જાણો કઈ રીતે નક્કી થાય છે કેરીની કિંમતો, આ વર્ષે કેટલો રહી શકે છે તાલાલા ગીરની કેસર કેરીનો ભાવ

ઉનાળો આવતાની સાથે જ કેરીના ખાવાનાં રસીયાઓને મોજ પડી જાય છે. ઉનાળાની શરૂઆત થતાં જ હવે તાલાલા ગીરની પ્રખ્યાત કેરી બજારમાં દેખાવા લાગી છે. તાલાલાના માર્કેટીંગ યાર્ડમાં કેરીની આવક ધીમે ધીમે વધી રહી છે. આ સાથે વાત કરીએ આ કેરીની ખેતરથી લઈને માર્કેટીંગ યાર્ડમાં થઈને બજારમાં આવવા સુધીની સફરની તો સૌથી પહેલાં આસપાસના ખેડુતો પોતાની કેરી વેચવા માર્કેટીંગ યાર્ડમાં આવે છે અને ખેડૂતો માટે લાવેલી કેરીને માર્કેટીંગ યાર્ડના વેપારીઓ દ્વારા ખરીદી કરવામાં આવે છે. આ પછી આ વેપારીઓ દ્વારા કેરી બજારમાં વેચાય છે ત્યારે લોકો કેરી ખરીદે છે.

image source

આ વચ્ચે સામાન્ય જનતા પાસે કેરી જે કિંમતે પહોંચે છે તે વિશે અહીં વાત કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ આ વર્ષે કેરીની આવકમાં ઘટાડો થતાં કેરીના ભાવમાં પણ વધારો થયો છે પરંતુ માર્કેટીંગ યાર્ડમાં કેરીના ભાવો કેવી રીતે નક્કી કરવામાં આવે તે વિશે તાલાલા માર્કેટીંગ યાર્ડના વેપારી કાળુભાઇએ જણાવ્યું હતું કે આ વખતે તાલાલા માર્કેટીંગ યાર્ડમાં 7000 જેટલા કેરીની તાલાલા માર્કેટીંગ યાર્ડમાં આવક થશે. ગત વખતે કેરીનો ભાવ 250 રૂપિયાથી 700 રૂપિયા સુધીનો હતો પરંતુ આ વર્ષે ભાવ 300 રૂપિયાથી 750 રૂપિયા થશે.

image source

કેરીનાં આ વેપારી કાળુભાઇના જણાવ્યા મુજબ કેરીના ઉત્પાદન મુજબ કેરીનો ભાવ નક્કી કરવામાં આવે છે. તો ક્યારેક એવું બને છે કે કેરીનું ફળ મોટું હોય છે પરંતુ તે વધુ કાચી હોય છે તો તેના પૈસા ઓછા આવે છે પણ કેટલીક વખત એવું બને છે કે ફળ નાનું હોય પણ તે ખૂબ સરસ રીતે પાકે છે તો તેની કિંમત વધારે હોય છે. આ સાથે તેમણે કહ્યું કે જ્યારે ખેડૂતો પાસેથી કેરીની ખરીદી કરવામાં આવે છે ત્યારબાદ કેરીને એક નબર આપવામાં આવે છે. ત્યારબાદ અમે કેરીનો નંબર ખરીદતા વેપારીને કેરી મોકલીએ છીએ તેને કેરીનો સામાન્ય નંબર કહેવામાં આવે છે.

image source

આ રીતને સમજાવતા તેમણે કહ્યું હતું કે દાખલા તરીકે 1 નંબર આપેલ કેરીમાં 30 થી 35 નંગ કેરી એક બોક્સ માં હોય છે તો 40 થી 50 કેરીઓ ધરાવતાં બોક્સને 2 નંબર આપવામાં આવે છે અને જો 50 થી 60 કેરીઓવાળુ બોક્સ હોય તો તેને 3 નંબર આપવામાં આવે છે. આમ કેરીનો ભાવ ઉત્પાદનના આધારે નક્કી કરવામાં આવે છે પરંતુ ઉત્પાદનના આધારે ભાવ નક્કી કર્યા પછી કેરીના કદ અને ગુણવત્તાના આધારે પણ કિંમત નક્કી કરવામાં આવે છે.

image source

વેપારીએ આ વિશે આગળ વાત કરતાં કહ્યું કે નંબર 1 કેરીની કિંમત 600 થી 800 રૂપિયા છે. કેરી નંબર 2 ના 1 બોક્સની કિંમત 400 રૂપિયાથી 600 રૂપિયા અને 3 નંબરની કેરીની કિંમત 300 રૂપિયાથી 350 રૂપિયા છે. આ વર્ષે ગીરમાં કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવા પાછળ બે કારણો છે જેમાં પ્રથમ કારણ ઝાકળ છે. ખેડુતોનું માનવું છે કે ઝાકળના કારણે કેરી મોટી થાય તે પહેલા જ ખરીને પડી જાય છે અને બીજું કારણ એ છે કે કેરીના રોગોના કારણે કેરીનું ઉત્પાદન પણ ઘટ્યું છે.

image source

આપણે છેલ્લા ચાર-પાંચ વર્ષના આંકડાની વાત કરીએ તો ખેડૂતોના મતે આ વર્ષે ઉત્પાદનમાં 60 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે કેરીમાં મોર આવી રહ્યાં હોય તે સમયે કેરીને ઠંડા વાતાવરણની જરૂર પડે છે જ્યારે ત્યારે ગ્લોબલ વોર્મિંગને લીધે તે તાપનું વાતાવરણ રહ્યું હતું તો બીજી તરફ જ્યારે ગરમીનું વાતાવરણ જરૂરી હોય છે ત્યારે ઠંડીનું વાતાવરણ જોવા મળે છે. હવામાનમાં થઈ રહેલાં આ રીતે પલટાને લીધે કેરીનું ઉત્પાદન પણ ઘટી રહ્યું છે જેથી આ વર્ષે કેરીની કિંમતો આગામી વર્ષ કરતા વધારે રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.


વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આપણી માતૃભાષા 21મી સદીમાં પણ જીવંત રહે અને નવી પેઢીને એનો લાભ મળે એ માટે અમે રોજ નવી સ્ટોરી, રસપ્રદ લેખો, ઉપયોગી માહિતી, લાઈફ ઇઝી ટિપ્સ, નવી નવી વાનગીઓની વણઝાર તમારા ફેસબુકમાં લાવવા કટિબદ્ધ છીએ !

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે જલ્સા કરોને જેંતીલાલ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

આપણું પેજ “જલ્સા કરોને જેંતીલાલ” માણતા રહો અને શેર કરતા રહો!