શો મેનને પસંદ કરતી હતી પરંતુ રાજ સાહેબ તેમની પત્ની કૃષ્ણાને છોડવા માંગતા નહોતા.

આ કારણે તે નરગીસના ઘરે પહોંચી શક્યા નહોતા

image source

કહેવાય છે કે એક દિવસ નરગિસે જ રાજ સાહેબ સાથે ક્યાંક બહાર જવાની યોજના બનાવી હતી. લાંબા સમય પછી પણ જ્યારે રાજ કપૂર નરગીસના ઘરે ન પહોંચ્યા તો નરગીસ પોતે રાજ સાહેબના ઘરે પહોંચી ગયા હતા. નરગિસે જોયું કે ત્યાં એક પાર્ટી ચાલી રહી હતી, પરંતુ રાજ સાહેબ ક્યાંય દેખાઈ રહ્યા ન હતા. જ્યા ત્યાં પુછપરછ કરતાં જાણવા મળ્યું કે રાજ સાહેબ તેના રૂમમાં હતા. જ્યારે નરગીસ રાજ સાહેબના રૂમમાં પહોંચે છે, ત્યારે તે જુએ છે કે તેણે તેની પત્ની કૃષ્ણ મલ્હોત્રાને ગળામાં હાર પહેરાવતા હતા. ખરેખર તે દિવસે રાજ સાહેબની પત્નીનો જન્મદિવસ હતો, જેના કારણે તે નરગીસના ઘરે પહોંચી શક્યા નહોતા.

નરગીસની યાદમાં આખી રાત દારૂ પીતા અને રડ્યા કરતા

image source

આ ઘટના પછી નરગિસે રાજ કપૂરને સ્પષ્ટ કહ્યું હતું કે જો તેઓ તેની સાથે લગ્ન નહીં શકે તો તેમની વચ્ચે કોઈ સંબંધ રહેશે નહીં. આ ઘટનાના થોડા સમય પછી જ નરગિસે સુનીલ દત્ત સાથે લગ્ન કરી લીધા હતા. રાજ સાહેબને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓ અંદરથી તૂટી ગયા અને કહ્યું કે તે નરગીસની યાદમાં આખી રાત દારૂ પીતા અને રડ્યા કરતા હતા.

image source

તો બીજી તરફ, નરગિસના ગયા પછી રાજ સાહેબની અભિનેત્રી વૈજયંતિ માલા સાથે નિકટતા એટલી હદે વધી ગઈ હતી કે તેની પત્ની કૃષ્ણ મલ્હોત્રા બાળકો સાથે ઘર છોડીને હોટેલમાં રોકાવા ચાલી ગઈ હતી. ઋષિ કપૂરે ખુદ એક ઇન્ટરવ્યુ દરમિયાન આ વાતનો ઉલ્લેખ કર્યો હતો.

ઝીનત અમાનનાં કામથી રાજ એકદમ ખુશ હતા

image source

2 જૂન 1988ના રોજ હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું હતું. રાજ કપૂરએ તેના જીવનમાં ઘણા ઉતાર ચઢાવ જોયા હતા. જો કે સૌથી વધારે ચર્ચા તેમના પ્રેમ પ્રસંગોની રહી હતી. તેમના લગ્નજીવન નાની ઉંમરે લગ્ન થયા હતા. ત્યારપછી 3 અભિનેત્રીઓ સાથે તેમનું અફેર થયું હતું. આમ જોઈએ તો તેમનું જીવન પણ અનેક રંગોથી ભરેલું હતું. નરગિસ અને વૈજયંત માલા પછી રાજ કપૂરનું નામ ઝીનત અમાન સાથે આવ્યું હતું. ઝીનત અમાનનાં કામથી રાજ એકદમ ખુશ હતા. 1978માં ‘સત્યમ શિવમ સુંદરમ’ના શૂટિંગ દરમિયાન આ બંનેના અફેરની ચર્ચા થઈ હતી. જો કે, આ અહેવાલોનો અંત ત્યારે આવ્યો જ્યારે ઝીનત અમને ફિલ્મ નિર્દેશક અને નિર્માતા મઝહર ખાન સાથે લગ્ન કર્યા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!

———–આપના સહકારની આશા સહ,

– તમારો જેંતીલાલ